PICS: Top-10 અમીર ભારતીયોની યાદી, અંબાણી સૌથી ઉપર, બીજા નંબરે અદાણી

Thu, 08 Apr 2021-9:16 am,

દૂરસંચાર ક્ષેત્રમાં જિયોની ક્રાંતિ લાવનારા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ મુકેશ અંબાણી ફોર્બ્સની નવી સૂચિ મુજબ માત્ર ભારતમાં જ નહીં પરંતુ એશિયામાં સૌથી અમીર ઉદ્યોગપતિ છે. તેમણે ચીનના અલીબાબાના જેક માને પાછળ છોડીને આ સ્થાન મેળવ્યું છે. તેઓ 84.5 અબજ ડોલર (6273.41 અબજ રૂપિયા) ની સંપત્તિ સાથે દુનિયાના 10માં સૌથી અમીર વ્યક્તિ છે. હાલ તેમની કંપની ફ્યૂચર ગ્રુપ સાથે 24 હજાર કરોડથી વધુની ડીલ મામલે અમેઝોન સાથે કાયદાકીય વિવાદનો સામનો કરી રહી છે.  

સૌથી અમીર ભારતીયોની સૂચિમાં બીજા નંબરે ગૌતમ અદાણી છે. તેઓ 50.5 અબજ ડોલર (3749.20 અબજ રૂપિયા) સાથે દુનિયાના 24માં સૌથી અમીર વ્યક્તિ છે. અદાણી સમૂહ આમ તો અનેક ક્ષેત્રે કામ કરે છે. પરંતુ તેમની બે સૌથી મોટી ઓળખ ખાદ્ય ક્ષેત્રમાં Fortune જેવી બ્રાન્ડ બનાવવી અને દેશના પોર્ટ સંભાળનારી પ્રમુખ કંપની તરીકે છે. 

HCL ટેક્નોલોજીસના શિવ નાદર ભારતના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ છે. તેમની સંપત્તિ 23.5 અબજ ડોલર (1744.68 અબજ રૂપિયા) છે. દુનિયાના અમીરોની સૂચિમાં તેઓ 71માં સ્થાને છે. 

ડી માર્ટ જેવી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રિટેલ સ્પેસ કંપનીના પ્રમુખ રાધાકિશન દમાણી પોતાના સાદા વ્યક્તિત્વના કારણે અમીરોની વચ્ચે અલગ સ્થાન ધરાવે છે. તેમની પાસે 16.5 અબજ ડોલર (1224.98 અબજ રૂપિયા)ની સંપત્તિ છે. આટલી સંપત્તિ સાથે તેઓ ભારતના ચોથા સૌથી અમીર વ્યક્તિ છે. 

દેશના પાંચમા સૌથી અમીર વ્યક્તિ ઉદય કોટક છે. તેમની સંપત્તિ 15.9 અબજ ડોલર (1180.44 અબજ રૂપિયા) છે. તેની શાખ એ રીતે જણાઈ આવે કે જ્યારે IL&FS એ દેવાળું ફૂક્યું અને સરકારે તેમના બોર્ડને ભંગ કર્યું તો સરકારે ઉદય કોટક પર ભરોસો જતાવ્યો અને તેમને કંપનીના નવા બોર્ડના અધ્યક્ષ બનાવ્યા. 

દુનિયાની સૌથી મોટી સ્ટીલ કંપનીઓમાંથી એક આર્સેલર મિત્તલના પ્રમુખ લક્ષ્મી મિત્તલ છઠ્ઠા સૌથી અમીર ભારતીય છે. તેમની કુલ સંપત્તિ 14.9 અબજ ડોલર (1106.20 અબજ રૂપિયા) છે. ગત વર્ષે એસ્સાર સ્ટીલ અધિગ્રહણ કરીને તેમણે ભારતમાં મોટું રોકાણ કર્યું છે. 

આદિત્ય બિરલા સમૂહના પ્રમુખ કુમાર મંગલમ બિરલા આ સૂચિમાં 7માં નંબરે છે. તેમની સંપત્તિ 12.8 અબજ ડોલર (980.29 અબજ રૂપિયા) છે. આદિત્ય બિરલા સમૂહ શિક્ષણથી લઈને કપડાં, એલ્યુમિનિયમ, સીમેન્ટ અને દૂરસંચારમાં ઓળખ ધરાવે છે.   

દેશના સૌથી અમીર લોકોની સૂચિમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના પ્રમુખ સાઈરસ પૂનાવાલાનું પણ નામ સામેલ છે. તેમની કંપની દુનિયાની સૌથી મોટી વેક્સીન કંપની છે અને કોવિડ મહામારીના દોરમાં કોવિશીલ્ડ જેવી દુનિયાની સૌથી સસ્તી રસીમાંથી એક રસી બનાવનારી કંપની પણ છે. અમીર ભારતીયોની સૂચિમાં તેઓ 8માં સ્થાને છે. તેમની સંપત્તિ 12.7 અબજ ડોલર (842.87 અબજ રૂપિયા) છે. 

દવા ક્ષેત્રના વધુ એક દિગ્ગજ સન ફાર્માના પ્રમુખ દિલિપ સંઘવી પણ ફોર્બ્સની અમીરનો સૂચિમાં સામેલ છે. 10.9 અબજ ડોલર (809.23 અબજ  રૂપિયા)ની સંપત્તિ સાથે આ સૂચિમાં તેઓ નવમા સ્થાને છે. 

દેશના ટોપ 10 અમીરોની યાદીમાં ભારતી એરટેલના પ્રમુખ સુનીલ ભારતી મિત્તલ અને તેમનો પરિવાર 10મા સ્થાને છે. તેમના પરિવારની કુલ સંપત્તિ 105 અબજ ડોલર (779.54 અબજ રૂપિયા) છે. 

આ સાથે જ ભારત 140 અબજપતિઓ સાથે સૌથી વધુ અબજોપતિ ધરાવતા દેશોની યાદીમાં ત્રીજા સ્થાને છે.અમેરિકામાં સૌથી વધુ 724 અબજપતિ છે. ચીન આ મામલે અમેરિકાની ઘણી નજીક પહોંચી ગયું છે. ચીનમાં અબજપતિઓની સંખ્યા 698 સુધી પહોંચી ગઈ છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link