મુસાફરો માટે મહત્વના સમાચાર: અમદાવાદ-કેવડિયા જન શતાબ્દી સ્પેશ્યલ અને તેજસ ટ્રેન રદ
પશ્ચિમ રેલ્વે દ્વારા અમદાવાદ અને કેવડિયા વચ્ચે સંચાલિત ટ્રેન નંબર 09249 અમદાવાદ - કેવડિયા જનશતાબ્દી સ્પેશ્યલ તથા ટ્રેન નંબર 09248 કેવડિયા - અમદાવાદ જનશતાબ્દી સ્પેશ્યલ મુસાફરોની સંખ્યામાં ઘટાડો થવાને કારણે પ્રતિ સોમવારે આગળની સૂચના સુધી રદ રહેશે.
કોરાના વાયરસ (કોવિડ -19) ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને, આઈઆરસીટીસી દ્વારા સંચાલિત ટ્રેન નંબર 82902/82901 અમદાવાદ-મુંબઇ સેન્ટ્રલ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ 02 એપ્રિલ 2021 થી એક મહિના માટે રદ રહેશે.
આ તરફ ટ્રેન નંબર 02484 ગાંધીધામ - જોધપુર સુપરફાસ્ટ સ્પેશ્યલ 11 એપ્રિલ 2021 થી આગળની સૂચના સુધી પ્રતિ મંગળવાર, ગુરુવાર અને રવિવારે ગાંધીધામથી રાત્રે 22:00 વાગ્યે ચાલીને બીજા દિવસે સવારે 06:45 વાગ્યે જોધપુર પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 02483 જોધપુર - ગાંધીધામ સ્પેશ્યલ 10 એપ્રિલ 2021 થી આગળની સૂચના સુધી પ્રતિ સોમવાર, બુધવાર અને શનિવારે જોધપુરથી 21:10 વાગ્યે ચાલીને બીજા દિવસે 06:05 વાગ્યે ગાંધીધામ પહોંચશે. માર્ગમાં બંને દિશામાં આ ટ્રેન સામાખ્યાલી, રાધનપુર, ભીલડી, મારવાડ ભીનમાલ અને જાલૌર સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં થર્ડ એસી, સ્લીપર અને જનરલ ક્લાસ રિઝર્વ કોચ રહેશે.
ટ્રેન નંબર 04820 સાબરમતી - ભગત કી કોઠી સ્પેશ્યલ 11 એપ્રિલ 2021 થી આગળની સૂચના સુધી પ્રતિદિન સાબરમતીથી 07:45 વાગ્યે ચાલીને તે જ દિવસે 16:20 વાગ્યે ભગત કી કોઠી પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર 04819 ભગત કી કોઠી - સાબરમતી સ્પેશ્યલ 10 એપ્રિલ 2021 થી આગળની સૂચના સુધી પ્રતિદિન 11:25 વાગ્યે ચાલીને તે જ દિવસે 20:00 વાગ્યે સાબરમતી પહોંચશે. માર્ગમાં બંને દિશામાં આ ટ્રેન મહેસાણા, પાટણ, ભીલડી, ધનેરા, રાનીવાડા, મારવાડ ભીનમાલ, મોદરન, જાલૌર, મોકલસર, સમદડી, ડુંડારા અને લુણી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ ક્લાસ રિઝર્વ કોચ રહેશે.
ટ્રેન નંબર 04804 સાબરમતી - ભગત કી કોઠી સુપરફાસ્ટ સ્પેશ્યલ 10 એપ્રિલ 2021 થી આગળની સૂચના સુધી પ્રતિદિન સાબરમતીથી 21:50 વાગ્યે ચાલીને બીજા દિવસે સવારે 06:00 વાગ્યે ભગત કી કોઠી પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 04803 ભગત કી કોઠી-સાબરમતી સ્પેશ્યલ 10 એપ્રિલ 2021 થી આગળની સૂચના સુધી પ્રતિદિન ભગત કી કોઠી થી 21:30 વાગ્યે ચાલીને બીજા દિવસે સવારે 05:30 વાગ્યે સાબરમતી પહોંચશે. માર્ગમાં બંને દિશામાં આ ટ્રેન મહેસાણા, પાટણ, ભીલડી, ધનેરા, રાનીવાડા, મારવાડ ભીનમાલ, મોદરન, જાલૌર, મોકલસર, સમદડી અને લુણી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ ક્લાસ રિઝર્વ કોચ રહેશે.
ટ્રેન નંબર 04804, 04820 અને 02484 નું બુકિંગ 6 એપ્રિલ 2021 થી નિયુક્ત પીઆરએસ કાઉન્ટર્સ અને આઈઆરસીટીસી વેબસાઇટ પર ખુલશે. મુસાફરો ટ્રેન સંચાલન, આવર્તન અને ઓપરેટિંગ દિવસો તથા સ્ટોપજ પર વિસ્તૃત માહિતી માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.