મોત વચ્ચે માત્ર 20 મિનીટનું અંતર, ગોંડલના વૃદ્ધ દંપતીએ એકસાથે અનંતની વાટ પકડી

Sun, 13 Dec 2020-1:41 pm,

ગોંડલનાં સ્ટેશન પ્લોટ વિસ્તારમાં બૂચ પરિવાર રહે છે. ગોંડલની એમબી કોલેજમાં લાઈબ્રેરિયન તરીકે ફરજ બજાવતા મનીષભાઈ બૂચના પિતા જ્યોતિષભાઈ અને તેમના પત્ની દેવયાની બૂચ પંદર દિવસ પહેલા કોરોના પોઝિટિવ થયા હતા. જેથી બંનેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. સારવાર દરમિયાન ગઈકાલે વહેલી સવારે જયોતિષ બૂચે દમ તોડ્યો હતો. 

આ જાણીને પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. હજી સદસ્યો સુધી પરિવારના મોભીના મોતની માહિતી પહોંચે તે પહેલા જ તેમના પત્ની દેવયાની બહેને પણ અંતિમ શ્વાસ લીધા હતા. પતિના મોત બાદ ગણતરીની મિનિટોમાં જ દેવયાનીબહેનનું મૃત્યુ થયું હતુ. દંપતીના મોતમાં માત્ર 20 મિનીટનું જ અંતર હતું. માત્ર 20 મિનીટમાં પરિવારના બંને વડીલોએ એકસાથે અણધારી વિદાય લેતા બૂચ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. 

મનીષભાઈએ આ વિશે દુખી હૃદયે જણાવ્યું હતું કે, મારા માતાપિતા ખાણીપીણીની પરેજીનું ચુસ્ત પાલન કરતાં હતાં. બંને જણા જૈફ વયે પણ તંદુરસ્ત હતાં. અમારો પરિવાર થોડાં દિવસ પહેલાં જ લગ્ન પ્રસંગમાં ગયો હતો. જેના બાદ પરિવારના 6 સભ્યો કોરોનાગ્રસ્ત થયા હતા. જ્યોતિષભાઇ તથાં દેવીયાનીબહેન પણ કોરોના પોઝિટિવ બન્યાં હતાં. કાળ બનેલાં કોરોનાએ પતિ પત્નીનો ભોગ લીધો હતો. આમ બૂચ પરિવારમાં કલ્પાંત છવાઈ ગયા હતો. જોકે, આ દંપતની ચર્ચા સંબંધીઓ તથા ગોંડલમાં ચારેકોર થઈ હતી. કોરોનાગ્રસ્ત દંપીએ જીવનના અંત સુધી એકબીજાને સાથ આપ્યો હતો. 53 વર્ષ પહેલા એકસાથે લગ્ન જીવન શરૂ કર્યું હતુ, અને 53 વર્ષ બાદ એકસાથે અંતનની વાટ પકડી હતી.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link