Coronavirus: કોરોના રસી લેતા પહેલા આ 5 બાબતોનું ખાસ ધ્યાન રાખજો, નહીં તો થઈ શકે છે સમસ્યા
કોરોના મહામારીએ ભારતમાં કેર મચાવ્યો છે. સરકારે તેને પહોંચી વળવા માટે 1 મેથી 18 વર્ષથી ઉપરના લોકો માટે પણ રસીકરણ શરૂ કરવાની જાહેરાત કરેલી છે. આ માટે રજિસ્ટ્રેશન પણ શરૂ થઈ ગયું છે. આવામાં રસીકરણ દરમિયાન આ 5 વાતનું ખાસ ધ્યાન રાખજો.
વિશેષજ્ઞોનું કહેવું છે કે રસીકરણ માટે જતા પહેલા ખાસ સાવધાની રાખવી જરૂરી છે. આ દરમિયાન કોવિડ-19ના તમામ પ્રોટોકોલનું પાલન કરો. ઘરેથી એન-95 માસ્ક પહેરીને જ નીકળો અને સાથે સેનેટાઈઝર જરૂર રાખો.
રસીકરણ સેન્ટર પર ભીડથી બચો. દૂર રહીને તમારો વારો આવે ત્યાં સુધી શાંતિથી રાહ જુઓ. ધ્યાન રાખજો કે રસીકરણ સેન્ટર પહોંચેલા લોકો પણ કોરોના સંક્રમિત હોઈ શકે છે. આવામાં જ્યારે તમારો વારો હોય ત્યારે જ રસીકરણ સેન્ટર પર પહોંચો. રસીકરણ સેન્ટર પહોંચીને માસ્ક ઉતારવાની ભૂલ ન કરતા.
રસીકરણ દરમિયાન ડોક્ટર સાથે મેડિકલ હિસ્ટ્રી પર ચર્ચા જરૂર કરો. કારણ કે કોઈ દવાથી જો તમને એલર્જી હશે તો બની શકે કે રસીકરણ દરમિયાન તમને થોડી મુશ્કેલી આવે. આવામાં ડોક્ટરથી કઈ ન છૂપાવો. ડાયાબિટિસ, બ્લડપ્રેશરના દર્દીઓ પણ ડોક્ટરની સલાહ લો.
રસીકરણ પહેલા સારી રીતે ભોજન કરવું અને ભરપૂર ઊંઘ લેવી જરૂરી છે. ત્યારબાદ રસી મૂકાવ્યા પછી પણ બને તેટલો આરામ કરવો જોઈએ. જો તમે કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છો અને તમારી સારવાર પ્લાઝમા થેરેપીથી થયો છે તો ઓછામાં ઓછો દોઢ મહિનાનું અંતર જરૂર રાખવું જોઈએ.