Dal Makhani Recipe: આ રીતે બનાવશો દાલ મખની તો આંગળા ચાટતાં રહી જશે લોકો

Dal Makhani Recipe: મોટાભાગની ગૃહિણીઓને લાગે છે કે તેને બનાવવામાં કલાકોનો સમય લાગે છે. પરંતુ આજે તમને દાલ મખની બનાવવીની એકદમ સરળ રીત જણાવીએ. આ રીતે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ દાલ મખની ઘરે ઝટપટ તૈયાર થઈ જશે.

Dal Makhani Recipe: આ રીતે બનાવશો દાલ મખની તો આંગળા ચાટતાં રહી જશે લોકો

Dal Makhani Recipe: દાલ મખની એવી વાનગી છે જેનું નામ આવતાં જ મોંમાં પાણી આવી જાય છે. ભારતની સૌથી પ્રખ્યાત વાનગીઓમાંથી એક દાલ મખની છે તેમ કહેવું ખોટું નહીં પડે. દાલ મખનીનો સ્વાદ દાઢે વળગી જાય તેવો હોય છે. મોટાભાગની ગૃહિણીઓને લાગે છે કે તેને બનાવવામાં કલાકોનો સમય લાગે છે. પરંતુ આજે તમને દાલ મખની બનાવવીની એકદમ સરળ રીત જણાવીએ. આ રીતે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ દાલ મખની ઘરે ઝટપટ તૈયાર થઈ જશે.

દાલ મખની માટેની સામગ્રી

અડદ  - 1 કપ
રાજમા - 1/4 કપ
ડુંગળી - 2 ઝીણી સમારેલી
ટામેટા - 3 ઝીણા સમારેલા
આદુ લસણની પેસ્ટ - દોઢ ચમચી
હળદર - 1/2 ચમચી
ગરમ મસાલો - 1/2 ચમચી
લાલ મરચું પાવડર - 1/2 ચમચી
જીરું પાવડર - 1/2 ચમચી
ધાણા પાવડર - 1 ચમચી
કસુરી મેથી - 2 ચમચી
ઘી - 2 ચમચી
ક્રીમ - 2 ચમચી
મીઠું - સ્વાદ મુજબ
કોથમીર - ગાર્નિશિંગ માટે

દાલ મખની બનાવવાની રીત

અડદ અને રાજમાને સારી રીતે ધોઈને પાણીમાં પલાળી બાફી લેવા. હવે એક મોટી કડાઈમાં ઘી ગરમ કરી તેમાં ડુંગળીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો. ત્યારબાદ તેમાં આદુ-લસણની પેસ્ટ, હળદર, લાલ મરચું પાવડર, જીરું પાવડર અને ધાણા પાવડર ઉમેરો. બધા મસાલાને સારી રીતે મિક્સ કરો. તેલ છુંટુ પડે પછી તેમાં ટમેટા ઉમેરીને બરાબર મિક્સ કરો. આ ગ્રેવીને ઢાંકીને થોડીવાર ધીમી આંચ પર પકાવો. 5 મિનિટ બાદ તેમાં બાફેલા અડદ અને રાજમા ઉમેરો. સાથે તેમાં કસૂરી મેથી ઉમેરી બરાબર મિક્સ કરી ધીમા તાપે અડધા કલાકથી વધુ ઢાંકીને પકાવો. દાળને વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. જો દાળ ઘટ્ટ થઈ જાય તો થોડું થોડું કરી ગરમ પાણી ઉમેરવું. ત્યારબાદ તેમાં મીઠું અને ક્રીમ ઉમેરી 5 મિનિટ ઉકાળો અને કોથમીર ઉમેરી સર્વ કરો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news