ફટાફટ વજન ઉતારવા માટે અસરકારક છે આ 5:2 ફોર્મ્યૂલા, માખણની જેમ પીગળે છે જીદ્દી ચરબી
Helth tips : આ પ્રકારના ઉપવાસને મોંક ફાસ્ટ પણ કહેવાય છે. આ ડાયેટ વજન ઘટાડવામાં મદદ કરે છે અને નેચરલ સેલ્યુલર પ્રક્રિયા ઓટોફેગીને પણ એક્ટિવ કરે છે. ઓટોફગી પ્રોસેસ ડેમેજ થયેલા સેલ્સને ખતમ કરીને હેલ્ધી સેલ્સ બનાવવામાં મદદ કરે છે. જેની મદદથી શરીર અનેક પ્રકારની બીમારીઓથી બચીને રહે છે.
Helth tips : બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનક હાલ પોતાના ડાયેટ 5:2 ને લઈને ખુબ ચર્ચામાં છે. હાલમાં જ તેમણે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેઓ રવિવારે સાંજે 5 વાગ્યાથી મંગળવાર સવારે 5 વાગ્યા સુધી સતત 36 કલાકનો ઉપવાસ કરે છે. આ આખો સમય તેઓ કોઈ પણ પ્રકારનું સોલિડ ફૂડ ખાતા નથી. ફક્ત ચા, પાણી અને કેલરી ફ્રી ડ્રિંક જ પીવે છે.
શું છે આ 5:2 ડાયેટ
પ્રધાનમંત્રી ઋષિ સુનકનો ડાયેટ રૂટિન 5:2 પર પર આધારિત છે જ્યાં વ્યક્તિ અઠવાડિયામાં પાંચ દિવસ સામાન્ય રીતે ખાય છે અને પાકીના બે દિવસમાં તે પોતાના કેલેરી ઈનટેકને 300થી 500 કેલેરી સુધી રાખે છે. આટલું ઓછું કેલેરી લેવલ તેઓ એનર્જી ડ્રિંક અને લિક્વિડ ચીજોથી મેનેજ કરે છે. કેટલાક કલાક ઓછી કેલેરી લેવાથી શરીર ફ્યૂલ માટે જે ફેટ શરીરમાં ભેગી થાય છે તેને બાળે છે. ઋષિ સુનક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવે છે કે તે ઓ ફાસ્ટ દરમિયાન ફક્ત પાણી, ચા કે બ્લેક કોફી જેવી વસ્તુઓ જ લે છે.
હેલ્ધી સેલ્સ બનવાની પ્રોસેસ થાય છે તેજ
આ અંગે હેલ્થ એક્સપર્ટ કહે છે કે આ પ્રકારના ઉપવાસને મોંક ફાસ્ટ પણ કહેવાય છે. આ ડાયેટ વજન ઘટાડવામાં મદદ કરે છે અને નેચરલ સેલ્યુલર પ્રક્રિયા ઓટોફેગીને પણ એક્ટિવ કરે છે. ઓટોફગી પ્રોસેસ ડેમેજ થયેલા સેલ્સને ખતમ કરીને હેલ્ધી સેલ્સ બનાવવામાં મદદ કરે છે. જેની મદદથી શરીર અનેક પ્રકારની બીમારીઓથી બચીને રહે છે. આ ડાયેટ પર થયેલા એક સ્ટડી મુજબ આ પ્રકારનું ફાસ્ટિંગ કરવાથી શરીર ફિઝિકલી અને મેન્ટલી બંને રીતે રિલેક્સ રહે છે. ઉપવાસથી વજન ઓછી કરવાની જર્ની સરળ બની શકે છે કારણ કે વ્રત દરમિયાન તમારી ફેટ બર્નિંગ પ્રોસેસ તેજ થાય છે.
ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગથી વધુ ફાયદાકારક
જ્યારે તમે ફાસ્ટિંગ ન કરતા હોવ તો તે દિવસોમાં હેલ્ધી અને પ્રોટીનયુક્ત આહાર લેવો ખુબ જરૂરી છે. જો તમે હાઈ કાર્બ ડાયેટ લેતા હોવ કે ફાસ્ટ ફૂડ ખાતા હોવ તો ફાસ્ટિંગ એટલું કારગર નહીં રહે. નિષ્ણાંતના મત મુજબ 5:2 ડાયેટ વજન ઘટાડવા માટે ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગથી પણ વધુ પ્રભાવી છે. જે દિવસોમાં તમે ખાઈ રહ્યા હોવ તે દિવસોમાં પણ તમે શું ખાતા હોવ તેના પર ધ્યાન આપવું ખુબ જરૂરી છે. ઉપવાસ દરમિાયન તમે કેલેરી ઓછી કરી અને બાકીના દિવસોમાં વધુ લઈ લીધી તો તમારા બોડીને કોઈ ફાયદો થશે નહીં. ઉપવાસ ન હોય તેવા દિવસોમાં અતિરેક ટાળવું જોઈએ.
આ રીતે કરો શરૂઆત
શરૂઆતમાં બની શકે કે તમને આટલા લાંબા ફાસ્ટિંગના કારણે ઊંઘ ન આવે, માથાનો દુખાવો થાય, પાચન યોગ્ય રીતે ન થાય. આથી તમે 5:2 ની જગ્યાએ તેને 4:3 કરીને શરૂ કરી શકો છો. પછી ધીરે ધીરે સમય વધારી લો. હકીકતમાં મોંક ફાસ્ટિંગ મેટાબોલિઝમને બુસ્ટ કરવામાં મદદગાર છે. તેનાથી તમે કેલેરીને ઓછા સમયમાં બાળી શકો છો. અનેક સ્ટડી દર્શાવે છે કે આ પ્રકારના ઉપવાસ કરવાથી શરીરમાં સોજા ઓછા થાય છે અને સાથે બ્લડ પ્રશર અને હાર્ટ રેટમાં પણ સુધારો થાય છે. એટલું જ નહીં બ્રેઈનની કાર્યક્ષમતામાં પણ આ ડાયેટ સુધારો કરે છે. આ ઉપરાંત ઉમર વધવાની સાથે થનારા હોર્મેોન્સના સ્તરને ઓછું કરવામાં પણ આ ડાયેટનું યોગદાન રહે છે.
Disclaimer: પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. આ લેખ તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યો છે. અમે તેને લખવા માટે ઘરેલુ નુસ્ખાઓ અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસપણે લો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube