IND vs WI: વેસ્ટ ઇન્ડિઝ સામે પહેલી મેચમાં જીત બાદ સીરિઝ જીતવા મેદાનમાં ઉતરશે ટીમ ઇન્ડિયા
IND vs WI: ભારતીય ટીમે શુક્રવારના પહેલી વન-ડેમાં બોલિંગ, બેટિંગ અને ફિલ્ડિંગ એટલે કે તમામ વિભાગમાં સારું પ્રદર્શન કર્યું અને ત્રણ મેચની સીરિઝમાં 1-0 થી લીડ મેળવી છે. સીરિઝ જીતવા માટે હવે ભારતને વધુ એક મેચ જીતવાની જરૂરિયાત છે
Trending Photos
IND vs WI: ભારતીય ક્રિકેટ ટીમ અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે 3 મેચની વન-ડે સીરિઝ રમાઈ રહી છે. ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે પહેલી વન-ડે મેચ 22 જુલાઈ 2022 ના પોર્ટ ઓફ સ્પેનમાં રમાઈ હતી. ત્યારે બીજી વન-ડે મેચ પણ રવિવારના એટલે કે 24 જુલાઈ 2022 ના પોર્ટ ઓફ સ્પેનમાં રમાવવા જઈ રહી છે. વેસ્ટ ઇન્ડિઝની સામે 3 મેચની આ વન-ડે સીરિઝમાં ટીમ ઇન્ડિયાની કેપ્ટનશીપ શિખર ધવનના હાથમાં છે. ત્યારે કેપ્ટન શિખર ધવન ફરી બીજી લાઈનમાં ઉભેલા ખેલાડીઓ પાસે શાનદાર પ્રદર્શનની આશા કરે છે જેથી ત્રણ મેચની સીરિઝમાં તેનું નામ થઈ જાય.
ભારતને સીરિઝ જીતવા માટે એક મેચ જીતવાની
ભારતીય ટીમે શુક્રવારના પહેલી વન-ડેમાં બોલિંગ, બેટિંગ અને ફિલ્ડિંગ એટલે કે તમામ વિભાગમાં સારું પ્રદર્શન કર્યું અને ત્રણ મેચની સીરિઝમાં 1-0 થી લીડ મેળવી છે. સીરિઝ જીતવા માટે હવે ભારતને વધુ એક મેચ જીતવાની જરૂરિયાત છે. ભારતીય વિસ્ફોટક ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા શુક્રવારના ઇજાગ્રસ્ત થવાના કારણે વેસ્ટ ઇન્ડિઝની સામે પ્રથમ બે વન-ડેમાંથી બહાર થઈ ગયા છે. ત્યારે વેસ્ટ ઇન્ડિઝના જેસન હોલ્ડર પણ આખી સીરિઝમાંથી બહાર થઈ ગયા છે.
ભારતના પણ ઘણા સ્ટાર ખેલાડી આ સીરિઝ માટે આરામ આપવામાં આવ્યો છે. વિરાટ કોહલી, કેપ્ટન રોહિત શર્મા, વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંત અને જસપ્રીત બુમરાહ આ સીરિઝનો ભાગ નથી. એવામાં ઘણા યુવાઓને અહીં તેમની પ્રતિભા દેખાળવાની તક મળી છે. સીરિઝની બીજી મેચમાં પોતાને સાબિત કરવા માટે સંપૂર્ણ તાકાત લગાવશે.
ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે બીજી વન-ડે મેચ 24 જુલાઈ 2022 રવિવારના ત્રિનિદાદમાં પાર્ટ ઓફ સ્પેનના ક્વિંસ પાર્ક ઓવલ સ્ટેડિયમમાં રમાશે. જોકે, ભારત વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આ મેચ સાંજે 7 વાગે શરૂ થશે, જ્યારે મેચનો ટોસ સાંજે 6.30 વાગે થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે