કેન્સર એટલે કેન્સલ નહિ : રાજકોટમાં કેન્સરગ્રસ્ત વિરાંગનાઓ રેમ્પ પર ઉતરી

Sun, 19 May 2024-2:55 pm,

જ્યારે કોઇપણ વ્યક્તિ કેન્સર થયાનું નિદાન સાંભળે ત્યારે ચિંતિત બની જાય. ક્યારેક હતાશામાં ગરકાવ થઇ જાય. આવી પરિસ્થિતિમાં દર્દીઓને 'કેન્સર એટલે કેન્સલ નહીં'ની પ્રેરણા આપવા રાજકોટમાં સૌ પ્રથમવાર કેન્સર વોરિયર્સના લાભાર્થે ફેશન શો યોજાયો હતો. 

રાજકોટ કેન્સર ક્લબના સ્થાપક અશ્વિનભાઈ જોશીએ જણાવ્યું હતું કે, જેઓએ કેન્સરને મ્હાત આપી છે અને 2020 થી કેન્સર ક્લબની શરૂઆત કરી છે. આ ક્લબ દ્વારા અવારનવાર અવેરનેસ માટે જુદા જુદ કાર્યક્રમો કરવામાં આવતા હોય છે. આ વખતે કેન્સર વોરિયર્સ બહેનો માટે ફેશનશો કરવાનો વિચાર આવ્યો અને આજે અમે કરેલા આ ફેશન શોના કાર્યક્રમમાં 17 વર્ષથી લઇ 72 વર્ષની ઉંમરના વૃદ્ધા સુધીના 80 બહેનો દ્વારા આ કાર્યક્રમમાં ભાગ લઇ રેમ્પ વોક કરી કાર્યક્રમમાં ભાગ લીધો હતો. 

સમાજમાં આજે અવેરનેસ માટે મુખ્ય આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. સમાજમાં આજે બહેનો કેન્સરના નામથી ડરે છે અને ડરે નહિ એટલા માટે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત બહેનો સમાજ માટે ઉદાહરણ રૂપ છે કે કેન્સર એટલે કેન્સલ નહિ. આ અગાઉ બેંગ્લોરમાં કેન્સર વોરિયર્સ બહેનો માટે ફેશનશો યોજાયો તેમાં 22 બહેનોએ ભાગ લીધો હતો અને રાજકોટમાં 80 બહેનોએ ભાગ લઇ લીમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે.

માત્ર રાજકોટના કેન્સર વોરિયર્સ બહેનો નહિ સમગ્ર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કેન્સર થી રડવું નહિ લડવું આવું સૂત્ર પણ આપવામાં આવ્યું હતું. 19 વર્ષ થી લઈ 70 વર્ષ સુધીના કેન્સરને મહાત આપેલા વિરાંગનાઓએ રેમ્પ વોક કર્યું હતું અને કહ્યું હતું કે, જિંદગીમાં ક્યારેય અમે આવું વિચાર્યું પણ નહોતું.   

આ ફેશન શોનો મુખ્ય ઉદ્દેશ કેન્સર જેવા ગંભીર રોગ અને તેની સારવાર વિશે જાગૃતિ ફેલાવવાનો તથા લોકોમાં કેન્સરગ્રસ્તો માટે હકારાત્મક અભિગમ કેળવવાનો હતો. આ ફેશન શોમાં કેન્સરની સારવાર ચાલી રહી હોય તેવા અને રોગમાંથી સ્વસ્થ થયેલા કુલ 80 વીરાંગના મહિલાઓએ ભાગ લીધો હતો. જેમાં 19 વર્ષથી 70 વર્ષની સ્ત્રીઓએ ટ્રેડીશનલ, ઈન્ડોવેસ્ટર્ન અને વેસ્ટર્ન કોસચ્યુમની થીમ આધારિત મક્કમ મનોબળ સાથે રેમ્પ વોક કર્યું હતું.

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link