Team India નો આ ખેલાડી નીકળ્યો છુપો રૂસ્તમ, ચુપકે થી મહિલા ક્રિકેટર સાથે કરી લીધાં લગ્ન
ટીમ ઈન્ડિયાના યુવા બેટ્સમેન રુતુરાજ ગાયકવાડે શનિવારે (3 જૂન) લગ્ન કર્યા હતા. ઋતુરાજે મહિલા ક્રિકેટર સાથે લગ્ન કર્યા છે. આ મહિલા ક્રિકેટરનું નામ ઉત્કર્ષા પવાર છે.
રૂતુરાજ ગાયકવાડે લગ્નની તસવીરો શેર કરીને ફેન્સને આ ખુશખબર આપી છે. તેણે લગ્ન કરવા માટે ટીમ ઈન્ડિયામાંથી રજા લીધી હતી. ઋતુરાજને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ માટે સ્ટેન્ડબાય પ્લેયર તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.
ઉત્કર્ષા પવાર એક વ્યાવસાયિક ક્રિકેટર છે. 24 વર્ષીય ઉત્કર્ષ પુણેની રહેવાસી છે. તે મહારાષ્ટ્ર મહિલા ક્રિકેટ ટીમ માટે રમે છે.
ઋતુરાજની પત્ની ઉત્કર્ષ પવાર જમણા હાથે બોલિંગ અને બેટ કરે છે. તેણીએ 2021માં લિસ્ટ A ક્રિકેટ રમી છે. ત્યારથી તેને ટીમમાં તક મળી નથી.
ઉત્કર્ષા પવાર હાલમાં ઇન્સ્ટિટ્યૂટ ઑફ ન્યુટ્રિશન એન્ડ ફિટનેસ સાયન્સ, પૂણેમાં અભ્યાસ કરે છે. ઋતુરાજ અને ઉત્કર્ષ IPL 2023ની ફાઈનલ બાદ સાથે જોવા મળ્યા હતા. જણાવી દઈએ કે ઋતુરાજ અને ઉત્કર્ષના લગ્ન મહાબળેશ્વરમાં થયા હતા.