`દીપ-વીર` રિસેપ્શનઃ બચ્ચને ગાયું `જુમ્મા-ચુમ્મા`, નવયુગલે કર્યો ધમાકેદાર ડાન્સ, જૂઓ તસવીરો...

Tue, 04 Dec 2018-7:40 pm,

અમિતાભ બચ્ચને પોતાના બ્લોગ ઉપર લગ્નના આ રિસેપ્શનના ઈન્સાઈડ ફોટો શેર કર્યા છે, જેમાં બચ્ચન ફેમિલી દીપિકા-રણવીર સાથે ધમાલ કરતું જોવા મળી રહ્યું છે. 

ઈટાલીમાં યોજાયેલા લગ્ન સમારોહ બાદ બોલિવૂડની આ સુપરસ્ટાર જોડીએ શનિવારે સાથી ફિલ્મી કલાકારો માટે ગ્રાન્ડ રિસેપ્શનનું આયોજન કર્યું હતું. શનિવારે મુંબઈની હોટલ ગ્રાન્ડ હયાતમાં યોજાયેલા આ અંતિમ રીસેપ્શનમાં બોલિવૂડની તમામ હસ્તીઓ હાજર રહી હતી. 

પાર્ટી દરમિયાન બિગ બીની ફિલ્મોના ગીતો ઉપર દીપિકા અને રણવીર સિંહે જોરદાર ડાન્સ કર્યો હતો. આ પ્રસંગે અમિતાભ બચ્ચ અને રણવીર સિંહે સ્ટેજ પર ચડીને ઠુમકા લગાવ્યા હતા તો દીપિકાએ નીચે ઊભા રહીને તેમની સાથે તાલ મિલાવ્યો હતો. 

દીપિકા-રણવીરના મુંબઈના રિસેપ્શનમાં બિગ બી બહુ ઐશ્વર્યા રાય બચ્ચન, પુત્રી શ્વેતા બચ્ચન અને પત્ની જયા બચ્ચન સાથે જોવા મળ્યા હતા.

મુંબઈના રિસેપ્શનમાં બોલિવૂડની મસ્તાની અને સિંબા પ્રથમ વખત વેસ્ટર્ન લૂકમાં જોવા મળ્યા. દીપિકા ખુલ્લા વાળ સાથે સુંદર રેડ ગાઉનમાં જોવા મળી હતી. રણવીર સિંહએ આ રિસેપ્શન પાર્ટી માટે બ્લેક થ્રી-પીસ સૂટ અને બો સાથે જેન્ટલમેન અંદાજ અખત્યાર કર્યો હતો. 

અમિતાભ ઉપરાંત રણવીર સિંહે બોલિવૂડના કિંગ શાહરૂખ ખાન અને મલાઈકા અરોરાના ગીત 'છૈંયા છૈંયા' પર પણ જોરદાર ડાન્સ કર્યો હતો. આ ગીતમાં તેની સાથે દીપિકા અને શાહરૂખે સ્ટેજ ગજવ્યું હતું. 

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્ન 14-15 નવેમ્બરના રોજ ઈટાલીના લેક કોમો ખાતે યોજાયા હતા. આ બંનેએ અહીં કોંકણી અને સિંધી રીત-રિવાજ અનુસાર બે વખત લગ્ન કર્યા હતા. તેમણે લગ્ન સમારોહમાં માત્ર અંગત પરિજનોને જ બોલાવ્યા હતા.  (ફોટો સાભારઃ srbachchan.tumblr.com)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link