Navratri દરમિયાન ભૂલથી પણ ન કરવા જોઈએ આ 10 કામ, માનવામાં આવે છે અશુભ
વ્રતના નવ દિવસમાં અનાજ અને મીઠાનું સેવન ન કરવું જોઈએ. કટ્ટૂનો લોટ, શિંગોડાનો લોટ, સાબૂદાણા અને સિંધાલૂણનો ઉપયોગ કરવો જોઈએ.
નવરાત્રિ દરમિયાન માસ, માછલી અને દારૂનું સેવન ન કરવું જોઈએ. ધાર્મિક માન્યતા મુજબ આવું કરવું અશુભ માનવામાં આવે છે.
આ દિવસોમાં નખ કાપવાનું પણ અશુભ માનવામાં આવે છે. આ માટે નવરાત્રિ શરૂ કરતાં પહેલાં જ નખ કાપી લેવા જોઈએ. નવરાત્રિમાં સાફ-સફાઈનું ધ્યાન રાખવું જોઈએ. આ દરમિયાન ગંદા અને ધોયા વગરના કપડાનો પ્રયોગ બિલકુલ ન કરવો જોઈએ.
જો નવરાત્રિમાં તમે કળશ સ્થાપના કરી રહ્યા છો અથવા તો અખંડ જ્યોત જલાવો છો તો તે દિવસોમાં ઘરને ક્યારેય પણ ખાલી કરીને ન જવું જોઈએ.
નવરાત્રિના નવ દિવસ વ્રત રાખનારા લોકોએ દાઢી-મૂંછ અને વાળ ન કાપવા જોઈએ. આ દરમિયાન બાળકોનું મુંડન કરવાનું અશુભ માનવામાં આવે છે. આવું કરવાથી માતાજી નારાજ થતાં હોવાનું માનવામાં આવે છે.
નવરાત્રિના પર્વ દરમિયાન લસણ અને ડુંગળીનો ઉપયોગ બિલકુલ પણ ન કરવો જોઈએ. કેમ કે, તેને તામસિક ભોજનની શ્રેણીમાં ગણવામાં આવે છે. માટે નવરાત્રિમાં લસણ ડુંગળી બિલકુલ ન ખાવા જોઈએ.
નવરાત્રિમાં વ્રત કરવાથી અશક્તિ આવી જાય છે. એટલા માટે સુકો મેવો, મગફળી નગેરે ખાવું જોઈએ. જેનાથી શરીર સ્વસ્થ રહેશે અને અશક્તિ નહીં આવે.
ધાર્મિક શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર, નવરાત્રિના વ્રત દરમિયાન શારીરિક સંબંધ બાંધવાથી ઉપવાસનું ફળ નથી મળતું. આ સમય દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ.
નવરાત્રિનું વ્રત રાખનારા લોકોએ ચામડીનો પટ્ટો, ચપ્પલ, બુટ, બેગ જેવી વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ.
નવરાત્રિ દરમિયાન વ્રત રહેનારા લોકોએ કાળા રંગના કપડા ન પહેરવા જોઈએ,. શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ, આ દરમિયાન સિલાઈ-કઢાઈ જેવા કામો વર્જિત મનાઈ છે.