આ જિલ્લાઓ પર છે સૌથી મોટું સંકટ! ગુજરાતમાં ફરી એકવાર ભુક્કા બોલાવે તેવા વરસાદની આગાહી

Sun, 23 Jul 2023-4:00 pm,

અંબાલાલ પટેલે કહ્યું કે, 22 થી 24 જુલાઈ દરમિયાન ગુજરાતમાં વરસાદ કહેર મચાવશે. મધ્ય ગુજરાતમાં પણ વરસાદનું જોર વધશે. સાથે જ પૂર્વ ગુજરાતમાં વરસાદી માહોલ જામશે. તેમણે જણાવ્યું કે, અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા છે. ભારે વરસાદના કારણે નદીઓમાં પણ પૂરની સંભાવના છે. 

કચ્છના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમ, તાપી નદીની જળ સપાટીમાં વધારો થશે. આ ઉપરાંત સાબરમતી નદી બે કાંઠે થશે. આ સિવાય મહેસાણા, પાલનપુર, ડીસા, થરાદ અને સાબરકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદ પડશે. 

ઓગસ્ટ મહિનાને લઈને પણ અંબાલાલ પટેલે એક આગાહી કરી છે. ઓગસ્ટ મહિનામાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. ભૂમધ્ય સાગરના 3 સ્ટ્રોમ બની રહ્યા છે. ઓગસ્ટ મહિનામાં ભારે પવન સાથે દરિયામાં હલચલ વધશે. અંબાલાલ પટેલે કહ્યું કે, 27, 28 અને 29 જુલાઈના રોજ પણ ભારેથી અતિભારે વરસાદ પડશે. 

હિન્દ મહાસાગરના હવામાન સાનુકૂળ હોવાથી સારો વરસાદ રહેશે. 2, 3 અને 4 ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ રહેશે. 8થી 12 ઓગસ્ટ દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાતમાં , સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે.

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ગુજરાતમાં અતિવૃષ્ટિ થવાની શક્યતા છે. ઓગસ્ટ મહિનામાં ગુજરાત પાણીથી તરબોળ થશે. સાથે જ આંબાલાલ પટેલે કહ્યું છે કે, 22 જુલાઈ બાદ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ફરી એકવાર મેઘરાજાની તોફાની બેટિંગ આફત રૂપ બની શકે છે. તો હવામાન વિભાગે પણ રાજ્યમાં આગામી 7 દિવસ સુધીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link