ચૈત્ર નવરાત્રી પર શનિદેવ સોનાના પાયે ચાલવાનું શરૂ કરશે, આ 3 રાશિવાળાને છપ્પરફાડ આકસ્મિક ધનલાભ કરાવશે! દુશ્મનો પછડાશે

Tue, 19 Nov 2024-1:21 pm,

જ્યારે શનિ રાશિ પરિવર્તન કરે છે ત્યારે તે સોના, ચાંદી અને તાંબાના પાયે પણ ચાલે છે જેની અસર તમામ 12 રાશિઓ પર જોવા મળે છે. 12 રાશિઓમાંથી ત્રણ ત્રણ રાશિ દરેક પાયા સંબંધિત હોય છે. આવામાં વર્ષ 2025માં જ્યારે શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે તો તે ત્રણ રાશિઓ પર સોનાના પાયામાં ગોચર કરશે. આવામાં તેમને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા રહેશે. જાણો સોનાના પાયા પર ચાલવાથી કઈ રાશિવાળાને ફાયદો થશે. વૈદિક પંચાંગ મુજબ શનિદેવ 29 માર્ચના રોજ મીન રાશિમાં પ્રવે કરશે અને અઢી વર્ષ  સુધી આ રાશિમાં રહેશે. આવામાં શનિા સોનાના પાયા પર ચાલવાથી કેટલીક રાશિના જાતકોને ખુબ ફાયદો થઈ શકે છે. જ્યારે જન્મ કુંડળીમાં ચંદ્રમા પહેલા, છઠ્ઠા અને અગિયારમાં ભાવમાં હોય તો શનિનો પાયો સોનાનો મનાય છે. જાણો કોને થઈ શકે લાભ.

તુલા રાશિમાં શનિ છઠ્ઠા ભાવમાં બિરાજમાન થશે. આવામાં આ રાશિના જાતકો ઉપર શનિની વિશેષ કૃપા થઈ શકે છે. લાંબા સમયથી અટકેલા કાર્યો પૂરા થઈ શકે છે. ધનની કમી નહીં થાય. આ સાથે માન સન્માન વધશે. તમને અનેક ઉપલબ્ધિઓ મળી શકે છે. જીવનમાં સંતોષ રહેશે. નોકરીમાં તમારા દ્વારા થઈ રહેલી મહેનત હવે સફળતા અપાવી શકે છે. કાર્યક્ષેત્રમાં તમને સફળતા મળી શકે છે. તમને મોટી જવાબદારી મળી શકે છે. અચાનક ધનલાભ થઈ શકે છે. પરંતુ થોડો તમારે સંઘર્ષ કરવો પડી શકે છે. આથી વર્ષ 2027 સુધી પોતાને માનસિક અને શારીરિક રીતે તૈયાર રાખો. પરિવારમાં થોડી પરેશાનીઓ થઈ શકે છે. શત્રુઓ પણ ઊભા થઈ શકે પરંતુ તમારી સામે ટકી શકશે નહીં.   

વૃષભ રાશિમાં એકાદશ ભાવમાં બિરાજમાન રહેશે. આ રાશિમાં શનિ સોનાના પાયે ચાલશે. આવામાં આ રાશિના જાતકોના જીવનમાં અનેક મૂંઝવણો આવશે. આ સાથે જ જો તમે સાવધાન રહેશો તો ધનલાભ થઈ શકે છે. શત્રુઓ સાથે પરેશાની રહેશે પરંતુ તમે દરેક પડકારને પાર કરશો. સ્વાસ્થ્ય સારું રહે તે માટે લાઈફ સ્ટાઈલ સારી રાખો. આ રાશિના જાતકોને પદ પ્રતિષ્ઠા મળી શકે છે. અચાનક ધનલાભના પ્રબળ યોગ છે. તમારા દ્વારા થયેલી ભૂલોને સુધારવાની કોશિશ કરો. તેનાથી તમને સંતોષ મળશે. ગણેશજીની ઉપાસના કરવાથી તમને શુભ ફળ મળી શકે છે. ભોગમાં લાડુ ધરાવો. 

મીન રાશિના લગ્ન ભાવમાં શનિ બિરાજમાન રહેશે. આવામાં આ રાશિના જાતકોને અન્ય રાશિઓ કરતા વધુ પ્રભાવ જોવા મળી શકે છે. આ રાશિના જાતકોને ભૌતિક સુખમાં વધારો થઈ શકે છે. સમાજમાં માન સન્માનમાં વધારો  થઈ શકે છે. આ સાથે જ ધન, સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થઈ શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર થઈ શકે છે. તમારે પોતાના પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. તમને માનસિક, શારીરિક શાંતિ મળી શકે છે. તમે અનેક પડકારોનો સામનો કરતા આગળ વધશો. તણાવથી મુક્તિ મેળવવા માટે હનુમાનજી અને દુર્ગાજીની કામના કરો. શત્રુઓનો વિનાશ થશે. 

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link