ઘરે ફટાફટ બની જાય છે પીળી કેળાની વેફર, આ રીતે બનાવશો તો સ્વાદ પણ લાગશે બહાર જેવો જ
Yellow Banana Wafer: મોટાભાગે લોકો કેળાની ચિપ્સ બજારમાંથી તૈયાર લઈ લેતા હોય છે કારણ કે બજારમાં મળતી ચિપ્સ ટેસ્ટી અને ક્રિસ્પી હોય છે. પરંતુ આવી જ ચીપ્સ તમે ઘરે પણ સરળતાથી બનાવી શકો છો.
Yellow Banana Wafer: આજ સુધી તમે બટેટાની ચિપ્સ તો ઘણી વખત ઘરે બનાવી હશે પરંતુ શું તમે કાચા કેળાની ક્રિસ્પી ચિપ્સ ઘરે બનાવી છે ? મોટાભાગે લોકો કેળાની ચિપ્સ બજારમાંથી તૈયાર લઈ લેતા હોય છે કારણ કે બજારમાં મળતી ચિપ્સ ટેસ્ટી અને ક્રિસ્પી હોય છે. પરંતુ આવી જ ચીપ્સ તમે ઘરે પણ સરળતાથી બનાવી શકો છો. આજે તમને જણાવીએ કેળાની બજારમાં મળતી ચીપ્સ જેવી જ ચિપ્સ ઘરે કેવી રીતે તૈયાર કરવી.
આ પણ વાંચો:
Dal Makhani Recipe: આ રીતે બનાવશો દાલ મખની તો આંગળા ચાટતાં રહી જશે લોકો
ઘરે પણ બનાવી શકો છો બહાર જેવું જ માખણ, બસ બનાવો ત્યારે આ સ્ટેપ્સ કરવા ફોલો
ઘરે બેઠા જાણો તમારા ઘરે આવતું દૂધ અસલી છે કે નકલી, 1 મિનિટમાં પડી જશે ખબર
કેળાની ચિપ્સ બનાવવાની સામગ્રી
કાચા કેળા - 4
નાળિયેર તેલ
હળદર
લાલ મરચું
કેળાની ચિપ્સ બનાવવાની રીત
સૌથી પહેલા એક બાઉલમાં પાણી ભરી તેમાં મીઠું અને નમક ઉમેરો. હવે આ પાણીમાં કેળાની સ્લાઈસ બનાવી પલાળી દો. સ્લાઈસને પાંચ મિનિટ પાણીમાં પલળવા દો અને પછી પાણીમાંથી કાઢી તેને ચારણીમાં રાખો. ચિપ્સ માંથી બધું પાણી નીકળી જાય ત્યાં સુધી તેને સાઈડમાં રાખો. બીજી તરફ એક પેનમાં નાળિયેરનું તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થઈ જાય એટલે એક એક કરીને બધી જ ચિપ્સ તળવા મૂકો. કેળાની ચિપ્સ તળાઈ જાય એટલે તેને પેપર નેપકીન પર થોડી વાર રાખો જેથી એક્સ્ટ્રા તેલ નીકળી જાય. ચિપ્સ ઠંડી થઈ જાય એટલે તેના ઉપર નમક અને લાલ મરચું પાવડર છાંટી એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરો.