14 જૂનથી ચમકશે આ 3 જાતકોનું ભાગ્ય, વેપારના દાતા બુધ કરશે સ્વરાશિ મિથુનમાં પ્રવેશ

Budh Gochar: વૈદિક જ્યોતિષ અનુસાર બુધ ગ્રહ પોતાની સ્વરાશિ મિથુનમાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે, જેનાથી કેટલાક જાતકોને કરિયર અને કારોબારમાં પ્રગતિ મળી શકે છે. 

બુધ ગોચર

1/5
image

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ સમય પર રાશિ પરિવર્તન કરી પોતાની સ્વરાશિ અને ઉચ્ચ રાશિમાં ગોચર કરે છે, જેની શુભ અસર માનવ જીવન અને દેશ-દુનિયા પર પડે છે. તમને જણાવી દઈએ કે 14 જૂને બુધ ગ્રહ એક વર્ષ બાદ પોતાની સ્વરાશિ મિથુનમાં ગોચર કરવાના છે, જેનાથી ત્રણ રાશિના જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. સાથે આ રાશિઓની ધન-સંપત્તિમાં વધારો થઈ શકે છે. આવો જાણીએ આ રાશિઓ કઈ છે.

કુંભ રાશિ

2/5
image

તમારા માટે બુધ ગ્રહનું ગોચર લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે આ ગોચર તમારી રાશિથી પંચમ ભાવ પર થવા જઈ રહ્યું છે. તેથી આ દરમિયાન તમને સંતાન સાથે જોડાયેલા કોઈ શુભ સમાચાર મળી શકે છે. સાથે જે દંપત્તિ સંતાન મેળવવા ઈચ્છુક છે તેને સંતાન પ્રાપ્તિ થઈ શકે છે. પારિવારિક મામલામાં આ દરમિયાન તમને કોઈ મોટી ખુશી મળી શકે છે. વિદ્યાર્થીઓને કોઈ પરીક્ષામાં મોટી સફળતા મળવાનો યોગ છે. સાથે જો તમારો પ્રેમ સંબંધ ચાલી રહ્યો છે તો લગ્ન થઈ શકે છે.  

તુલા રાશિ

3/5
image

બુધ ગ્રહનું રાશિ પરિવર્તન તુલા રાશિના જાતકો માટે ફળયાદી સિદ્ધ થઈ શકે છે. કારણ કે બુધ ગ્રહ તમારી રાશિથી નવ ભાવ પર વિચરણ કરવા જઈ રહ્યાં છે. તેથી આ સમયે તમને ભાગ્યનો સાથ મળી શકે છે. સાથે આર્થિક સ્થિતિ સારી થશે અને તમે અલગ-અલગ માધ્યમથી કમાણી કરવામાં સફળ થશો. આ દરમિયાન તમારે કામ-કારોબારના સંબંધમાં યાત્રા કરવી પડી શકે છે, જે શુભ સાબિત થશે. સાથે જે વિદ્યાર્થીઓ વિદેશ જવા ઈચ્છુક છે, તેનું સપનું પૂરુ થઈ શકે છે.  

કન્યા રાશિ

4/5
image

તમારા માટે બુધ ગ્રહનું રાશિ પરિવર્તન શુભ ફળયાદી સિદ્ધ થઈ શકે છે. કારણ કે બુધ ગ્રહ તમારી રાશિથી દશમ ભાવ પર ગોચર કરવા જઈ રહ્યાં છે. આ દરમિયાન તમને કામ-કારોબારમાં પ્રગતિ મળી શકે છે. તો નોકરી કરનાર જાતકોને કાર્યસ્થળ પર પ્રમોશન મળી શકે છે. આવનારો સમય તમારા માટે ખાસ રહેવોનો છે. સાથે વેપારીઓને આ દરમિયાન ધનલાભ થઈ શકે છે. તો કારોબારમાં વિસ્તાર થઈ શકે છે. આ દરમિયાન પિતાની સાથે તમારા સંબંધ મજબૂત થશે.

ડિસ્ક્લેમર

5/5
image

આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.