BSNL કંપનીનો આ પ્લાન મુકેશ અંબાણીના માથાનો દુખાવો, ઓછા રુપિયામાં મળે છે વધારે ડેટા અને વેલિડિટી
BSNL પોતાના યુઝર્સ માટે અલગ અલગ રેટના રિચાર્જ પ્લાન ઓફર કરે છે. જેમાં અલગ અલગ બેનિફિટ્સ આવે છે. BSNL ના પોર્ટફોલિયોમાં એક એવો પ્લાન છે જે ઓછી કીંમતમાં વધારે બેનિફિટ્સ ઓફર કરે છે.
BSNLના આ પ્લાનની કીંમત છે 485 રુપિયા જેમાં 80 દિવસની વેલિડિટી આવે છે અને આ સમય દરમિયાન યુઝરને અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે.
આ પ્લાનમાં યુઝર્સ દેશભરમાં કોઈપણ નેટવર્ક પર કોલ કરી શકે છે. આ પ્લાનમાં યુઝરને રોજ 100 એસએમએસ પણ મળે છે.
ડેટાની વાત કરીએ તો આ પ્લાનમાં યુઝરને રોજ 2 જીબી ડેટા મળે છે. 2 જીબી પછી પણ ડેટા યુઝ કરવા માટે છે પરંતુ પછી સ્પીડ ઓછી થઈ જાય છે.