વૃક્ષો પર લટકતી હતી ઘણી બધી ડરામણી ઢીંગલીઓ! એક નાના કાંણામાં સમાઈ જાય છે આખી નદી! રહસ્યમયી ઘટનાઓ વિશે જાણો
અમેરિકામાં એક રહસ્યમય ધોધ છે જ્યાં બનાવેલ છિદ્ર ‘ધ ડેવિલ્સ કેટલ’ તરીકે ઓળખાય છે. નદીનું અડધું પાણી આ છિદ્રમાં જાય છે, પરંતુ આજ સુધી આ પાણી ક્યાં જાય છે તે વિશ્વના કોઈ વૈજ્ઞાનિક શોધી શક્યા નથી. અમેરિકામાં 'સુપિરિયર લેક'ના ઉત્તરી કિનારે મિનેસોતામાં જજ સીઆર મૈગનેસી પાર્ક છે. ખૂબ જ સુંદર હોવાની સાથે સાથે તે રહસ્યથી ભરેલો છે. આ અદ્ભુત ઝરણાં વિશે લોકોમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ છે. બ્રુલ નદીનું પાણી આ ધોધનો મુખ્ય સ્ત્રોત છે. જંગલમાં ઝરણાનું પાણી અનેક વાકાંચૂકા, સાંકડા પહાડી વિસ્તારમાંથી પસાર થઈને નીચેની તરફ વહે છે. આટલી ઊંચાઈ પરથી પડ્યા બાદ પાણી છિદ્રમાં ક્યાં જઈને સમાઈ જાય છે, તેનુ રહસ્ય આજદીન સુધી અકબંધ છે. જોકે, આ વાતની શોધ કરવાનો ઘણો પ્રયાસ કરવામાં આવ્યો. પરંતુ રિસચર્સ નિષ્ફળ રહ્યા.
મેક્સિકોની દક્ષિણમાં, આ રહસ્યમય સ્થળ જોચિમિકો કેનાલની મધ્યમાં 'લા ઈસ્લા દે લા મુનેકાસ' પર સ્થિત છે. અહીં વૃક્ષો પર લટકતી ઘણીબધી ડરામણી ઢીંગલીઓ જોવા મળે છે. સ્થાનિકોનું કહેવુ છે કે, અહીં ઢીંગલીઓ એકબીજા સાથે વાતો કરે છે. આંખો ફેરવે છે અને હાવભાવથી એકબીજા સાથે વાતો કરે છે. આ જગ્યા ખૂબ જ ડરામણી છે. આ સ્થળ પર એકલા ફરવાની મંજૂરી નથી. અહીં ફરવા માટે ટૂરગાઈડ લેવાની સલાહ આપવામાં આવે છે.
ચિલીમાં એક 6 ઈંચનું નર કંકાલ મળ્યું હતું. કંકાલ ચિલીમાં ઘોસ્ટ ટાઉનનાં નામથી મશહૂર એક જગ્યા પર મળી આવ્યું હતું. આ નરકંકાલમાંથી ખૂબ જ નાના આકારના દાંત મળી આવ્યા, જે પત્થર જેવા મજબૂત હતા. ઘણા રિસર્ચ બાદ વૈજ્ઞાનિકો એ તર્ક પર આવ્યા કે, મળી આવેલુ કંકાલ મનુષ્યનું જ હતુ. પરંતુ સૌથી મોટો સવાલ એ થાય કે, માણસોના દાંત આટલા નાના કેવી રીતે હોઈ શકે? વૈજ્ઞાનિકો આ રહસ્ય પરથી પડદો હટાવી નથી શક્યા.
ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી હેરાલ્ડ હોલ્ડ છેલ્લે ચેવિયોટ બીચ પર જોવા મળ્યા હતા. તે સમયે તેઓ ત્યાં સ્વિમિંગ કરી રહ્યા હતા. પરંતુ તે પછી અચાનક પ્રધાનમંત્રી ત્યાંથી ગાયબ થઈ ગયા. 22 મહિના સુધી ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી રહી ચૂકેલા હેરાલ્ડ હોલ્ડેને ખૂબ શોધવામાં આવ્યા, પરંતુ ક્યાંય તેમનો કોઈ અતોપતો લાગ્યો નહીં. આ વાતનું રહસ્ય આજે પણ યથાવત્ છે.
બરમૂડા ટ્રાયએન્ગલ છેલ્લા 100 વર્ષથી રહસ્યનો વિષય છે. ઘણા સંશોધન પછી પણ વૈજ્ઞાનિકો તેનું રહસ્ય શોધી શક્યા નથી. છેલ્લા ઘણા સમયથી ન જાણે કેટલાય વિમાનો, એરક્રાફ્ટ અને જહાજો રહસ્યમય રીતે બરમૂડા ટ્રાયએન્ગલમાં ગાયબ થઈ ગયા છે. આ સ્થળ ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં સ્થિત બ્રિટનની ઓવરસીઝ ટેરિટરી છે. તે યુનાઈટેડ સ્ટેટ્સના પૂર્વ કિનારે સ્થિત છે, જે મિયામી(ફ્લોરિડા)થી માત્ર 1,770 કિલોમીટર અને હેલિફેક્સ, નોવાસ્કોટિયા (કેનેડા)થી 1,350 કિલોમીટર (840 માઈલ) દક્ષિણમાં છે.