બપોરે જમ્યા પછી 15 મિનિટ સુવું સ્વાસ્થ્ય માટે જરૂરી, જાણો 15 મિનિટના આરામથી શરીરને થતા લાભ વિશે

Health Tips: બપોરે જમ્યા પછી દરેક વ્યક્તિને ઊંઘ આવવા લાગે છે. ઘણા લોકોને તો બપોરે જમ્યા પછી કલાકો સુધી ઊંઘવાની આદત હોય છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર બપોરે કલાકોની ઊંઘ કરવાને બદલે જો તમે 15 મિનિટ ઊંઘ કરો છો તો તેનાથી શરીરને જબરદસ્ત ફાયદા થાય છે.

બપોરે જમ્યા પછી 15 મિનિટ સુવું સ્વાસ્થ્ય માટે જરૂરી, જાણો 15 મિનિટના આરામથી શરીરને થતા લાભ વિશે

Health Tips: બપોરે જમ્યા પછી ઊંઘને લઈને લોકોના મનમાં અલગ અલગ મત હોય છે. કેટલાક લોકોનું માનવું હોય છે કે બપોરે જમ્યા પછી સૂવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. પરંતુ હકીકતમાં બપોરે જમ્યા પછી 15 મિનિટ માટે ઊંઘ કરવી શરીર માટે સ્વાસ્થ્યકારક છે. બપોરે જમ્યા પછી દરેક વ્યક્તિને ઊંઘ આવવા લાગે છે. આવું એટલા માટે થાય છે કે ભોજન કર્યા પછી શરીરમાં એવા હોર્મોન્સ વધે છે જે શરીરને સુસ્ત બનાવે છે. તેવામાં 15 મિનિટ આરામ કરી લેવાથી શરીર અને મન ફ્રેશ થઈ જાય છે. ઘણા લોકોને બપોરે જમ્યા પછી કલાકો સુધી ઊંઘવાની આદત હોય છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર બપોરે કલાકોની ઊંઘ કરવાને બદલે જો તમે 15 મિનિટ ઊંઘ કરો છો તો તેનાથી શરીરને જબરદસ્ત ફાયદા થાય છે.

બપોરે 15 મિનિટ ઊંઘ કરવાથી થતા ફાયદા

આ પણ વાંચો:

કંટ્રોલમાં રહેશે બ્લડ પ્રેશર

જમ્યા પછી 15 મિનિટ ઊંઘ કરવાથી બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં મદદ મળે છે. જમ્યા પછી 15 મિનિટ માટે આરામ કરવાથી મગજ અને હૃદય શાંત રહે છે. સાથે બ્લડ વેન્સને પણ આરામ મળે છે અને બીપી કંટ્રોલ કરવામાં મદદ રહે છે.

સ્ટ્રેસ ઘટે છે

જમ્યા પછી સુવાથી સ્ટ્રેસ ઓછો કરવામાં મદદ મળે છે. સવારની શરૂઆત સ્ટ્રેસથી થાય છે. બપોરે જમ્યા પછી જો તમે 15 મિનિટ આરામ કરો છો તો શરીર અને મગજનો સ્ટ્રેસ ઓછો થાય છે. બપોરે 15 મિનિટ ઊંઘ કરી લેવાથી ગુસ્સો પણ ઓછો થાય છે.

પ્રોડક્ટિવિટી વધે છે

બપોરે જમ્યા પછી 15 મિનિટની ઊંઘ વ્યક્તિની પ્રોડક્ટિવિટીમાં વધારો કરે છે. 15 મિનિટ માટે કરેલી ઊંઘ પણ મગજને રિસ્ટાર્ટ કરે છે અને તમે સારું અનુભવ કરો છો. ઊંઘ કર્યા પછી મગજ પણ સારી રીતે કામ કરે છે. સવારથી જે થાક લાગ્યો હોય છે તે પણ ઉતરી જાય છે તેના કારણે તમે સારી રીતે કામ કરી શકો છો.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news