Diwali પર શોપિંગ કરતી આ વસ્તુઓને કરશો નહી નજર અંદાજ, મળી શકે છે ધમાકેદાર ઓફર, બચી જશે રૂપિયા

Fri, 03 Nov 2023-10:45 pm,

Shopping Tips: દિવાળી નજીક આવી રહી છે અને લોકો સતત ખરીદી કરી રહ્યા છે. દિવાળી એ ખુશીનો તહેવાર છે અને આ તહેવાર ભારતમાં સૌથી મોટા તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. આ તહેવાર પર લોકો મીઠાઈઓ, નવા કપડાં, સુશોભનની વસ્તુઓ અને અન્ય ઘણી વસ્તુઓ ખરીદે છે. દિવાળીના અવસર પર લોકો નવા ઈલેક્ટ્રોનિક સામાનની પણ ખરીદી કરે છે. એવામાં જો લોકો આ દિવાળી પર કેટલીક નવી વસ્તુઓ ખરીદે છે અથવા ખરીદી કરવા જાય છે, તો એક મહત્વપૂર્ણ વાત ધ્યાનમાં રાખવી જોઈએ.

દિવાળીના અવસર પર ઘણા મોટા સ્ટોર્સ પરથી ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. આ ઉપરાંત, આ સમયગાળા દરમિયાન ઇ-કોમર્સ વેબસાઇટ્સ દ્વારા પણ ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવે છે. એવામાં લોકોએ તહેવાર દરમિયાન આ ડિસ્કાઉન્ટનો લાભ લેવો જોઈએ. જો લોકો આ ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકશે તો તેઓ સારી ડીલ મેળવી શકશે.

આ સાથે, જો તમારી પાસે ક્રેડિટ કાર્ડ છે તો લોકો તેનો લાભ પણ લઈ શકો છો. ક્રેડિટ કાર્ડ દ્વારા લોકોને પેમેન્ટ કરવાની એક લિમિટ તો મળી જ જાય છે, આ સાથે લોકોને ક્રેડિટ કાર્ડ દ્વારા કેશબેક પણ મળે છે. બીજી તરફ, જો તમે ઓનલાઈન સામાન ખરીદો છો, તો તમે ક્રેડિટ કાર્ડ દ્વારા ચૂકવણી કરીને વધુ ડિસ્કાઉન્ટ મેળવી શકો છો.

એવામાં, લોકોએ આ તહેવારની સિઝનમાં ક્રેડિટ કાર્ડ ડિસ્કાઉન્ટ વિશે જાગૃત રહેવું જોઈએ. આ સાથે, ઓનલાઈન હોય કે ઓફલાઈન ક્યાં સારું ડિસ્કાઉન્ટ મળી શકે તેની પણ માહિતી હોવી જોઈએ. આ સાથે લોકો સસ્તા ભાવે સામાન પણ ખરીદી શકશે.

આ સિવાય ઘણા સ્ટોર્સ લોકોને મોટી માત્રામાં ખરીદી કરવા માટે સારું ડિસ્કાઉન્ટ પણ આપે છે. એવામાં, લોકો તે સ્ટોરમાંથી ખરીદી પણ કરી શકે છે અને સસ્તા ભાવે આવશ્યક ચીજવસ્તુઓ મેળવી શકે છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link