Multani Mitti Hair Wash: બધા સુંદર અને મજબૂત વાળ ઇચ્છે છે. પરંતુ ધૂળ-માટી અને પ્રદુષણના કારણે વાળ જલ્દી ખરાબ થવા લાગે છે. ત્યારે મોટાભાગના લોકોને વાળ સંબંધિત આ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ માટે ઘણીવખત લોકો મોંઘા અને કેમિકલ યુક્ત હેર કેર પ્રોડક્ટ અથવા શેમ્પૂનો ઉપયોગ કરે છે પરંતુ તમે ઇચ્છો તો માત્ર મુલતાની માટીથી પણ વાળને સારા બનાવી શકો છો. આ માટે તમે મુલતાની માટી હેર પેકનો ઉપયોગ કરી શકો છે. તેને લગાવવાથી તમને ઘણા પ્રકારના લાભ મળી શકે છે. આ અહેવામાં અમે તમને જણાવીએ કે મુલતાની માટીથી વાળ ધોવાથી શું-શું ફાયદા થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુલતાની માટીથી વાળ ધોવાના ફાયદા
વાળ સીધા કરવા

જો તમારા વાળ વાંકડિયા છે તો તમે મુલતાની માટીથી વાળ ધોઈ શકો છો. મુલતાની માટી વાળને સીધા કરવામાં મદદ કરી શકે છે. પરંતુ વધારે વાંકડિયા વાળ છે તો સંપૂર્ણ રીતે સીધા કરવામાં સમય લાગી શકે છે.


રણવીરના રવાડે ચડ્યો આ સ્ટાર ખેલાડીનો પતિ, પત્નીએ જ ક્લિક કરી ન્યૂડ તસવીર


ઓઇલ ઓછું કરવા
કેટલાક લોકોના વાળ અને સ્કૈલ્પ ઓઇલી હોય છે. એવામાં મુલતાની માટીથી વાળ ધોવા ફાયદાકારક સાબિત થઈ શકે છે. મુલતાની માટી સ્કૈલ્પમાંથી એક્સ્ટ્રા ઓઇલને ઘટાડવામાં મદદ કરે છે. જો તમે મુલતાની માટીથી વાળ ધોવો છો તો તેનાથી વાળમાં ચીકણાપણું ઓછું કરવામાં મદદ મળી શકે છે.


IND vs WI: વેસ્ટ ઇન્ડિઝ સામે પહેલી મેચમાં જીત બાદ સીરિઝ જીતવા મેદાનમાં ઉતરશે ટીમ ઇન્ડિયા


વાળની સફાઈ કરો
મુલતાની માટીથી વાળ ધોવાથી વાળ અને સ્કૈલ્પની સારી રીતે સફાઈ થાય છે. આના કારણે વાળમાં જમા થયેલી બધી ધૂળ અને ગંદકી દૂર થઈ જાય છે. બીજી તરફ, મુલતાની માટી વાળનું કન્ડીશનીંગ પણ કરે છે.


આ મામલે રિલાયન્સને 68564 કરોડનો ફાયદો પરંતુ LIC ને 12396 કરોડનું નુકસાન


બ્લડ સર્કુલેશનમાં વધારો
મુલતાની માટી લગાવવાથી સ્કૈલ્પમાં બ્લડ સર્કુલેશન ઝડપી બને છે. આના કારણે વાળના ફોલિકલ્સમાં લોહીના પ્રવાહમાં વધારો થાય છે, આ વાળને પોષણ આપે છે અને વાળને મજબૂત બનાવે છે.


અનુપમા સીરિયલમાં વારંવાર જોવા મળી રહી છે આ 5 ભૂલો, શું તમે ક્યારે નોટિસ કર્યું?


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘેરલું નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારીત છે. તેને અપનાવતા પહેલા તમારા ડોક્ટરની સલાહ જરૂરથી લો. ZEE ન્યુઝ તેની પુષ્ટી કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube