Traditional Recipe: શિયાળાના પગરવ સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આ સમય એવો હોય છે જ્યારે દરેક ઘરમાં કેટલાક દેશી શાક બનવા લાગે છે. શિયાળા દરમિયાન મોટાભાગે દરેક ઘરમાં રીંગણનું ભડથું, ઊંધિયું, તુવેર ઠોઠા જેવા શાક બને છે. આવું જ એક દેશી શાક છે મધપુડો. મધપૂડો નામ આવતા મનમાં વિચાર આવે કે આ કોઈ મીઠી વસ્તુ હશે પરંતુ તમને જણાવી દઈએ કે મધપુડો કાઠીયાવાડની વિસરાતી વાનગી છે. આજના સમયમાં ખૂબ ઓછા લોકો શિયાળામાં મધપુડો બનાવતા હશે ઘણા લોકો એ તો આ નામ પણ પહેલી વાર સાંભળ્યું હશે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મધપુડો શિયાળામાં ભરપૂર પ્રમાણમાં ખવાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: નાની ઉંમરમાં હાર્ટ એટેકનું આ છે કારણ, લાઈફસ્ટાઈલમાં કરેલા એક ફેરફારથી બચી શકે છે જીવ


મધપુડો તીખું તમતમતું કાઠીયાવાડનું ટ્રેડિશનલ શાક છે. આ શાકમાં પણ શિયાળામાં મળતા શાકનો ઉપયોગ થાય છે. શિયાળામાં બનતી તીખી તમતમતી અને ચટાકેદાર આ વાનગી લીલી ડુંગળી, ગોળ-ઘી અને રોટલી સાથે ખાવાની મજા જ કંઈક ઓર હોય છે. જો તમે પણ આ શિયાળામાં મધપુડો ચાખવા માંગતા હોય તો ફટાફટ નોંધી લો તેની રીત.


મધપૂડો બનાવવાની સામગ્રી


આ પણ વાંચો: Health Tips: તન અને મનને તંદુરસ્ત રાખે છે આ 6 પોષકતત્વો, શિયાળામાં અચૂક કરો સેવન


ટમેટા - 4
બટેટા - 4
લીલું લસણ - 2 કપ 
લીલાં વટાણા - 1 કપ 
આદું મરચાંની પેસ્ટ - 2 ચમચી
2 ડુંગળીની પેસ્ટ
લીલી ડુંગળી - 1 કપ 
જીરૂ- 2 ચમચી
ધાણાજીરું - 1 ચમચી
સૂકાં લાલ મરચાં - 3 
તમાલપત્ર - 2 
તેલ - 4થી 5 ચમચા
ઝીણી સમારેલી કોથમીર
લીમડાના પાન - 8થી 10
ગરમ મસાલો - 1 ચમચી
કાશ્મીરી મરચું પાઉડર - 4 ચમચી
હળદર - જરૂર અનુસાર
મીઠું - સ્વાદ અનુસાર


મધપૂડો બનાવવાની રીત


આ પણ વાંચો: Weight Loss: ઘી વાળી કોફી પીને અભિનેત્રી ભૂમિ પેડનેકરે ઘટાડ્યું 35 કિલો વજન
 
સૌથી પહેલા બટેટા અને ટામેટાને ભઠ્ઠામાં અથવા ગેસ પર ધીમા તાપે બરાબર શેકી લેવા. બંને વસ્તુ ઠંડી થાય ત્યારબાદ બટેટાની છાલ ઉતારી હાથથી મસળી લો. એક બાઉલમાં શેકેલા ટમેટાને છાલ ઉતારી રાખો અને તેમાં લાલ મરચું પાઉડર, ધાણાજીરું અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બરાબર પેસ્ટ બનાવી લો.
 
હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરૂં, સૂકાં લાલ મરચાં, તમાલપત્ર ઉમેરી વઘાર કરો. તેમાં ડુંગળીની પેસ્ટ ઉમેરી બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો. ત્યારબાદ તેમાં આદું મરચાંની પેસ્ટ ઉમેરો. 2 મિનિટ સાંતળી તેમાં તૈયાર કરેલી ટમેટાની મસાલાવાળી પેસ્ટ ઉમેરો. તેમાં ગ્રેવીના ભાગના મસાલા અને મીઠું ઉમેરી થોડું પાણી નાખી ઢાંકણ ઢાંકી 2 મિનિટ સાંતળો. તેમાં લીલાં વટાણા ઉમેરી 5 મિનિટ ઢાંકીને પકાવો. ત્યારબાદ તેમાં મેશ કરેલા બટેટા ઉમેરો. 5થી 10 મિનિટ તેને પકાવી ગેસ બંધ કરો. 
 
આ પણ વાંચો: "અડીકડી વાવ ને નવઘણ કૂવો, જે ન જુએ એ જીવતો મુઓ.." નથી જોઈ આ જગ્યાઓ તો જીવતર એળે ગયું


મધપૂડાના વઘાર માટે એક કડાઈમાં ઘી લઈ તેમાં સૂકું લાલ મરચું, હિંગ અને લીલું લસણ ઉમેરો. 1 મિનિટ તેને સાંતળો પછી તૈયાર કરેલા વઘારને મધપુડા પર રેડી ગરમાગરમ સર્વ કરો.