ઓગસ્ટમાં સિંહ રાશિમાં ગ્રહોના જમાવડાથી બનશે 3 શક્તિશાળી રાજયોગ, 3 રાશિવાળાને લાગશે `લોટરી`, બંપર ધનલાભના યોગ

Sun, 28 Jul 2024-8:19 am,

વર્ષ 2024નો આઠમો મહિનો એટલે કે ઓગસ્ટ ગ્રહ ગોચરની દ્રષ્ટિએ ખુબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે. આ મહિનામાં સિંહ રાશિમાં ગ્રહોનો જમાવડો જોવા મળશે. જેનાથી અનેક શુભ સંયોગનું નિર્માણ થશે. વૈદિક પંચાંગ મુજબ 5 ઓગસ્ટના રોજ બુધ સિંહ રાશિમાં વક્રી થશે અને 29 ઓગસ્ટ સુધી વક્રી અવસ્થામાં રહેશે. 16 ઓગસ્ટના રોજ ગ્રહોના રાજા સૂર્ય પણ સિંહ રાશિમાં બિરાજશે અને 25 ઓગસ્ટ સુધી ધનના દાતા શુક્ર પણ સિંહ  રાશિમાં ઉપસ્થિત રહેશે. સિંહ રાશિમાં સૂર્ય, બુધ અને શુક્રના સંયોગથી અનેક રાજયોગનું નિર્માણ થશે. સૂર્ય બુધની યુતિથી બુધાદિત્ય રાજયોગ બનશે. સૂર્ય-શુક્ર મળીને શુક્રાદિત્ય યોગ બનાવશે. જ્યારે બુધ અને શુક્રની યુતિથી લક્ષ્મી નારાયણ યોગ પણ બનશે. સિંહ રાશિમાં આ ત્રણ શુભ રાજયોગનું નિર્માણ કેટલાક રાશિવાળાને ભારે ફાયદો કરાવી શકે છે. તેના શુભ પ્રભાવથી ભૌતિક સુખ સંપત્તિમાં વધારો થશે અને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. ઓગસ્ટમાં ગ્રહોના આ ગોચરથી બનનારા  રાજયોગ કોને ફાયદો કરાવી શકે છે તે ખાસ જાણો...

ઓગસ્ટનો મહિનો વૃષભ રાશિવાળાના જીવનમાં ચમત્કારિક ફેરફાર લાવશે. આ દરમિયાન તમને દરેક કાર્યમાં ઈચ્છિત પરિણામ મળશે. લગ્નજીવનમાં ખુશીઓ આવશે. શુક્રના પ્રભાવથી લવ લાઈફમાં પ્રેમ અને રોમાન્સ વધશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. જીવનમાં નવા અનુભવો માટે તૈયાર રહેજો. બિઝનેસ સંબંધિત નિર્ણય હોશિયારીથી લેજો. આ મહિનામાં ગ્રાહકો તમને તમારા કાર્યોનો પોઝિટિવ ફિડબેક આપશે. નોકરી કારોબારમાં વાતાવરણ અનુકૂળ રહેશે. સામાજિક પદ પ્રતિષ્ઠામાં વધારો થશે. ધન સંપત્તિમાં વધારાના યોગ બનશે. સ્વાસ્થ્ય પહેલા કરતા સારું થશે. કૌટુંબિક જીવનમાં ખુશનુમા માહોલ રહેશે. જીવનની તમામ પરેશાનીઓથી રાહત મળશે. તણાવ મુક્ત જીવનનો આનંદ લેશો. 

ઓગસ્ટ મહિનો કર્ક રાશિવાળા માટે મહત્વકાંક્ષાઓ વધારશે. નોકરી વેપારમાં ખુબ પ્રગતિ કરશો. જીવનમાં પોતાના લક્ષ્યાંકોને મળવવા માટે પ્રેરિત નજરે ચડશો. સંબંધોમાં પ્રેમ અને વિશ્વાસ વધશે. લગ્નજીવન સુખમય રહેશે. સાથી સાથે ઈમોશનલ બોન્ડ વધુ મજબૂત થશે. કરિયરમાં મહત્વપૂર્ણ ફેરફાર જોવા મળશે. પ્રોપ્રટી સંબંધિત વિવાદથી છૂટકારો મળશે. લાંબા સમયથી ચાલતી પરેશાનીઓ દૂર થશે. વેપારનો વિસ્તાર થશે. વ્યક્તિત્વમાં નિખાર આવશે. આકર્ષણનું કેન્દ્ર બની રહેશો. પરાક્રમ રંગ લાવશે. આકરી મહેનત અને લગનથી સફળતાની સીડીઓ ચડશો. 

ઓગસ્ટનો મહિનો તુલા રાશિવાળા માટે પણ લકી સાબિત થશે. આ મહિને તમારી આકરી મહેનત રંગ લાવશે. કરિયરમાં સફળતાની સીડીઓ ચડશો. તમારા તમામ સપના સાકાર થશે. ઓફિસમાં બોસ તમારા પરફોર્મન્સથી પ્રભાવિત થશે. ભૌતિક સુખ સુવિધાઓમાં જીવન પસાર કરશો. લગ્નજીવનમાં ખુશીઓ આવશે. પ્રોફેશનલ લાઈફમાં કાર્યોની જવાબદારી વધશે. સામાજિક કાર્યોમાં ભાગ લેશો. ધન વૈભવ વધશે. પરંતુ આ મહિને આર્થિક મામલાઓ પર થોડું વધુ ધ્યાન આપજો. લોંગ ટર્મ ફાઈનાન્શિયલ પ્લાન બનાવો. તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. 

મકર રાશિવાળાને ઓગસ્ટ મહિનામાં અનેક સરપ્રાઈઝ મળશે. અચાનક ધનલાભના યોગ છે. તમે તમારા ક્રશને પ્રપોઝ કરી શકો છો. તમને પ્રપોઝલનો પોઝિટિવ રિસ્પોન્સ મળશે. અપરિણીતોના લગ્ન નક્કી થઈ શકે છે. કરિયરના પડકારોનો કોન્ફિડન્સ સાથે સામનો કરવામાં સક્ષમ રહેશો. કૌટુંબિક જીવનમાં ખુશહાલીનો માહોલ રહેશે. સ્વાસ્થ્યમાં સુધારો આવશે. પ્રોફેશનલ  લાઈફની મુશ્કેલીઓને ઉકેલવામાં સફળ રહેશો. કરિયરમાં ઉન્નતિની અનેક સોનેરી તકો મળશે. સાથી સાથે સંબંધ મજબૂત અને ગાઢ બનશે. 

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link