Photos: ધરતીનો સૌથી પૈસાવાળો વ્યક્તિ...છતાં ભાડાના 2BHK ફ્લેટમાં રહે છે, માતા ગેરેજમાં ગાદલું નાખી સૂઈ જાય
એલન મસ્ક હાલ ધરતી પરના સૌથી ધનાઢ્ય વ્યક્તિ બની ગયા છે. તેમની પાસે 400 અબજથી વધુની સંપત્તિ છે. તેમની પાસે એટલી બધી સંપત્તિ છે કે જેને ગણવામાં વર્ષો નીકળી જાય. 400 અબજ ડોલરની સંપત્તિ પાર કરનારા તેઓ દુનિયાના એકમાત્ર ઉદ્યોગપતિ છે. અબજપતિ એલન મસ્ક પાસે એટલી બધી સંપત્તિ છે કે તે જેવો ઈચ્છે તેવો શાનદાર આલિશાન બંગલો બનાવી શકે. મહેલ ખરીદી શકે પરંતુ શું તમે જાણો છો કે મસ્ક પાસે પોતાનું કોઈ ઘર નથી? તેઓ ક્યારેક મિત્રોના ઘરે તો ક્યારે ઓફિસની ખુરશી પર રાત વીતાવી નાખે છે. હાલમાં જ તેમણે એક 2BHK ફ્લેટ ભાડે લીધેલો છે.
દુનિયાના સૌથી અમીર ઉદ્યોગપતિ એલન મસ્ક પાસે પૈસાની કોઈ કમી નથી. પરંતુ તેમની પાસે પોતાનું કોઈ મકાન નથી. જે બંગલો પહેલા હતા તેને પણ તેમણે વેચી નાખ્યો. 400 અબજ ડોલર કે 3,39,30,19,37,20,000 રૂપિયા સંપત્તિના માલિક એલન મસ્ક ભલે દૌલતના રાજા હોય પરંતુ તેમની લાઈફસ્ટાઈલ જોઈને તમે દંગ રહી જશો. અબજપતિ એલન મસ્ક પાસે એટલી સંપત્તિ છે કે તેઓ જેવો ઈચ્છે તેવો બંગલો બનાવી શકે. મહેલ ખરીદી શકે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયાનો સૌથી અમીર વ્યક્તિ ભાડાના મકાનમાં રહે છે. અબજોની દૌલતવાળા મસ્ક અંગત જીવનમાં ખુબ સાદાઈથી રહે છે.
ટેસ્લા, ટ્વિટર (હવે એક્સ) અને સ્પેસએક્સ જેવી મોટી મોટી કંપનીઓના માલિક અને દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્ક ન તો કોઈ બંગલામાં રહે છે કે ન તો કોઈ મહેલમાં. મસ્ક જે ઘરમાં રહે છે તે ઘરની એક તસવીર સામે આવી છે. ઘરની તસવીરો જોઈને લોકો દંગ રહી ગયા. બે રૂમના ભાડાના મકાનમાં રહેતા મસ્કના ઘરની તસવીરો જોઈને તમે અંદાજો નહીં લગાવી શકો કે તેઓ પર્સનલ લાઈફમાં આટલું સાદગીથી જીવતા હશે.
50 હજાર ડોલરના ભાડાવાળું ટુ બીએચકે ઘર મસ્કનું ઠેકાણું છે. એલન મસ્કની બાયોગ્રાફી લખનારા લેખક વોલ્ટર ઈસાકસને તેમના ઘરની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા સાઈટ એક્સ પર શેર કરી હતી. એલન મસ્કે વર્ષ 2020માં પોતાની 5 રેસિડેન્શિયલ પ્રોપર્ટી વેચી નાખી હતી. હાલમાં જ તેમણે કેલિફોર્નિયામાં હિલ્સબોરો સ્થિત પોતાનું છેલ્લું ઘર પણ લગભગ 32 મિલિયન ડોલરમાં વેચી નાખ્યું.
પોતાના આલીશાન ઘર વેચીને મસ્ક ટેક્સાસના બોકા ચિકા સ્થિત એક ભાડાના ઘરમાં રહે છે. આ ઘર તેમણે સ્પેસએક્સથી ભાડે લીધુ છે. મસ્કે પોતે ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે તેમના ઘરનું ભાડું સાચે જ 50 હજાર ડોલર છે.
જે તસવીર સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી તે એલન મસ્કના ઘરના કિચન અને લિવિંગ એરિયાની છે. કિચનમાં એક ફ્રીઝ, કોફી મશીન, શુરશી પર ટેસ્લાની પ્લેડ મોડવાળી જેકેટ ટાંગેલી છે. લિવિંગ રૂમમાં કોઈ લક્ઝરી આઈટમ જોવા મળતી નથી. એક કોફી ટેબલ છે. જેના પર બેસીને મસ્ક ફોન કોલ્સ કરે છે. જ્યારે ડેઈલી મેઈલના રિપોર્ટ મુજબ આ ઘરમાં મસ્કે બાળકોના રમવા માટે એક રોકેટ શેપ્ડ પ્લે હાઉસ પણ બનાવડાવ્યું છે.
વોલ્ટર ઈસાકસને કહ્યું કે મસ્કે શા માટે આલીશાન ઘર વેચીને ભાડાના મકાનમાં રહેવાનો નિર્ણય લીધો તેનો ખુલાસો તેનો ખુલાસો તેઓ પોતાના પુસ્તકમાં કરશે. મસ્કની બાયોગ્રાફી લખનારા વોલ્ટરે અનેક વર્ષો મસ્ક સાથે જ વીતાવ્યા છે. સ્પેસ એક્સના પ્રોજેક્ટને વધુ સમય આપવા માટે મસ્કે તેની નજીક રહેવાનો નિર્ણય કર્યો.
વર્ષ 2022માં તેમણે કહ્યું હતું કે તેમની પાસે કોઈ ઘર નથી. તેઓ પહેલા મિત્રોના ઘરે રહેતા હતા, પછી ભાડાનું મકાન લીધુ. એલન મસ્કની માતા માએ મસ્કે પણ એ વાતનો ખુલાસો કર્યો હતો કે તેઓ મસ્કના ઘરે જમીન પર ગાદલું પાથરીને સૂઈ જાય છે. મસ્કના માતા માએ મસ્ક એક સુપરમોડલ અને ડાયેટિશિયન પણ છે.
તેમણે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેમના પુત્રની સંપત્તિનો અર્થ એ નથી કે મહેમાનોને પણ આલીશાન રહેણી કરણી મળે. તેમણે કહ્યું કે મારે પણ ક્યારેક ક્યારેક ગેરેજમાં તો ક્યારેક જમીન પર ગાદલું પાથરીને સૂઈ જવું પડે છે. એવું નથી કે તેઓ આ બધુ પૈસાની કમીના કારણે કરે છે. પરંતુ તેઓ પૈસાની બરબાદી કરવા માંગતા નથી.