Yellow Teeth Home Remedies: પીળા પડેલા દાંતના કારણે લોકો ઘણીવાર ખુલીને હસી પણ શકતા નથી અને તેના કારણે તેમને શરમજનક સ્થિતિમાં મુકાવું પડે છે. ગંદા અને પીળા દાંત ચહેરાની સુંદરતા પણ બગાડે છે. આવી સ્થિતિમાં જો તમે પીળા દાંતને સફેદ ચમકદાર બનાવવાનું વિચારી રહ્યા છો તો આજે અમે તમને કેટલાક ઘરેલું ઉપાય જણાવીએ જેની મદદથી તમે તમારા દાંતને સફેદ મોતીની જેમ ચમકાવી શકો છો. આ ઉપાય અપનાવવાથી તમારા દાંત સ્વસ્થ અને મજબૂત બનશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દાંતની પીળાશ આ રીતે દૂર કરો


આ પણ વાંચો:


સુંદર અને બેદાગ ત્વચા માટે સૂતા પહેલા ચહેરા પર લગાવો આ 5 માંથી કોઈ એક વસ્તુ


ઘરમાં રહેલી આ વસ્તુઓથી ચહેરા પર આવશે ઈન્સ્ટન્ટ ગ્લો, નહીં લગાડવી પડે મોંઘી ક્રીમ


બપોરે જમ્યા પછી 15 મિનિટ સુવું જરૂરી, જાણો 15 મિનિટના આરામથી શરીરને થતા લાભ વિશે


સંતરા અને લીંબુની છાલ - જો તમે તમારા દાંતને મોતી જેવા સફેદ બનાવવા માંગો છો તો તમે સંતરા અને લીંબુની છાલનો ઉપયોગ કરી શકો છો. તેના ટુકડા દાંત પર ઘસવાથી પીળા દાંત સફેદ થઈ જાય છે. આ રીતે અઠવાડિયામાં 2-3 વાર આ ઉપાય કરશો તો થોડા જ દિવસોમાં તમને ફરક દેખાવા લાગશે.


લીમડાનું દાંતણ - લીમડાનું દાંતણ પણ પીળા દાંત માટે રામબાણ ઉપાય છે. દરરોજ લીમડાના દાંતણથી દાંત સાફ કરવાથી દાંત સ્વસ્થ, ચમકદાર રહે છે અને ચેપ લાગતો નથી. દાંત પર જામેલી પીળાશ દૂર કરવા માટે તમે રોજ લીમડાથી દાંત સાફ કરી શકો છો.


મીઠું અને સરસવું તેલ - સરસવના તેલમાં મીઠું મિક્સ કરીને દરરોજ દાંત પર લગાવો. તેનાથી દાંતની પીળાશ અને પાયોરિયાની સમસ્યા દૂર થશે.  


આ પણ વાંચો:


મોંઘી ટ્રીટમેન્ટ વિના એકદમ ફ્રીમાં સ્ટ્રેટ થશે વાળ, ફોલો કરો તમને અનુકૂળ આવે તે રીત


લીંબુ અને સરસવનું તેલ- એક ચમચી મીઠામાં સરસવનું તેલ અને લીંબુનો રસ મિક્સ કરીને પેસ્ટ બનાવો અને પછી તેને તમારા દાંત પર લગાવો અને બ્રશ કરો. દાંતની પીળાશ દૂર કરવા માટે આ ખૂબ જ અસરકારક ઉપાય છે. આ અઠવાડિયામાં 3-4 વખત કરો.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)