મોંઘી ટ્રીટમેન્ટ વિના એકદમ ફ્રીમાં સ્ટ્રેટ થશે વાળ, ફોલો કરો તમને અનુકૂળ આવે તેવી આમાંથી કોઈ એક રીત

Hair Straightening Hacks: જો તમારે વાળને ટ્રીટમેન્ટ વિના જ સ્ટ્રેટ કરવા હોય અને સાથે જ શાઈની પણ બનાવવા હોય તો તમને હેર સ્ટ્રેટ કરવાની બે રીત વિશે જણાવીએ. આ બેમાંથી કોઈ એક રીતે ફોલો કરશો તો તમારા વાળ કોઈ પણ જાતના ખર્ચા કે ટ્રીટમેન્ટ વિના સ્ટ્રેટ થશે.

મોંઘી ટ્રીટમેન્ટ વિના એકદમ ફ્રીમાં સ્ટ્રેટ થશે વાળ, ફોલો કરો તમને અનુકૂળ આવે તેવી આમાંથી કોઈ એક રીત

Hair Straightening Hacks: આપણા વ્યક્તિત્વ અને સુંદરતામાં ચાર ચાંદ વાળના કારણે લાગે છે. સુંદર, કાળા, સિલ્કી અને સ્ટ્રેટ હેર વ્યક્તિત્વને આકર્ષક બનાવે છે. જેટલું ધ્યાન સ્કીન કેર પર આપવામાં આવે છે તેટલું જ ધ્યાન વાળની સંભાળ પર પણ આપવું જોઈએ. ખાસ કરીને આજના સમયમાં યુવતીઓમાં સ્ટ્રેટ હેરનું ચલણ ખૂબ જ વધારે છે. વાળ સ્ટ્રેટ હોય તો કોઈપણ પ્રકારની હેર સ્ટાઈલની પણ જરૂર પડતી નથી. ઘણી યુવતીના વાળ કુદરતી રીતે સ્ટ્રેટ હોય છે તો કેટલીક યુવતીઓને પાર્લરમાં જઈને તેના માટે ટ્રીટમેન્ટ કરાવવી પડે છે.

જોકે વાળને પાર્લરમાં જઈને સ્ટ્રેટ કરાવવા માટે હજારો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે અને સાથે જ સમય પણ બગડે છે. ઘણી વખત આવી ટ્રીટમેન્ટની આડઅસર પણ થાય છે. આવી સ્થિતિમાં જો તમારે વાળને ટ્રીટમેન્ટ વિના જ સ્ટ્રેટ કરવા હોય અને સાથે જ શાઈની પણ બનાવવા હોય તો તમને હેર સ્ટ્રેટ કરવાની બે રીત વિશે જણાવીએ. આ બેમાંથી કોઈ એક રીતે ફોલો કરશો તો તમારા વાળ કોઈ પણ જાતના ખર્ચા કે ટ્રીટમેન્ટ વિના સ્ટ્રેટ થશે.

આ પણ વાંચો:

નાળિયેરનું દૂધ

નાળિયેરના દૂધમાં એન્ટી ફંગલ અને એન્ટી બેકટેરિયલ ગુણ હોય છે. વાળની સ્ટ્રેટ કરવા માટે નાળિયેરના દૂધનો ઉપયોગ કરી શકાય છે. તેના માટે એક બાઉલમાં નાળિયેરનું દૂધ લઈ તેમાં ચાર ચમચી લીંબુનો રસ મિક્સ કરો. હવે આ મિશ્રણને ફ્રિજમાં એક કલાક સુધી રાખો. આ મિશ્રણ જ્યારે ક્રીમ જેવું ઘટ્ટ થઈ જાય તો તેને વાળમાં બરાબર રીતે લગાવો. 15 મિનિટ સુધી તેને રહેવા દો અને પછી માઈલ્ડ શેમ્પુથી વાળ ધોઇ લો. મહિનામાં બે વખત આ વસ્તુનો ઉપયોગ કરશો એટલે વાળ તમારા સ્ટ્રેટ થવા લાગશે.

ઓલિવ ઓઈલ અને ઈંડુ

આ હેર પેક બનાવવા માટે એક બાઉલમાં બે ઈંડા લઈ તેમાં પાંચ ચમચી ઓલિવ ઓઇલ મિક્સ કરો. બંને વસ્તુને સારી રીતે મિક્સ કરીને વાળના મૂળમાં અને વાળ ઉપર અપ્લાય કરો. લગાડ્યા પછી દાંતિયા વડે વાળને સીધા કરી લો. 10 થી 15 મિનિટ પછી ગરમ પાણીમાં ટુવાલ પલાળી અને તેને વાળ ઉપર બાંધી લો. 30 મિનિટ પછી વાળને શેમ્પુ કરો. પહેલી વખતથી જ તમને વાળમાં ફરક દેખાવા લાગશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news