ગુજરાતના આ શહેરમાં આભ ફાટ્યું, પડ્યો 10 ઈંચ વરસાદ, ત્રણ સિસ્ટમ સક્રીય થતાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

Tue, 10 Sep 2024-7:33 pm,

સપ્ટેમ્બર મહિનામાં પણ ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. તો હવામાન વિભાગ દ્વારા પણ આગામી દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં ઓફ શેર ટ્રફ, સાયકલોનિક સર્ક્યુલેશન સહિત ત્રણ સિસ્ટમ સક્રીય થતાં આગામી સાત દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વચ્ચે આજે સુરતના ઉમરપાડામાં ભારે વરસાદ પડ્યો છે. ઉમરપાડામાં 6 કલાકમાં 10 ઈંચ વરસાદ પડ્યો છે. 

આજે રાજ્યમાં પડેલા વરસાદની વાત કરીએ તો સુરતના ઉમરપાડામાં આભ ફાટ્યું છે. ઉમરપાડામાં 10 ઈંચ વરસાદ પડ્યો છે. ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ પાણી ભરાયા હતા. પાણી ભરાવાને કારણે લોકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. બીજીતરફ ગુજરાતમાં હવામાન વિભાગે વરસાદની આગાહી પણ કરી છે. આગામી 48 કલાક દરમિયાન દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે.

ગુજરાતના હવામાન વિભાગ દ્વારા પણ આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. બે દિવસ માટે અતિભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું કે ઓફ શોર ટ્રફ સાયક્લોનિક સર્ક્યુલેશન અને ડિપ્રેશનને કારણે વરસાદ પડવાનો છે.  

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ વચ્ચે ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલે કહ્યુ કે રાજ્યમાં અતિભારે વરસાદ પડી શકે છે. કેટલાક જિલ્લામાં તો 24 ઈંચ જેટલો વરસાદ ખાબકી શકે છે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 11 સપ્ટેમ્બરથી હવામાનમાં પલટો આવવાનો છે. તેમણે કહ્યું કે એક ડીપ ડિપ્રેશન બની રહ્યું છે.

અંબાલાલ પટેલે કહ્યું કે આ ડીપ ડિપ્રેશન બિહાર, ઝારખંડ, વિશાકાપટ્ટનમ, ઓડિશા અને મધ્યપ્રદેશમજાં ભારે વરસાદ લાવશે. તો ગુજરાતમાં પણ વરસાદની સંભાવના છે. તેમણે જણાવ્યા પ્રમાણે પંચમહાલ જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવના છે. આ સિવાય સાબરકાંઠા, હિંમતનગર, ઉત્તર ગુજરાત, મધ્યગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડવાની સંભાવના છે.    

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે 17-18 સપ્ટેમ્બરે પણ વધુ એક સિસ્ટમ બનશે. રાજ્યમાં 22થી લઈને 26 સપ્ટેમ્બર સુધી પણ ભારે વરસાદની શક્યતા છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link