Balanced Diet: વધતી ઉંમરનું ટેન્શન દરેક વ્યક્તિને રહે છે. ઉંમર વધવા લાગે એટલે શરીરમાં ઘણા બધા ફેરફાર જોવા મળે છે. વધતી ઉંમરની અસર ચહેરા પર પણ દેખાય છે અને શરીરના અંગો પર પણ દેખાય છે. ઉંમરની સાથે વ્યક્તિનું શરીર અંદર અને બહાર બંને રીતે બદલવા લાગે છે. પરંતુ જો વધતી ઉંમરે કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો 40 વર્ષની ઉંમર પછી પણ વૃદ્ધત્વની અસરોને ઓછી કરી શકાય છે. વધતી ઉંમરની અસરને જો ઓછી કરવી હોય તો વ્યક્તિએ પોતાની ડાયેટ પર ખાસ ધ્યાન આપવું જોઈએ. એવી કેટલીક વસ્તુઓ છે જેને પોતાની ડાયેટમાં સામેલ કરવાથી વધતી ઉંમરની અસરને ઘટાડી શકાય છે. ખાસ કરીને જે લોકો 40 વર્ષની નજીક પહોંચ્યા છે તેમણે પોતાના આહારમાં આ પાંચ વસ્તુઓનો સમાવેશ તો કરવો જ જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: ઝડપથી ઓછું કરવું હોય વજન તો આ 3 વસ્તુ ખાવાનું ટાળો, 30 દિવસમાં ફેટમાંથી ફિટ થઈ જશો


ડ્રાયફ્રુટ્સ


40 વર્ષની ઉંમર પછી શરીરમાં અલગ અલગ પ્રકારની સમસ્યાઓ જોવા મળે છે. ખાસ કરીને લોકોનું વજન વધવા લાગે છે અને તેના પછી ઘણી બધી બીમારીઓ પણ થવા લાગે છે. જો આ સમસ્યાને દૂર કરવી હોય તો રોજ સવારે ડ્રાયફ્રુટ નું સેવન કરવું જોઈએ તેનાથી શરીરને શક્તિ મળે છે.


દાળ


વધતી ઉંમરની અસરને ઘટાડવી હોય તો આહારમાં દાળ અને કઠોળનું સેવન વધારે પ્રમાણમાં કરવું જોઈએ. દાળ અને કઠોળમાં ફાઇબર અને વિટામિન્સ હોય છે જે શરીર માટે ફાયદાકારક છે તેનાથી બેડ કોલેસ્ટ્રોલ ઘટે છે.


આ પણ વાંચો: Weight Loss: શિયાળામાં આ 5 વસ્તુઓનું સેવન કરી ફુગ્ગાની જેમ ફુલેલા શરીરને કહો અલવિદા


ફિશ


વધતી ઉંમરે માછલીને પોતાની ડાયટમાં સામેલ કરવી જરૂરી છે તેનાથી હાર્ટ સંબંધિત સમસ્યાઓ ઘટી જાય છે સાથે જ કેન્સર અને ડાયાબિટીસ થવાનું જોખમ પણ ઘટે છે. 


ફળ અને લીલા શાકભાજી


વધતી ઉંમરે ફળ અને લીલા શાકભાજી નું સેવન પણ ભરપૂર પ્રમાણમાં કરવું જોઈએ કે આંતરડાને સ્વસ્થ રાખે છે અને હાડકાને પણ મજબૂત બનાવે છે સાથે જ જરૂરી પોષક તત્વો પણ શરીરને મળે છે જે વધતી ઉંમરે ખૂબ જ જરૂરી હોય છે.


આ પણ વાંચો: સફેદ વાળને નેચરલી મૂળમાંથી કાળા કરવા શક્ય છે.. શિયાળામાં મળતી આ વસ્તુનો રસ કરશે જાદુ


પાણી


ત્વચા પર દેખાતી વધતી ઉંમરની અસરોને દૂર કરવા માટે પાણી ખૂબ જ જરૂરી છે. વધતી ઉંમરે ભરપૂર માત્રામાં પાણી પીવું જોઈએ તેનાથી ડીહાઇડ્રેશનની સમસ્યા થતી નથી અને પાચનતંત્ર માટે પણ તે સારું રહે છે.


આ પણ વાંચો: Belly Fat: રોજ ઘરે જ કરી લો આ 5 કસરત, જીમમાં ગયા વિના ઉતરી શરીર પર જામેલા ચરબીના થર


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)