CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી આજે કોના બન્યા મહેમાન, જાણી લો એવું તો શું પિરસાયું કે બંનેએ કર્યા વખાણ

Wed, 09 Aug 2023-8:00 pm,

વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હીરાપુર ખાતે શિમોળી ફળીયામાં રહેતા આદિવાસી સમાજના શંકરભાઈ ડીંડોરના ઘરે સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણ્યો હતો. પ્રકૃત્તિના પૂજક આદિવાસીના ફળિયે શુદ્ધ પૌષ્ટિક ભોજનનો લ્હાવો લેવોએ પણ અનેરો આનંદ છે અને એમનો ભાવ જ્યારે ભોજનમાં ભળે ત્યારે આ આનંદ પરમાનંદ પામે છે. 

મુખ્યમંત્રીએ સોનલ બહેનના નિવાસે જમીન પર બેસીને તાપી જિલ્લાના અસ્સલ આદિવાસી ભોજનનો આ સ્વાદ માણ્યો હતો. સોનલ બહેને મુખ્યમંત્રી માટે આદિજાતિ ભોજન થાળીમાં જાડાધાન મિલેટ્સની વનગીઓ ભાવથી પિરસી હતી.

આદિવાસી ભોજનની પ્રશંસા કરતાં કહ્યું કે, સ્વાદિષ્ટ ભોજનથી પેટ ભરાઈ ગયું પણ મન ભરાયું નથી. આવા અતિ સ્વાદિષ્ટ અને જાડાધાનની વાનગીઓ વાળા જમણનો સ્વાદ માણવા હંમેશા તાપી આવવું પડશે એવો અહોભાવ તેમણે વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીએ આદિજાતિ લાભાર્થી સોનલ બહેને PMAYમાં મળેલા આવાસને પોતાની બચતમાંથી સજાવ્યું છે તે અંગેની વિગતો પણ સોનલ બહેન અને પરિવારજનો સાથેની વાતચીતથી જાણી હતી.

મુખ્યમંત્રીએ ભોજનમાં નાગલીનો રોટલો, ચોખાના બાફેલા રોટલા, જુવારનો રોટલો, દેશી કંકોડાનું શાક, દેશી તુવેરની દાળ, અડદની છોડાવાળી દાળ અને તાપી જિલ્લાના પ્રખ્યાત દેશી લાલ ચોખાનો ભાત, નાગલીનાં પાપડ, છાશ અને શેકેલા લીલા મરચાં આરોગ્યા હતા. 

મુખ્યમંત્રીની આવી નિખાલસતા, મૃદુતા અને આદિજાતિ પરિવાર સાથે જમીન પર બેસીને ભોજન લેવાની સરળતા સૌને સ્પર્શી ગઈ હતી.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link