મધ્યથી ઉત્તર ગુજરાત સુધી ચારેતરફ વરસાદ જ વરસાદ, આગામી 24 કલાક ભારે

Mon, 24 Jun 2024-10:50 am,

ગુજરાતમાં આખરે મેઘ મહેર થઈ છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ આવી રહ્યો છે. સાથે જ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ આવી રહ્યો છે. અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ જિલ્લામાં રવિવારે સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો. ધોધમાર વરસાદ આવતા લોકોને ગરમીથી રાહત મળી છે. સાથે ખેડૂતોને એક આશા બંધાય છે કે વરૂણદેવ મહેરબાની કરી રહ્યા છે, જેથી પાક સારો થશે. તો આ તરફ દક્ષિણ ગુજરાતના સુરત અને ભરૂચ સહિતના વિસ્તારોમાં સતત વરસાદ આવી રહ્યો છે. વર્ષાઋતુના આગમનની છડી પોકારાઈ જતા લોકોને ગરમીથી રાહત મળશે તેવી રાહ છે.  

રાજ્યમાં વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાોં વરસાદી માહોલ છવાયો છે. સવારે 2 કલાકમાં જ 55 તાલુકામાં વરસાદ વરસ્યો છે. રાજ્યના 4 તાલુકામાં બે કલાકમાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. છોટાઉદેપુરના સંખેડામાં 1.5 ઈંચ વરસાદ નોંધાયો છે. પંચમહાલના હોલાલ, વડોદરાના કરજણમાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. સાબરકાંઠાના ખેડબ્રહ્મા, પંચમહાલના જાંબુઘોડામાં 1 ઈંચ વરસાદ આવ્યો. વડોદરાના ડભોઈ, ભરૂચના નેત્રંગમાં પણ 1 ઈંચ વરસાદ નોંધાયો. તો નર્મદાના નાંદોદ, તિલકવાડામાં વરસાદ વરસ્યો. સુરત, ભરૂચ, તાપી, ડાંગમાં પણ વરસાદી માહોલ છવાયો છે. જામનગર, સુરેન્દ્રનગર, ભાવનગરમાં પણ વરસાદ વરસ્યો છે. 

દ્વારકા જિલ્લામાં થોડા કલાકોના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે. દ્વારકા જિલ્લાના ભાણવડ શહેર તેમજ પંથકના ગ્રામ્ય વિસ્તાર માં ધીમીધારે ફરી વરસાદ શરૂ થયો છે. ભાણવડ શહેર સહિત તાલુકાના કટકોલા, ફતેપુર, રાણા, રોજીવડા, સહિતના ગામોમાં મન મૂકીને મેઘરાજા વરસી રહ્યા છે. સતત વરસી રહેલા મેઘરાજા આગમનથી ધરતીપુત્રોમાં ખુશી છવાઈ છે. 

ડભોઈમાં એક ઇંચ વરસાદમાં જ પાલિકાની પ્રમોશન કામગીરીની પોલ ખુલી છે. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. વરસાદી કાંસમાં જ પાણી ભરાતા ગંદકી ફેલાઈ છે. સ્થાનિક લોકોને અવર-જવર કરવામાં સમસ્યા થઈ રહી છે. વહેલી સવારથી જ વીજળીના કડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. રેલ્વે અંડર બ્રીજોમાં પણ વરસાદી પાણી ભરાયા છે. 

રાજકોટમાં વગડ ચોકડીમાં ઢીંચણ સમા પાણી ભરાયા છે. એક ઇંચ વરસાદ રાજકોટને પાણી પાણી કરી નાખ્યું. ગઈકાલે અને વહેલી સવારે પડેલા વરસાદમાં ઢીંચણ સમા પાણી ભરાયા છે. વગડ ચોકડી વાહન ચાલકો ગોઠણ ડૂબ પાણીમાં વાહનો ચલાવવા મજબૂર બન્યા  

છોટાઉદેપુરમાં પડે ભારે વરસાદને પગલે અશ્વિન અને રામી નદીમાં નવા નીર આવ્યા. છોટાઉદેપુર અને ઉપર સહિત ઉપરવાસમાં પડે વરસાદને પગલે અશ્વિન અને રામી નદીમાં નવા નીર આવ્યા છે. કવાંટ ખાતેથી પસાર થતી નદીમાં નવા નીર આવતા લોકોમાં ખુશી જોવા મળી છે. 

રાજકોટમાં વરસાદ આવતા લોકોની મુશ્કેલી વધી છે. રાજકોટમાં બે જગ્યાએ સ્કૂલ બસ ફસાઈ જવાના બનાવ બન્યા હતા. દોશી હૉસ્પિટલ પાસે સ્કૂલ બસ ખાડામાં ફસાઈ હતી. તો મહુડી વિસ્તારમાં રોડ પર ખાડો પડતા સ્કૂલ બસ ફસાઈ હતી. વિદ્યાર્થીઓને લેવા જતી સ્કૂલ બસ ફસાતા મુશ્કેલી સર્જાઈ હતી. વરસાદના કારણે પાણી ભરાઈ ગયા અને સાથે જ ખાડા પડતા બસ ફસાવાની ઘટના સામે આવી છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link