Weight Loss: 32 ની કમરને 28 ની કરવી હોય તો રોજ પીવું જીરાનું પાણી, જાણો ક્યારે પીવું અને કેવી રીતે કરવું તૈયાર
Weight Loss: જીરુ ભોજન નો સ્વાદ અને સુગંધ વધારે છે. નાનકડા જીરાના દાણામાં એવી શક્તિઓ હોય છે જે આપણા સ્વાસ્થ્યને પણ સુધારી શકે છે. ખાસ કરીને વજન ઘટાડવું હોય કે હાઈ બીપી ની સમસ્યા હોય તો તેમાં જીરું ઉપયોગી સાબિત થાય છે. જીરાના પાણીનો ઉપયોગ કરવાથી વજન ઝડપથી ઘટે છે.
Weight Loss: જીરું એક એવો મસાલો છે જે દરેક ઘરના રસોડામાં ઉપલબ્ધ હોય છે. જીરુ ભોજન નો સ્વાદ અને સુગંધ વધારે છે. નાનકડા જીરાના દાણામાં એવી શક્તિઓ હોય છે જે આપણા સ્વાસ્થ્યને પણ સુધારી શકે છે. ખાસ કરીને વજન ઘટાડવું હોય કે હાઈ બીપી ની સમસ્યા હોય તો તેમાં જીરું ઉપયોગી સાબિત થાય છે. જીરાના પાણીનો ઉપયોગ કરવાથી વજન ઝડપથી ઘટે છે. તો ચાલો તમને જણાવીએ કે જીરાનું પાણી સ્વાસ્થ્યને કયા લાભ કરે છે અને આ પાણી કેવી રીતે તૈયાર કરવો.
જીરાનું પાણી પીવાથી થતા લાભ
આ પણ વાંચો:
ફાયબરથી ભુરપુર લીમડાના ફુલ Belly Fat થી અપાવશે મુક્તિ, આ 3 રીતે કરી શકો છો ઉપયોગ
આ 5 વસ્તુઓ ખાવાથી વાળમાં વધે છે કેરાટીન પ્રોડકશન, ટ્રીટમેન્ટ વિના વાળમાં આવે છે શાઈન
Hair Care: આ વસ્તુ કુદરતી રીતે વાળને કરે છે કાળા, સફેદ વાળની પણ વધશે ડાર્કનેસ
- જીરા નું પાણી પીવાથી મેટાબોલિઝમ સુધરે છે અને શરીર ઝડપથી વધારાની કેલરી બાળે છે. તેનાથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે.
- જીરા નું પાણી પીવાથી શરીરમાં સોડિયમની માત્રા સંતુલિત રહે છે. તેથી જીરાના પાણીનું સેવન એવા લોકોએ જરૂરથી કરવું જોઈએ જેને હાઈ બીપી ની તકલીફ હોય. હાઈ બીપી ના દર્દી માટે જીરાનું પાણી લાભકારી હોય છે.
- જીરાનું પાણી નિયમિત પીવાથી પાચન ક્રિયા સુધરે છે. તેનું સેવન કરવાથી પેટમાં થતી ગેસ, એસીડીટી જેવી સમસ્યાઓથી રાહત મળે છે.
કેવી રીતે બનાવવું જીરાનું પાણી ?
જીરા નું પાણી બનાવવું ખુબ જ સરળ છે તેના માટે એક ગ્લાસ પાણીમાં એક ચમચી જીરું રાત્રે પલાળી દેવું. સવારે ખાલી પેટ આ પાણી પી જવું. ખાસ કરીને જે લોકો વજન ઘટાડવાનો પ્રયત્ન કરે છે તેમણે દિવસની શરૂઆત આ પાણીથી કરવી જોઈએ. તેનાથી વજન ઝડપથી ઘટે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)