Eat Potatoes to Reduce Weight: ખરાબ લાઇફસ્ટાઇલના લીધે હાલના સમયમાં મોટાભાગના લોકો મોટાપાથી પરેશાન છે અને વજન ઓછું કરવા માંગો છો. વજન ઓછું કરવા માટે મોટાભાગે લોકો કાર્બ્સવાળી વસ્તુઓ ખાવાનું છોડી દે છે, પરંતુ શું તમે જાણો છો કે દરરોજ બટાકા ખાઇને પણ વજન ઓછું કરી શકો છો. વૈજ્ઞાનિકોએ તેને લઇને દાવો કર્યો છે કે સ્ટાર્ચથી ભરપૂર બટાકા વજન ઓછું કરવામાં મદદ કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુ કેલરી લેવાથી વધે છે વજન
વજન ઓછું કરવાનો પ્રયત્ન કરી રહેલા લોકો ઘણીવાર એવી વસ્તુઓ ખાઇ લે છે, જેમાં વધુ કેલેરી હોય છે. તેના લીધે તેમનું વજન ઓછું થવાના બદલે વધવા લાગે છે. એટલા માટે જો તમે પણ વજન ઓછું કરવા માંગો છો તો પોતાની ડાયટમાં એવા ફૂડને સામેલ કરો, જેથી પેટ જલદી ભરાય જાય અને તેમાં કેલરી ઓછી હોય. તેના માટે એક સારો ઓપ્શન છે. 


શું કહે છે કે બટાકાને લઇને રિસર્ચ
રિસર્ચર્સનું કહેવું છે કે બટાકામાં કાર્બ્સ અને સ્ટાર્ચની માત્રા વધુ હોય છે, પરંતુ તેને ખાવાથી પેટ જલદી ભરાય જાય છે અને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. જલદી પેટ ભરાવવાથી બાકી લોકોને તુલનામાં ઓછું ખાય છે અને આ વજન ઓછું કરવામાં મદદ કરે છે. જોકે તેને રાંધવા અને ખાવાની સાચી સલાહ હોવી જોઇએ. 

આ પણ વાંચો: Significance Of Black Thread: સુરક્ષાકવચની કમ નથી કાળો દોરો, શનિ સાથે છે સીધો સંબંધ
આ પણ વાંચો: New Year Travel Plan: નવા વર્ષે બનાવો ધાંસૂ પ્લાન, ફક્ત 5000 માં જતા આવો શાનદાર જગ્યાએ


બટાકાને રાંધવા અને ખાવાની સાચી રીત
રિસર્ચર્સનું કહેવું છે કે વજન ઓછું કરવા માટે બટાકાને રાંધવા અને ખાવાની સાચી રીત ખૂબ જરૂરી છે. અમેરિકાના લુઇસિયાના સ્થિત પેનિંગટન બાયોમેડિકલ રિસર્ચ સેન્ટરની ડાઇટીશિયન અને આ રિસર્ચની કો-ઓથર પ્રોફેસર કેંડિડા રેબેલોનું કહેવું છે કે વજન ઓછું કરવા માટે તમારે તેલમાં તળેલા બટાકાને ખાવાનું ટાળવું જોઇએ. કારણ કે તેલના લીધે બટાકા પોષણ ઓછું કરે છે અને તેના કારણે તમારું વજન વધી શકે છે. 


રિસર્ચમાં આ વાત સામે આવી છે કે વજન ઓછું કરવા માટે ઉકાળેલા બટાકા ખાવાનો ફાયદાકારક સાબિત થઇ શકે છે. પ્રોફેસર કેંડિડા રેબેલોનું કહેવું છે કે ઉકાળેલા બટાકા બાદ વજન ઓછું કરવાનો પ્રયત્ન કરી રહેલા લોકોનું પેટ લાંબા સમય સુધી રહે છે અને તેમને ભૂખ લાગતી નથી. તેમણે કહ્યું કે વજન ઓછું કરવા માટે સારું છે કે ઓછી કેલરીવાળા હેવી ફૂડ્સ ખાવો. તેનાથી સરળતાથી કેલેરી ઓછું કરી શકે છે. 


ડાયાબિટીઝના દર્દી પણ ખાઇ શકે છે બટાકા
બટાકા ખાવાથી ટાઇપ 2 ડાયાબિટીસનો ખતરો રહે છે, પરંતુ રિસર્ચર્સનું કહેવું છે કે ડાયાબિટીસના દર્દી પણ બટાકા ખાઇ શકે છે અને વજન ઓછું કરી શકે છે. તેના માટે રિસર્ચ દરમિયાન બાફેલા બટાકાને છાલ સાથે 12 થી 24 કલાક માટે ફ્રીજમાં રાખવામાં આવ્યા અને પછી ડાયાબિટીસના દર્દીને ખાવા માટે આપવામાં આવ્યા. કૂલિંગના લીધે બટાકામાં ફાઇબરની માત્રા વધી જાય છે અને આ કારણે બ્લડ શુગરનું લેવલ વધતું નથી. આ પ્રકારે બટાકા ખાવાથી ડાયાબિટીસના રોગીઓને નુકસાન થશે નહી. 


(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલૂ નુસખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતાં પહેલાં ડોક્ટરની સલાહ જરૂર લો. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.)


આ પણ વાંચો: 17 લાખ રૂપિયાવાળી Tata Nexon EV ફક્ત 4.9 લાખમાં પડશે! આટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
આ પણ વાંચો: બસ 3 દિવસ રાહ જુઓ, આવી રહી છે 300KM ચાલનારી ઇલેક્ટ્રિક બાઇક, 10 હજારમાં થશે બુક
આ પણ વાંચો:
 Maruti Suzuki એ લોન્ચ કરી સૌથી સસ્તી 7 સીટર કાર, આપશે 27KM ની માઇલેજ, બસ આટલી કિંમત
આ પણ વાંચો: નાકમાં આંગળી આટલા માટે નાખે છે લોકો, રિસર્ચમાં થયા ઘણા ચોંકાવનારા ખુલાસા
આ પણ વાંચો:  એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube