બ્લડ સુગર હંમેશા રહેશે કંટ્રોલ, ડાયાબિટીસના દર્દી જલ્દી કરી લે આ કામ
ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે તમારે દરરોજ સવારે ખાલી પેટ પલાળેલા મેથીના દાણા અને પાણીનું સેવન કરો. મેથીમાં ફાઇબર હોય છે, જે બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
ડિનર કર્યાના બે કલાક બાદ કે સૂવાના લગભગ 1-2 કલાક પહેલા તજની ચાનું સેવન કરવું જોઈએ. તજની ચાનું સેવન કરવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે. એક કપ પાણી ઉકાળી લો. ત્યારબાદ તેમાં એક ચપટી તજનો પાઉડર નાખો.
ભોજન કર્યા બાદ દરરોજ 15 મિનિટ વોક જરૂર કરવી જોઈએ. વોક કરવાથી સુગરનનું લેવલ કંટ્રોલમાં રહે છે.
ડિનર અને લંચ દરમિયાન હંમેશા સલાડનું સેવન કરવું જોઈએ. સલાડમાં ફાઇબર હોય છે, જે બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. સલાડ સિવાય દરરોજ 30 મિનિટ શારીરિક કસરત જરૂર કરવી જોઈએ.
પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.