500 વર્ષ બાદ દિવાળી પર બનશે શનિ અને ગુરૂનો દુર્લભ સંયોગ, આ જાતકોને મળશે છપ્પરફાડ લાભ
પંચાગ અનુસાર આ વખતે દિવાળીના પર્વની ઉજવણી 31 ઓક્ટોબરે કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે 500 વર્ષ બાદ કર્મફળ દાતા શનિ દેવ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં વક્રી થશે. સાથે તમને જણાવી દઈએ કે દેવતાઓના ગુરૂ બૃહસ્પતિ વૃષભ રાશિમાં ઉલ્ટી ચાલ ચાલશે. જેનાથી કેટલાક જાતકોનો ગોલ્ડન ટાઈમ શરૂ થઈ શકે છે. સાથે કરિયર અને કારોબારમાં પ્રગતિ થશે. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે.
તમારા લોકો માટે ગુરૂ અને શનિ દેવની ઉલ્ટી ચાલ લાભદાયક સિદ્ધ થઈ શકે છે. કારણ કે ગુરૂ ગ્રહ તમારી રાશિથી પંચમ ભાવ તો શનિ દેવ તમારી ગોચર કુંડળીના ધન ભાવ પર વક્રી થઈ રહ્યાં છે. તેથી આ દરમિયાન તમને સંતાન સાથે જોડાયેલા કોઈ શુભ સમાચાર મળી શકે છે. આ સાથે આકસ્મિક ધનલાભ થઈ શકે છે. આ સમયમાં તમારી યશ કીર્તિમાં વધારો થશે અને વેપારમાં નવી ઉર્જાનો સંચાર થશે. નવી વ્યાપારિક ડીલ થશે, જેનાથી આવકમાં વધારો થશે. નોકરીમાં પ્રમોશનનો યોગ બની રહ્યો છે. આ સમયે તમારી આર્થિક સ્થિતિમાં સુધાર થશે.
ગુરૂ અને શનિ દેવનું વક્રી થવું સિંહ રાશિના જાતકો માટે શુભ ફળયાદી સિદ્ધ થઈ શકે છે. કારણ કે ગુરૂ ગ્રહ તમારી રાશિથી દશમ સ્થાન તો શનિ દેવ તમારી રાશિથી સપ્તમ ભાવ પર વક્રી થયા છે. તેથી આ દરમિયાન તમારા કામ-કારોબારમાં પ્રગતિ થઈ શકે છે. સાથે જે લોકો નોકરી શોધી રહ્યાં છે તેને નોકરી મળી શકે છે. આ દરમિયાન પરીણિત લોકોનું લગ્ન જીવન શાનદાર રહેશે. તમારા જીવનસાથીની પ્રગતિ થઈ શકે છે. કુંવારા લોકોને લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે. આ દરમિયાન વેપારીઓને ધનલાભ થઈ શકે છે.
તમારા લોકો માટે ગુરૂ અને શનિ દેવની વક્રી ચાલ અનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે શનિ દેવ તમારી રાશિથી ચોથા ભાવ તો ગુરૂ ગ્રહ તમારી રાશિના સપ્તમ ભાવ પર ચાલવા જઈ રહ્યાં છે. આ દરમિયાન તમને ભૌતિક સુખોની પ્રાપ્તિ થઈ શકે છે. આ સમયે તમે કોઈ વાહન કે પ્રોપર્ટી ખરીદી શકો છો. આ દરમિયાન તમે સામાજિક કાર્યોમાં ભાગ લેશો. પારિવારિક જીવન સુખમય રહેશે. લાઇફપાર્ટનર સાથે સંબંધોમાં મિઠાસ વધશે. આ દરમિયાન ભાગીદારીમાં કામથી લાભ થઈ શકે છે.
આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.