ફૂલ નહિ તો ફૂલની પાંખડી આપો, પણ અમારા બાળકને જીવાડવા થોડી મદદ કરો... લાચાર માતાપિતાની અપીલ

Sun, 14 Mar 2021-3:07 pm,

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાનો ત્રણ મહિનાનો ધૈર્યરાજ (Dhairyaraj ) ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે. ધૈર્યરાજ સિંહ રાઠોડ નામના ત્રણ મહિનાના બાળકને SMA -1 નામની બીમારી છે. એસ.એમ. એ -1 આ બીમારી એક પ્રકારની સ્નાયુની છે. જેથી બાળક ઉભુ થઈ શક્તુ નથી. તે બીમારી માટે નું ઇન્જેક્શન ભારતમાં અવેલેબલ નથી. ત્યારે વિદેશમાંથી ઇન્જેક્શન મંગાવવું પડે તેમ છે. જે માટે રાઠોડ પરિવારને 22 કરોડ રૂપિયા જેટલી રકમની જરૂર છે. ધૈર્યરાજના માતા-પિતા સામાન્ય પરિવારમાંથી આવી છે. જેથી પુત્રની આટલી મોંઘી સારવાર તેમનાથી શક્ય નથી. જેથી સરકાર ધૈર્યરાજની સારવાર માટે મદદ કરે તેવી અપીલ માતા-પિતા દ્વારા કરવામાં આવી છે. તો બીજી તરફ, આ સમાચાર ચર્ચામાં આવતા ધૈર્યરાજ માટે લોકો દિલ ખોલીને દાન આપી રહ્યા છે.

આ પણ વાંચો : જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલ બાળક ધૈર્યરાજ માટે ગુજરાતના ખૂણેખૂણેથી મદદ આવી

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કાનેસર ગામના એક મધ્યમવર્ગી કુટુંબમાં એક બાળકનો જન્મ થતા માતા-પિતા તેમજ કુટુંબીજનોમાં એક આનંદ પ્રસર્યો હતો. માતા-પિતાને કે જન્મેલ બાળકને ક્યાં ખબર હતી કે તે એક ગંભીર બીમારી સાથે જન્મ્યો છે. ત્યારે કુદરતની મરજી આગળ માણસ લાચાર છે એવું કહેવાય છે. ત્યારે કુટુંબીજનો આ બાળકની મોટી હોસ્પિટલમાં ચકાસણી કરવાતા માલૂમ પડ્યું કે, આ બાળકે એક ગંભીર બીમારી સાથે જન્મ લીધો છે. જેનું નામ છે એસ.એમ.એ-૧ (SMA-1) એટલે (Spinal Muscular Atrophy Fact Sheet) તરીકે ઓળખવામાં આવે છે. જેને ગુજરાતીમાં કરોડરજ્જુની સ્નાયુબદ્ધ એટ્રોફી ફેકટશીટ કહેવામાં આવે છે. જે રંગસૂત્ર- 5 ની નાળીમાં ખામીને કારણે થાય છે. આ જનીન સર્વાંઈકલમાં પ્રોટીન ઉત્પન કરે છે, જે માણસના શરીરમાં ન્યુરોન્સનું પ્રમાણ જાળવી રાખે છે, જ્યારે આવી ખામી ધરાવતા બાળકોમાં આ સ્તર યોગ્ય રીતે જળવાતું નથી. જેના લીધે ન્યુરોન્સનું સ્તર અપૂરતું હોવાના લીધે કરોડરજ્જુમાં નબળાઈ અને બગાડ પેદા થાય છે. તેમજ શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે. જે નુકસાન તરફ દોરી જાય છે. માતા-પિતાના વારસામાં આવેલ રોગ છે, જે જનીનો ખામી દર્શાવે છે ત્યારે આ રોગની સારવાર ખૂબ મોંઘી છે. તેના માટેના ઈન્જેક્શન રૂપિયા 16 કરોડમાં યુ.એસથી માંગવું પડે છે. પરંતુ તેના પર લાગતા ટેક્સ સાથે તેની કિંમત 22 કરોડ રૂપિયા થાય છે. જેની માન્યતા ડિસેમ્બર 2016 માં યુ.એસ ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન (સ્પિનરાઝા) ને આપી છે. જે કરોડરજ્જુની આજુબાજુ પ્રવાહીમાં ઇન્જેક્શન દ્વારા સંચાલિત થાય છે. તે પ્રોટીનનું ઉત્પાદન વધારવા માટે કરવામાં આવે છે. જેના લીધે માંસપેશીઓની હિલચાલ અને કાર્ય કરવાની શક્તિમાં પણ સુધારો કરે છે. 

આ પણ વાંચો : જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલ બાળક ધૈર્યરાજ માટે ગુજરાતના ખૂણેખૂણેથી મદદ આવી

લુણાવાડા તાલુકાના ખાનપુરના રહેવાસી એવા રાજદીપસિંહ સુરેન્દ્રસિંહને ડોકટરોએ કહી દીધું કે, બાળકના ઈલાજ માટે તમારી પાસે માત્ર 1 વર્ષ છે. પરંતુ લાચાર માતાપિતા પાસે રૂપિયા નથી. જેના માટે બાળકના પિતાએ 16 કરોડ રૂપિયા જેવી માતબર રકમ ભેગી કરવાનો સમય આવ્યો છે. તેથી તેઓ લોકો પાસે મદદનો હાથ લંબાવ્યો છે. બાળક ધૈર્યરાજનું નામ ઈમ્પેક્ટ ગુરુ નામના એનજીઓમાં પોતાનું ખાતું ખોલાવી તે ખાતામાં ડોનેશન ભેગું કરવાની નેમ ઉઠાવી છે. ત્યારે તેઓએ આ રકમ ભેગી કરવા સોશિયલ મીડિયાના માધ્યમથી મહીસાગર જિલ્લા અને ગુજરાત રાજ્યના તમામ ભામાશા પાસે પ્રાર્થના કરી છે. ત્યારે ગુજરાતની તમામ જનતા પાસે ફુલ નહી તો ફુલની પાંખડી આપવા માટે આજીજી કરી છે. ત્યારે મહીસાગર જિલ્લામાંથી કેટલીય સંસ્થાઓ આ માટે ડોનેશન આપવા લાગી છે. 

આ પણ વાંચો : જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલ બાળક ધૈર્યરાજ માટે ગુજરાતના ખૂણેખૂણેથી મદદ આવી

રકમ ખૂબ મોટી હોવાથી વધુ ને વધુ મદદ મળી રહે તેવી રાજદીપસિંહ રાઠોડ આશા સેવી રહ્યા છે અને અહવાન કરી રહ્યાં છે. જો સમય મર્યાદામાં આ રકમ ન આવે તો ઈમ્પેક્ટ ગુરુ નામના એનજીઓ આવેલી રકમ કોઈ બીજા બાળક માટે ફાળવી દેવામાં આવશે તેવુ પિતાએ જણાવ્યું. જોકે, અત્યાર સુધી 6 કરોડ તેમના ખાતામાં આવી ગયા છે. 

આ પણ વાંચો : જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલ બાળક ધૈર્યરાજ માટે ગુજરાતના ખૂણેખૂણેથી મદદ આવી

તો બીજી તરફ, ગુજરાતના ખૂણેખૂણેથી ધૈર્યરાજની મદદ માટે લોકો આગળ આવી રહ્યાં છે. નાનામા નાની દુકાનના સંચાલકો પણ ધૈર્યરાજને મદદ કરી રહ્યાં છે. તો આવામાં જૂની ભરૂચના યુવાનો દ્વારા 4 મહિનાના બાળક ધૈર્યરાજસિંહ રાઠોડની સારવાર માટે દાન એકત્ર કરાયું છે. 22 કરોડની માતબર રકમમાં ભરૂચના યુવાનો પણ ભરૂચવાસીઓ તરફથી સારવાર માટેનો ખર્ચ આપશે. જુના ભરૂચના 50 થી વધુ યુવાનોએ શહેરના પાંચબત્તી સર્કલ પર ઉભા રહી ધૈર્યરાજ માટે દાનની અપીલ કરી છે. 

આ પણ વાંચો : જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલ બાળક ધૈર્યરાજ માટે ગુજરાતના ખૂણેખૂણેથી મદદ આવી

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link