સૌથી સસ્તી SUV Nissan Magniteએ મચાવી ધમાલ, ક્રેશ ટેસ્ટમાં મળ્યા આટલા સ્ટાર Rating

Fri, 01 Jan 2021-7:05 pm,

ક્રેશ રેટિંગમાં 4 સ્ટાર રેટિંગ મળ્યા બાદ Nissan મેગ્નાઈટના ભાવ 1 જાન્યુઆરી 2021 એટલે કે આજથી વધી ગયા છે. તેનો અર્થ હવે આ કારની શરૂઆતી કિંમત 5.54 લાખ રૂપિયા થઈ ગઈ છે.

મેક ઈન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડના વિચાર પર આધારિત નિસાન ઇન્ડિયાની મેગનાઈટ SUVની પ્રી બુકિંગ શરૂ થઈ ગઈ છે. તમે 11000 રૂપિયા આપીને તેનું બુંકિંગ કરાવી શકો છો.

Nissan મોટર ઇન્ડિયાના અધ્યક્ષ સિનાન ઓજકોકે કહ્યું કે, ઓલ-ન્યૂ નિસાન મેગ્નાઈટ ભારતીય અને ગ્લોબલ માર્કેટ બંને માટે Nissanની રણનીતિમાં એક નવા ચેપ્ટરની શરૂઆત છે.

કંપનીએ એક પ્રથમ ઇન ઇન્ડસ્ટ્રી વચ્યૂઅલ ટેસ્ટ ડ્રાઈવ ફીચર પર લોન્ચ કરી છે. તેના ગ્રાહક તેના ખાનગી ડિવાઇસ પર ઓલ-ન્યૂ નિસાન મેગ્નાઈટનો અનુભવ ક્યાંય પણ લઇ શકે છે. આ ઉપરાંત કારમાં વાયરલેસ ચાર્જરનો ઓપ્શન પણ આપવામાં આવ્યો છે.

આ કાર બે એન્જિન વેરિએન્ટમં ઉપલબ્ધ છે. Nissan Magniteની 1 લીટર ટર્બો પેટ્રોલ કારની માઈલેજ 20 કિલોમીટર પ્રતિ લીટર છે. જ્યારે 1 લીટર પેટ્રોલ એન્જિનની માઇલેજ 18.75 લીટર પ્રતિ લીટર છે.

Nissanએ તેની એસયુવીને Bi Projector LED હેડલેમ્પ્સ, LED DRL, LED ઇન્ડિકેટર, 16 ઇંચના ડાયમંડ કટ એલોય વ્હીલ્સ અને Android Auto, Apple Play car સપોર્ટ 8 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ સાથે વોઈસ રેકગ્નિશન, ઓટોમેટીક એસી, ક્રુઝ કંટ્રોલ, ઉંચાઇ એડજસ્ટેબલ ડ્રાઇવર સીટ જેવા સુવિધાઓ શામેલ છે.

સલામતીને ધ્યાનમાં રાખીને, આ કારમાં ડ્યુઅલ ફ્રન્ટ એરબેડ, ઇબીડી વાળા એબીએસ, રીઅર પાર્કિંગ સેન્સર, પ્રોજેક્શન ગાઇડ સાથેનો રિયર કેમેરા, વાહન ડાયનેમિક કંટ્રોલ, હિલ એસિડ, ટ્રેક્શન કંટ્રોલ સિસ્ટમ, હાઇડ્રોલિક બ્રેક સહાય અને ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ છે. ગુણ છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link