Gold, Silver Rate Update: 6 મહિનામાં 8,400 રૂપિયા સસ્તું થયું સોનું, જાન્યુઆરીમાં 1500 રૂપિયા ઘટ્યા ભાવ
MCX Gold: શુક્રવારે સોના અને ચાંદી મોટા ઘટાડા સાથે બંધ થઇ હતી. MCX પર સોનું 519 રૂપિયાના ઘટાડા સાથે 48702 રૂપિયા પર બંધ થયું હતું. 50,000 રૂપિયા તરફ આગળ વધી રહેલા સોનામાં અચાનક 1 ટકાનો ઘટાડો આવ્યો, આ સુસ્તી સોનામાં આજે શરૂઆતી ટ્રેડિંગમાં જોવા મળી, પરંતુ હવે તેમાં ખરીદી વધી રહી છે. સોનું 170 રૂપિયાની મજબૂતી સાથે કારોબાર કરી રહ્યો છે.
ચાંદી પણ શુક્રવારે 1700 રૂપિયા પ્રતિ કિલો તૂટીને 64980 રૂપિયા પર બંધ થઇ હતી. પરંતુ આજે MCX પર ચાંદીના માર્ચ વાયદા 300 રૂપિયાની મજબૂતી સાથે 65,000 રૂપિયાની ઉપર કારોબાર કરી રહી છે.
ગત શુક્રવારે એટલે કે 15 જાન્યુઆરીના રોજ MCX પર સોનાના ફેબ્રુઆરી વાયદા 519 રૂપિયા સસ્તો થઇ 48,702 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો. તે પહેલાં 1 જાન્યુઆરીના રોજ MCX પર સોનાનો ફેબ્રુઆરી વાયદા 50,244 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવ પર બંધ થયો. જો જાન્યુઆરીમાં અત્યાર સુધી સોનાની કિંમતોને જોઇએ તો 8 જાન્યુઆરીના રોજ આવેલા ઘટાડા બાદ સોનાની કિંમતોમાં રિકવરી પરત ફરી, જેના લીધે સોનું 1500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું થયું છે. અત્યારે સોનું 48875ની આસપાસ ટ્રેંડ કરી રહ્યું છે.
જ્યારે ચાંદીમાં 9 જાન્યુઆરી 2021ના રોજ 6,000 રૂપિયા પ્રતિ કિલોથી વધુનો ઘટાડો આવ્યો હતો. ત્યારે ચાંદી 63850 રૂપિયા સુધી સરકી હતી. પરંતુ પછી તેમાં રિકવરી જોવા મળી. આજે MCX પર ચાંદીના માર્ચ વાયદા 65439 રૂપિયા પ્રતિ કિલો પર છે, એટલે કે ચાંદી જાન્યુઆરીમાં અત્યાર સુધી 1500 રૂપિયા પ્રતિ કિલો મોંઘી થઇ છે.
MCX પર ગોલ્ડ વાયદાનું ઉચ્ચતમ સ્તર 57100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જે સોનાના ફેબ્રુઆરી વાયદાને 7 ઓગસ્ટ 2020ને બનાવ્યો હતો. હાલના ભાવની તુલના કરીએ તો સોનાના વાયદા પોતાના ઉચ્ચતમ સ્તરથી 8400 રૂપિયા સસ્તું છે.
આ પ્રકારે 10 ઓગસ્ટ 2020ના રોજ ચાંદી પણ પોતાના ઉચ્ચતમ સ્તર 79,147 રૂપિયા પ્રતિ કિલોને પાર કર્યો હતો. MCX પર ચાંદીનો હાલનો ભાવ 65062 રૂપિયા પ્રતિ કિલો છે. પોતાના ઉચ્ચત્તમ સ્તરથી 14,000 રૂપિયાથી વધુ સસ્તી છે.