Vistadome Coach: ટ્રેનમાં બેઠા બેઠા કુદરતી સૌંદર્યની મજા માણી શકશો, સ્વર્ગની થશે અનુભૂતિ, ખાસ જુઓ PICS

Mon, 12 Jul 2021-11:17 am,

કોચ ટેક્નિકલ રીતે એકદમ એડવાન્સ છે. જેમાં વાઈફાઈ આધારિત પેસેન્જર ઈન્ફોર્મેશન સિસ્ટમ પણ છે. તેને બનાવવામાં ખુબ મોટાભાગે કાચનો ઉપયોગ થયો છે. કાંચને તૂટતા અને સ્ક્રેચથી બચાવવા માટે એક ખાસ પ્રકારની ગ્લાસશીટ પણ લાગેલી છે. ગત વર્ષ વિસ્ટાડોમ ટુરિસ્ટ કોચની 180 કિમી પ્રતિ કલાકની સ્પીડ પર ટ્રાયલ પૂરી થઈ હતી. ટ્રેનોને દાદર, મડગાંવ, અરાકુ ઘાટી, કાશ્મીર ઘાટી, દાર્જિલિંગ હિમાલયન રેલવે, કાલકા શિમલા રેલવે, કાંગડા ઘાટ રેલવે, માથેરાન હિલ રેલવે, નીલગીરી માઉન્ટન રેલવેમાં દોડાવવાનો વિચાર હાથ ધરાયો હતો. 

આ કોચમાં મોટી મોટી કાચની બારીઓ છે અને કોચની છત પણ કાચની છે. ઓબ્ઝર્વેશન લાઉન્જ હોવાની સાથે સાથે કોચમાં ઘૂમતી સીટો પણ છે. આ બધાની મદદથી ટુરિસ્ટ બહારના ખુબસુરત નજારાને કોઈ પણ અડચણ વગર સીટ પર બેઠા બેઠા જોઈ શકશે. જ્યારે ટ્રેન ટુરિસ્ટ લોકેશનથી પસાર થશે તો મુસાફરોને તસવીરો લેવામાં અને સેલ્ફી લેવામાં સરળતા રહેશે. જ્યારે ફરતી સીટોની મદદથી તેઓ સીટ પર બેઠા બેઠા જ પ્રકૃતિની સુંદરતાની મજા માણી શકશે. 

રેલવેએ કાશ્મીરમાં પણ આ પ્રકારના ટોપ ગ્લાસ એટલે કે કાચના છતવાળા કોચના ઉપયોગનો નિર્ણય લીધો હતો. 

(ફાઈલ ફોટો) 

રેલવે અધિકારીઓનું કહેવું છે કે પશ્ચિમ ઘાટથી થઈ સંચાલિત થનારી એક્સપ્રેસ ટ્રેનોના વિસ્ટાડોમ કોચમાં બેસી દરેક મુસાફર હરિયાળી અને કુદરતી સુંદરતાને નજીકથી જોઈ શકશે. સુંદર સકલેશપુર-સુબ્રહ્મણ્ય ઘાટ ખંડ આ મુસાફરીનું મુખ્ય આકર્ષણ છે. પહાડો અને ઘાટોની અદભૂત ઝલક રજુ  કરશે જે ચોમાસા દરમિયાન વધુ સુંદર બની જાય છે. 

દક્ષિણ પશ્ચિમ રેલવેના અધિકારીઓનું કહેવું છે કે એક્સપ્રેસ ટ્રેનોમાં સુવિધાઓથી લેસ આ કોચ મુસાફરોના સફરના થાકને ઓછો કરશે. (ફોટો સાભાર- ઈન્ડિયન રેલવે)

 

ખુબસુદર ડિઝાઈનર Vistadome Coach વાળી ટ્રેનોના રૂટની વાત કરીએ તો સૌથી પહેલા બેંગ્લુરુમાં યશવંતપુર અને મેંગ્લુરુ જંકશન વચ્ચે આ ટ્રેન દોડી. ગઈ કાલે મેંગ્લુરુથી તેને ફ્લેગઓફ કરાઈ હતી. આ ટ્રેન આજે સવારે બેંગ્લુરુ પહોંચી. 

આ ટ્રેનોની ટિકિટનું બુકિંગ એડવાન્સમાં ઓનલાઈન થઈ શકશે. યશવંતપુરમ અને મેંગ્લુરુ જંકશન વચ્ચે મુસાફરી કરવા માટે પ્રત્યેક ટિકિટના લગભગ 1670 રૂપિયા છે. જેમાં રિઝર્વેશન, જીએસટી અને અન્ય ચાર્જ સામેલ છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link