Dhanteras 2023: ધનતેરસ પર આ 5 રાશિવાળાના ઘરે પધારશે મા લક્ષ્મી, ધન-દૌલતનો વરસાદ થશે

Tue, 07 Nov 2023-9:22 pm,

આ વખતે ધનતેરસનો તહેવાર 10 નવેમ્બરના રોજ આવી રહ્યો છે. અત્રે જણાવવાનું કે આ દિવસે ગ્રહોની ચાલથી અનેક શુભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. ધનતેરસ પર શુક્ર અને ચંદ્રમાના કન્યા રાશિમાં બિરાજમાન હોવાથી શશિ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. 30વરષ બાદ શનિ ધનતેરસ પર પોતાની જ મૂળત્રિકોણ રાશિ કુંભમાં માર્ગી રહેશે. તેનાથી 5 રાશિવાળાને આ સમયે ખુબ ફાયદો થવાનો છે. 

જ્યોતિષ શાસ્ત્ર મુજબ વૃષભ રાશિવાળા માટે ધનતેરસનો દિવસ ખુબ શુભ  રહેવાનો છે. આ દિવસે અમર્યાદિત માત્રામાં ધનની પ્રાપ્તિ થશે. આ સાથે જ નોકરીયાતોને પણ કરિયરમાં સારી અને નવી તકો મળશે. કાર્યક્ષેત્રમાં લોકો તમારા કામ અને આત્મવિશ્વાસથી પ્રભાવિત  થશે. ફસાયેલા પૈસા પાછા મળી શકે છે. આ સમય દરમિયાન આર્થિક રીતે સમૃદ્ધ મહેસૂસ કરશો. માતા લક્ષ્મીની કૃપા રહેશે. 

આ રાશિના જાતકોને અચાનક ખુબ ધન મળશે. જો તમે પોતાનો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા હોવ તો આ સમય અનુકૂળ છે. અચાનક ધન પ્રાપ્તિ થશે. બીજી બાજુ તમારા અટકેલા કામ કે ગતિવિધિઓમાં ઝડપ આવશે. આ ઉપરાંત જે કાર્યોને કરવાની યોજના ઘડી રહ્યા છો તેમાં નિશ્ચિતપણે સફળતા મળશે. વેપારીઓ માટે સમય લાભદાયી છે. 

આ વખતે ધનતેરસ કન્યા રાશિવાળાને પણ અપાર ધન અને સમૃદ્ધિ આપશે. કન્યા રાશિવાળા પર આ વખતે ખુબ ધન વરસશે. નોકરીયાતોને પગારમાં વધારો મળશે. પદોન્નતિ માટે આ સમય સૌથી સારો છે. વેપારીઓને આ સમય દરમિયાન શુભ અવસરો મળશે. દિવાળી પર માતા લક્ષ્મીનું આગમન થશે. જો તમે વિદેશ પ્રવાસની યોજના ઘડી રહ્યા હોવ તો આ દિશામાં તમે શુભ શરૂઆત કરી શકો છો. આ સમયગાળામાં સફળતા મળવાની તક છે. કાર્યસ્થળ પર દરેક તમારા કામથી પ્રભાવિત રહેશે. સહકર્મીઓ અને વરિષ્ઠ નાગરિકોની મદદ મળશે. 

તુલા રાશિવાળા માટે આ સમય ખુબ ભાગ્યશાળી સાબિત થવાનો છે. આ સમયગાળામાં ફસાયેલા પૈસા પાછા મળી શકે છે. જો ઉધાર આપેલા પૈસા પાછા ન આવ્યા હોય તો આ સમય તમને તે પૈસા પાછા આવી શકે છે. વેપારીઓ માટે આ સમય વધુ નફો રળવાનો છે. એટલું જ નહીં તમારા દાંપત્ય જીવનમાં સુખ શાંતિનું આગમન થશે. પતિ પત્ની વચ્ચે આપસી તાલમેળ રહેશે. આ ધનતેરસ તમને ઢગલો લાભ મળશે. નોકરીયાતોને મનગમતી નોકરી મળી શકે છે. 

આ સમય ધનતેરસ પર શુભ યોગ બનવાથી મકર રાશિવાળાને ધન અને બરકતના યોગ જોવા મળી ર હ્યા છે. મોટા પ્રમાણમાં લાભ થશે. આ જાતકોની પ્રતિષ્ઠામાં વધારો થશે. કાર્યસ્થળ અને તમારી આજુબાજુના લોકો તમારું વધુ સન્માન કરશે. નોકરીયાત લોકો માટે પ્રમોશનના યોગ બની રહ્યા છે. માતા લક્ષ્મીની કૃપાથી ખુબ પૈસા કમાશો. વધુ બચત કરશો. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link