PHOTOs: નેતાજીની શાહી સવારી! BJPના ઉમેદવારે ઘોડેસવારી કરી ફોર્મ ભરતા બન્યા આકર્ષણનું કેન્દ્ર
રાજ્ય સરકારના શહેરી વિકાસમંત્રી વિનુ મોરડિયા આજે અનોખી રીતે ફોર્મ ભરવા માટે નીકળ્યા હતા. તેમણે પહેલા સ્વામિનારાયણ મંદિર ખાતે દર્શન કરવા ગયા હતા. વિનુ મોરડિયા ઉમેદવારીપત્ર ભરવા માટે ઘોડા પર મંદિરે પહોંચ્યા હતા, ત્યારબાદ ચૂંટણી અધિકારીઓ પાસે જવા રવાના થયા હતા. તમને જણાવી દઈએ કે વિનુ મોરડિયા ગત વખતે ચૂંટણીમાં પણ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા ગયા ત્યારે ઘોડા ઉપર સવાર થઈને જ ગયા હતા.
રાજ્ય સરકારના શહેરી વિકાસમંત્રી વિનુ મોરડિયાને ઘોડેસવારીનો જબરો શોખ છે. તેઓ સમયાંતરે ઘોડેસવારી કરીને લોકોનું ધ્યાન ખેંચતા હોય છે. એટલું જ નહીં, વર્ષોથી વિનુ મોરડિયા પોતે ઘોડાની કાળજી રાખે છે. તેમની પાસે ઘોડો પણ છે. મોંઘી દાટ ગાડીઓની સાથે સાથે તેમને અશ્વ ખૂબ જ પ્રિય છે.
પોતાના મતવિસ્તારમાં વિનુ મોરડિયા ખુબ લોકપ્રિય નેતા છે. જ્યારે પણ પોતાના ઉમેદવારીફોર્મ ભરવા જાય ત્યારે ઘોડા ઉપર જ જાય છે. કોર્પોરેશનની ચૂંટણી વખતે પણ તેઓ આ જ રીતે જતા હતા. વિધાનસભાની ચૂંટણી વખતે પણ આ પ્રકારે આવા શાહી અંદાજમાં નીકળે છે. વિનુભાઈ પણ ઘરેથી તિલક લગાવી જાણે કોઈ જંગ જીતવા જતા હોય એ પ્રમાણે ઘોડા ઉપર બેસીને પોતાના સમર્થકોનું અભિવાદન ઝીલે છે.