મોરબીમાં ઝુલતો બ્રિજ તૂટ્યો અને નીચે થયો લાશોનો ઢગલો, જુઓ દુર્ઘટનાની તસવીરો

Sun, 30 Oct 2022-9:45 pm,

મોરબી માટે આજનો દિવસ ફરી ગોઝારો બની ગયો છે. 43 વર્ષ બાદ આજે ફરી એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. આજે બનેલી ઘટનામાં પુલ તૂટી જતા અનેક લોકો મચ્છુ નદીમાં પટકાયા હતા. જેમાં 6 વ0થી વધુ લોકો આ કરૂણાંતિકામાં મોતને ભેટ્યા હોવાની માહિતી મળી રહી છે, હજું મૃત્યુંઆંક વધી શકે છે. બીજી બાજુ નદીમાં ખાબકેલા લોકોનું રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી છે. 500થી વધુ લોકો આ દુર્ઘટનામાં નદીમાં પટકાયા છે. 

હાલ દરેકના મનમાં એક સવાલ ઉભો થાય છે કે મોરબીમાં ઝુલતો પુલ કેવી રીતે તૂટ્યો? આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, હાલ દિવાળીનો તહેવાર અને રવિવારની રજાઓ હોવાથી અનેક લોકો રજાઓ માણવા અહીં આવ્યા હતા. આ બ્રિજ પર આજે આશરે 500થી વધુ લોકો સવાર હતા. ત્યારે બ્રિજ પર કેપેસિટી કરતા વધારે લોકો ભેગા થવાથી આ દુર્ઘટના સર્જાઈ હોય એમ લાગે છે. એક ગણતરી પ્રમાણે એક વ્યક્તિનું સરેરાશ 60 કિલો વજન ધ્યાનમાં રાખીએ તો બ્રિજ પર જે-તે સમયે 30 હજાર કિલો એટલે કે 30 ટનથી વધુ વજન હોવાનું અનુમાન લગાવી શકાય છે. પરંતુ વાસ્તાવિકતામાં બ્રિદ મહત્તમ 100 લોકોનું વજન ઝીલી શકે એટલી કેપેસિટી હોવાનું સરકારના જાણકાર અધિકારીઓ જણાવી રહ્યા છે. જેના કારણે બ્રિજ પર કેપિસિટી કરતા વધારે વજન થતાં બ્રિજના કટકા થઈ ગયા હતા.  

મોરબી પાલિકાના ચીફ ઓફિસર સાથે ઝી 24 કલાકે વાત કરી હતી. ત્યારે નગર પાલિકાના ચીફ ઓફિસ સંદિપસિંહ ઝાલાનો મોટો ઘટસ્ફોટ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, અમને જાણ કર્યા વગર પુલ ખુલ્લો મુકી દેવાયો હતો. ફિટનેસ સર્ટિફિકેટ વગર જ પુલ શરૂ કરી દીધો હતો. મંજૂરી વગર જ દિવાળીના તહેવારોમાં પુલ શરૂ કરી દીધો હતો. આ બ્રિજનું મેઈન્ટેનન્સ કરી અને લોકોના મનોરંજન માટે ખૂલ્લો મૂકવામાં આવ્યો હતો. આ બ્રિજ જૂની ડિઝાઈનનો હતો

મોરબીનો ઝુલતો પુલ તૂટવાની દુર્ઘટનામાં બીજા સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અલગ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. રાજકોટમાં 10થી વધારે ડોક્ટરોને સ્ટેન્ડ બાયનો આદેશ અપાયો છે. રાજકોટનું જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. પોલીસ જવાનો અને રેવન્યૂ સ્ટાફને પણ મોરબી જવાનો આદેશ અપાયો છે.

કચ્છથી અને રાજકોટથી તરવૈયા અને રાજકોટથી 7 ફાયર બ્રિગેડની અને 1 SDRFની ટીમો રવાના થઇ છે. જ્યારે ગાંધીનગરથી બે NDRFની ટીમ રવાના કરાઇ છે. કંન્ટ્રોલરૂમ અને હેલ્પ લાઇન નંબર 02822 243300 જાહેર કરવામાં આવ્યો​​​​​ છે.

આજે મોરબીમાં ઝૂલતો પુલ પડવાથી દુઃખદ ઘટના બની છે. પુલ તૂટ્યો ત્યારે 150 જેટલા લોકો પુલ પર હતા. આજે સાંજે 6-30 વાગ્યે પુલ તૂટ્યો ત્યારે તાત્કાલિક તંત્ર કામે લાગ્યું હતું. મુખ્યમંત્રી સતત જિલ્લા વહીવટી તંત્રના સંપર્કમાં હતા. બચાવ કામગીરી ઝડપથી કરવા મુદ્દે વડાપ્રધાને મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી. તાત્કાલિક NDRF ની ટિમ મદદરૂપ થાય તે માટે તાત્કાલિક સહાય પહોંચાડવાનું શરૂ કરાયું છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળે તે સરકારની પ્રાથમિકતા છે. આસપાસની તમામ હોસ્પિટલમાં તબીબોની રજાઓ રદ કરી દેવાના નિર્દેશ આપી દેવાયા છે. 

પીએમ મોદી હાલ ગુજરાત પ્રવાસે છે. ત્યારે મોરબી ખાતે થયેલ દુર્ઘટનામાં પીએમ મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, મોરબી ખાતે થયેલ દુર્ઘટનાથી અત્યંત દુ:ખી છું. આ અંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp તથા અન્ય અધિકારીઓ સાથે વાત કરી. રાહત અને બચાવ કામગીરી પુરઝડપે ચાલી રહી છે તથા અસરગ્રસ્તોને તમામ આવશ્યક સહાય પૂરી પાડવામાં આવી રહી છે.

મોરબીમાં ઝુલતો પુલ તૂટતા રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનાથી અત્યંત વ્યથિત છું. તંત્ર દ્વારા રાહત અને બચાવની કામગીરી ચાલુ છે. ઇજાગ્રસ્તોને સત્વરે સારવારની વ્યવસ્થા માટે તંત્રને સૂચના આપી છે. આ સંદર્ભે જિલ્લાતંત્ર સાથે સતત સંપર્કમાં છું.

રાજવી પરિવારે બનાવ્યો હતો આ પુલ મોરબીના રાજવી પરિવાર દ્વારા ઝુલતો પુલ મચ્છુ નદી ઉપર બનાવવામાં આવ્યો હતો. જે સરકાર અને પાલિકા પાસેથી નિભાવ ખર્ચ સહિતની જવાબદારી સાથે ઓરેવા ટ્રસ્ટને આપવામાં આવેલ છે અને આ પુલ જર્જરીત હતો. માટે ઝૂલતો પુલ સાત મહિનાથી રિપેરીંગ માટે બંધ હતો. જો કે, બે કરોડના ખર્ચે પુલનું રીનોવેશન કાર્ય પૂર્ણ થતાં નુતનવર્ષ એટલે કે બેસતાવર્ષના દિવસે તેને લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે તેવી જાહેરાત ઓરેવા કંપનીના એમડી જયસુખભાઈ પટેલે કરી હતી. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link