Reduce Belly Fat: પેટની આસપાસ જો ચરબી વધવા લાગે તો તે ફિગરને ખરાબ કરવાની સાથે સ્વાસ્થ્યને પણ બગાડે છે. વજન આ રીતે વધે તો તેને કંટ્રોલ કરવું જરૂરી હોય છે. મોટાભાગે જેમની જીવનશૈલી બેઠાડું હોય અથવા તો કલાકો સુધી બેસીને કામ કરવાનું હોય તેમને પેટ અને કમરની ચરબી ઝડપથી વધે છે. જો પેટની ચરબી વધવાની શરૂઆત થાય ત્યારે જ તેને કંટ્રોલ કરી લેવામાં આવે તો સમસ્યા થતી નથી. પરંતુ જો એક વખત પેટની ચરબી વધી ગઈ તો તેને કંટ્રોલ કરવું મુશ્કેલ રહે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: White Hair: એકવારમાં સફેદ વાળને કાળા કરી દેશે ફટકડી, જાણો કેવી રીતે કરવો ઉપયોગ


પેટની વધેલી ચરબીને ઝડપથી ઉતારવી હોય તો ખાસ રૂટીન ફોલો કરવું જરૂરી છે. જો એમાં તમે આળસ કરો તો પેટની ચરબી ક્યારે ઘટશે નહીં. જો વધેલી પેટની ચરબીને તમારે પણ ઓગાળવી હોય તો આજે તમને બેસ્ટ રૂટિન પ્લાન જણાવીએ. આ રૂટીનને ફોલો કરશો તો 30 દિવસમાં અનુભવશો કે તમારા પેટની ચરબીમાં ઘટાડો થવા લાગ્યો છે. 


પેટની ચરબીને ઓગાળવી હોય તો ફક્ત ડાયટિંગ કે ફક્ત જીમમાં જવું પૂરતું નથી. પોતાના રૂટિનમાં કેટલાક ફેરફાર પણ ખૂબ જ જરૂરી છે. રૂટીનમાં કેટલીક ટિપ્સ ફોલો કરવાથી પણ પેટ અને કમરની ચરબીને દૂર કરી શકાય છે. આજે તમને આવી જ કેટલીક અસરકારક ટિપ્સ વિશે જણાવીએ. 


આ પણ વાંચો: વાળને કલર કરવા મહેંદી લગાડો તો આ ભુલ કરવાનું ટાળજો, નહીં તો વાળ થઈ જાશે ડેમેજ


દિવસની શરૂઆત  


વજન ઘટાડવું હોય તો સૌથી મહત્વની છે દિવસની શરૂઆત. દિવસની શરૂઆત હુંફાળું પાણી પીને જ કરવી જોઈએ. સવારે ખાલી પેટ હુંફાળું પાણી પીવાથી શરીરમાં જામેલી ચરબી ઝડપથી ઓગળે છે. સવારે હુંફાળું પાણી પીવાથી ગટ હેલ્થ પણ સુધરે છે.


નાસ્તો 


વજન ઘટાડવું હોય તેનો અર્થ એ નથી કે તમે ભૂખ્યા રહો. ખાસ કરીને સવારનો નાસ્તો ક્યારેય સ્કીપ ન કરો. સવારે નાસ્તામાં પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ. સવારે આવી વસ્તુઓ ખાવાથી પેટ કલાકો સુધી ભરેલું રહે છે અને તમે ઓવર ઈટિંગ કરતા નથી. 


આ પણ વાંચો: Turmeric: ચહેરા પર સોના જેવી ચમક જોઈતી હોય તો સ્કિન કેરમાં સામેલ કરો આ વસ્તુ


સલાડ 


જો તમારે ઝડપથી વજન ઘટાડવું હોય તો ડાયટને બેલેન્સ કરો. તેના માટે બપોરે અને રાત્રે જમ્યાની થોડી મિનિટો પહેલા સલાડ ખાવાનું રાખો. સલાડની વસ્તુઓથી શરીરને જરૂરી પોષક તત્વો મળશે અને પેટ પણ ભરાશે. ત્યાર પછી ભૂખ હોય એટલું જ ભોજન કરો. 


પલાળેલા ડ્રાયફ્રુટ 


ચરબી દૂર કરવી હોય તો સવારે પલાળેલા ડ્રાયફ્રુટ પણ ખાવા જોઈએ. જોકે ડ્રાયફ્રૂટને પણ એક લિમિટમાં ખાવા જોઈએ. જો તમે વધારે પ્રમાણમાં ડ્રાયફ્રુટ ખાવ છો તો ગટ હેલ્થ ખરાબ થાય છે. તેથી રોજ નિયત કરેલી માત્રામાં જ ડ્રાયફ્રુટ ખાવા. 


આ પણ વાંચો: Foods For Weight Loss: આ કાળી વસ્તુઓ પેટની ચરબીનો કરી શકે છે સફાયો


એક્સરસાઇઝ 


આ રૂટીન ફોલો કરવાની સાથે રોજ ઓછામાં ઓછી 30 મિનિટ એક્સરસાઇઝ કરવાનું રાખો. નિયમિત એક્સરસાઇઝ કરી શકાય તેવો સમય ન હોય તો આખા દિવસમાં વોક અથવા તો સાયકલિંગ પણ કરી શકો છો. 30 મિનિટની ફિઝિકલ એક્ટિવિટી ખૂબ જ જરૂરી છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)