5 Major Mistakes of Anupama: અનુપમા સીરિયલમાં વારંવાર જોવા મળી રહી છે આ 5 ભૂલો, શું તમે ક્યારે નોટિસ કર્યું?

5 Major Mistakes of Anupama: ટીવી સીરિયલ અનુપમા લાંબા સમયથી ટીઆરપીમાં ધમાલ મચાવી રરહી છે પરંતુ શું તમે જાણો છો કે રૂપાલી ગાંગુલીના શોના મેકર્સ પણ ભૂલ કરે છે. આ રિપોર્ટમાં અમે તમને અનુપમા સીરિયલની 5 ભૂલો વિશે જણાવી રહ્યા છીએ.

5 Major Mistakes of Anupama: અનુપમા સીરિયલમાં વારંવાર જોવા મળી રહી છે આ 5 ભૂલો, શું તમે ક્યારે નોટિસ કર્યું?

5 Major Mistakes of Anupama: સ્ટાર પ્લસની સુપરહિટ ટીવી સીરિયલ અનુપમા છેલ્લા બે વર્ષથી નાના પરદા પર પોતાની પકડ જમાઈને બેઠી છે. રાજન શાહીનો આ શો સતત ટીઆરપી લિસ્ટમાં તેનું બેસ્ટ પ્રદર્શન આપી રહ્યો છે. અત્યાર સુધી ટીવીનો કોઈપણ શો અનુપામાને માત આપી શક્યો નથી. જોકે, હિટ હોવા છતાં અનુપમા સીરિયલમાં કેટલીક ખામીઓ છે. ટીઆરપી મેળવવાના ચક્કરમાં મેકર્સ વારંવાર આ ભૂલો કરે છે. જોકે, મેકર્સની આ ભૂલોએ ફેન્સનું દિમાગ ખરાબ કરવાનું શરૂ કરી દીધું છે. આ જ કારણ છે કે, સમય સમય પર અનુપમાના મેકર્સ દર્શકોના નિશાના પર આવી રહ્યા છે. અમારા આ અહેવાલમાં અમે તમને અનુપમા સીરિયલની 5 મોટી ભૂલો વિશે જણાવી રહ્યા છીએ જે કદાચ જ તમે નોટિસ કરી હશે.

ભૂલ કર્યા પછી પણ જ્ઞાન આપે છે અનુપમા
અનુપમા ભાષણ આપવા માટે જાણીતી છે. મુદ્દો કોઈપણ હોય અનુપમા તેના પર પોતાનો અભિપ્રાય આપવાનું ભૂલતી નથી. જોકે, અનુપમા પોત ભૂલોનો પિટારો છે. અનુપમા ઘણીવાર ભૂલો કરે છે. આટલી બુદ્ધિશાળી હોવા છતાં પણ અનુપમાને ખબર નથી પડતી કે બરખા તેના વિરુદ્ધ શું કાવતરું ઘડી રહી છે. અનુપમા માત્ર બોલવાનું જાણે છે, વાતો પર અમલ કરવાનું નહીં...! મેકર્સે પણ કેટલીકવાર અનુપમા પાસે પણ અમલ કરાવવું જોઇએ. કેમ કે, બોલવું જેટલું સરળ છે તે કામ કરવું એટલું જ અઘરું છે.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rups (@rupaliganguly)

વનરાજ અને અનુપમા વચ્ચે છત્તીસનો આંકડો
અનુપમા સીરિયલમાં અનુજ અને અનુપમાના લગ્ન થઈ ગયા છે. લગ્ન બાદ લોકોને લાગતું હતું કે મેકર્સ અનુજ અને અનુપમાની પર્સનલ લાઈફ પર ફોકસ કરશે. જોકે, અહીં તો વનરાજ અને અનુપમાનો ડ્રામા પૂર્ણ થવાનું નામ નથી લઇ રહ્યો. લગ્ન બાદ પણ વનરાજ અને અનપમા ઉંદર બિલાડીની જેમ લડે છે. વનરાજ અને અનુપમાની લડાઈ હવે ફેન્સની સહનશક્તિની બહાર થઈ રહી છે.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rups (@rupaliganguly)

હદથી વધારે સારો કેમ છે અનુજ
રુપાલી ગાંગુલી, સુધાંશુ પાંડેની સીરિયલમાં અનુજ કંઇક વધારે સારો છે. લાગે છે કે મેકર્સ આ વાત ભૂલી ગયા છે કે રિયલ લાઈફમાં કોઈ આટલું સારું હોતું નથી. મેકર્સ અનુજને ભગવાન બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જેમાં કોઈ ખામી નથી. ફેન્સ આજે પણ આ વાત પચાવી શકતા નથી કે અનુજ આટલો સારો કેમ છે.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rups (@rupaliganguly)

પૂર્ણ થવાનું નામ નથી લઈ રહી કિંજલની પ્રેગ્નેન્સી
છેલ્લા કેટલાક મહિનાઓ પહેલા કિંજલે જાહેર કર્યું હતું કે તે માતા બનવાની છે. જોકે, હજુ સુધી કિંજલનું બાળક આ દુનિયમાં આવ્યું નથી. ફેન્સને લાગે છે કે કિંજલના બાળકના જન્મમાં હજુ ઓછામાં ઓછા એક અથવા બે વર્ષ તો લાગશે. ટ્રેકને ખેંચવાના ચક્કરમાં મેકર્સ કિંજલની પ્રેગ્નેન્સીને મજાક બનાવી દીધી છે. ત્યારે કિંજલ પણ એવો વ્યવહાર કરે છે કે તે પહેલી એવી છોકરી છે જે દુનિયામાં કોઈ બાળકને જન્મ આપશે.

કઈ છોકરી તેની પૂર્વ સાસરીના મારે છે આટલા આંટાફેરા
અનુપમા દર બીજા દિવસે શાહ પરિવાર સાથે જોવા મળે છે. જોકે, બાએ શાહ પરિવારની જવાબદારી ઉપાડી લીધી છે, પરંતુ આજ સુધી કોઈએ બાને કામ કરતા જોયા નથી. ત્યારે અનુપમા બહારની થઈને પણ પરિવારની સંભાળ રાખે છે. ફેન્સ જાણવા માંગે છે કે, રિયલ લાઈફમાં કોણ પોતાના પૂર્વ સાસરીના આટલા આંટાફેરા મારે છે. મેકર્સને આ વાત સમજવી પડશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news