અંબાલાલ પટેલ પહેલીવાર ખોટા પડ્યા! પણ વરસાદની આ આગાહી સાચી ઠરી તો ગુજરાતના નીકળી જશે છોતરાં!
બિપોરજોય વાવાઝોડાને કારણે આ વર્ષે ચોમાસાની પેટર્નમાં બદલાવ જોવા મળ્યો હતો. અરબ સાગરમાં ઉઠેલા તોફાનને કારણે કેરળમાં ચોમાસું મોડું બેઠું હતું. ન માત્ર કેરળ, પરંતુ વરસાદ વચ્ચે વાવાઝોડું વિધ્ન બનતા આખા દેશમાં ચોમાસા પર અસર પડી છે. એવું હતું કે, ચોમાસાની એન્ટ્રી હવે થઈ જશે. આવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, જખૌ પોર્ટ પર લેન્ડફોલ થયેલા વાવાઝોડાનો ગુજરાતમાં પ્રકોપ આગામી 18 જૂન સુધી રહેશે. દેશના અન્ય રાજ્યોમાં આ વાવાઝોડાની અસર 21 જૂન સુધી રહેશે. 21 જૂન બાદ વિધિવત રીતે ચોમાસું બેસી જશે.
આગાણી જૂલાઈ મહિના સુધી વરસાદ ચોમાસા પેટર્ન મુજબ જ થશે. તેમણે રાહતની આગાહી કરતા જણાવ્યું કે, આ વર્ષે ચોમાસામાં પૂરતો વરસાદ થવાની જ સંભાવના છે. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત પરથી વાવાઝોડાની ઘાત ટળી ગઈ છે. પરંતુ હજી પણ તેની અસર રૂપે વિવિધ ભાગોમાં વરસાદ છે. વાવાઝોડાની અસર દેશના અનેક રાજ્યોમાં જોવા મળશે. પરંતુ ત્યાર બાદ ચોમાસાનો માર્ગ ક્લિયર બનશે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, જખૌ પોર્ટ પર લેન્ડફોલ થયેલા વાવાઝોડાનો ગુજરાતમાં પ્રકોપ આગામી 18 જૂન સુધી રહેશે. દેશના અન્ય રાજ્યોમાં આ વાવાઝોડાની અસર 21 જૂન સુધી રહેશે. 21 જૂન બાદ વિધિવત રીતે ચોમાસું બેસી જશે. રાજ્યમાં 26 જૂન બાદ ચોમાસું સક્રિય થવાની સંભાવના છે.
વાવણી લાયક વરસાદ થતાં ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ધરતીપુત્રોએ અખા ત્રીજનું મુહુર્ત તો સાચવી લીધું છે. જો કે હવે પછીના પાંચથી દશ દિવસ ખેડૂતોએ વરસાદની રાહ જોવી પડશે. કેરળથી પાપા પગલી માંડતું ચોમાસુ હજુ ગુજરાત સુધી પહોંચવામાં સમય લગાડશે. હવામાન ખાતાએ આગાહી કરી છે કે ગુજરાતના લોકોએ ચોમાસાની રાહ જોવી પડશે. આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે, ત્યારબાદ મેઘરાજા ગુજરાતમાં વિધિવત રીતે ધામા નાખશે.
આગાહીકાર અંબાલાલ પટેલના જણાવ્યાં મુજબ તારીખ 28-29-30 ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે જળબંબાકારની સ્થિતિ સર્જશે. મહેસાણા, અમદાવાદ, વડોદરા માટે ભારે વરસાદની આગાહી કરાઈ છે. નર્મદા બે કાંઠે વહેશે. અંબાલાલ પટેલના જણાવ્યાં મુજબ અરબસાગર અને બંગાળની ખાડીમાં ભેજના કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અત્રે જણાવવાનું કે આ અગાઉ હવામાન ખાતાએ પણ જણાવ્યું છે કે પાંચ દિવસ બાદ ગુજરાતમાં મેઘરાજા ભુક્કા બોલાવશે.
હવામાન ખાતા દ્વારા દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. તારીખ 25 અને 26 જૂને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. મધ્ય ગુજરાતના નર્મદા, છોટા ઉદેપુર, અને વડોદરામાં રવિવારે તેમજ ભરૂચ, વડોદરા, અને સુરતમાં સોમવારે ભારે વરસાદની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. આ સિવાય અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં રવિવારથી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ શરૂ થવાના પણ સંકેત અપાયા છે.