રવિ પાકોનું વાવેતર કરતા ખેડૂતો માટે ગુજરાત સરકારે જાહેર કરી એડવાઈઝરી! જાણો શું રાખવી પડશે કાળજી?

Thu, 07 Nov 2024-4:20 pm,

દિવાળી પછી શરુ થતી રવિ સિઝનમાં રાજ્યભરના ખેડૂતોએ રવિ પાકોના વાવેતરની શરૂઆત કરી છે અથવા વાવેતર શરુ કરવાની તૈયારી કરી રહ્યા છે. પરંતુ ગુજરાતમાં અત્યારે દિવસ દરમિયાન તાપમાન વધુ રહેતું હોવાથી ખેડૂતોએ વાવેતર સમયે વિશેષ સાવચેતી રાખવી જરૂરી છે. 

ખેડૂતોએ શિયાળુ પાકના વાવેતર માટે ચણા, રાઈ, લસણ, જીરું, ઘઉં, ધાણા, ડુંગળી અને મેથી પાકનો ઉચ્ચ ગુણવત્તા ધરાવતો બીજવારો અગાઉથી જ મેળવી લેવો જોઈએ, તેમ એડવાઈઝરીમાં જણાવાયું છે.

રવિ પાકના બીજને સ્ફુરણ માટે ગરમ તાપમાન અનુકુળ ન હોવાથી દિવસના વધારે તાપમાન અથવા ગરમ તાપમાનના સમયગાળા દરમિયાન રવિ પાકોનું વાવેતર ટાળવું હિતાવહ છે. રવિ પાકોની વાવેતર અવસ્થામાં ઉગાવા પર અસર ના થાય તે માટે વધારે તાપમાનની અસર સામે પાકને સાંજના સમયે વારંવાર હળવું પિયત (શક્ય હોય તો ફુવારાથી) આપવું જોઈએ. આ અગચેતીના પગલાને અનુસરીને ખેડૂતો નુકશાનને નિવારી શકશે, તેમ એડવાઈઝરીમાં વધુમાં જણાવાયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકારની MEGHDOOT મોબાઈલ એપ્લીકેશનના માધ્યમથી રાજ્યભરના ખેડૂતો કૃષિ હવામાન એડવાઇઝરી સેવાઓ અને હવામાન વિભાગની ખેડૂતો માટેની આગાહી સરળતાથી જાણી શકશે. ખેડૂતો આ એપ્લીકેશનની મદદથી સ્થળ, પાક અને પશુધન માટેની સલાહ સ્થાનિક ભાષામાં મેળવી શકશે. મેઘદૂત એપ્લીકેશન આ લીંક પર ક્લિક કરીને ડાઉનલોડ કરી શકાશે: https://play.google.com/store/apps/details?id=com.aas.meghdoot&hl=en_IN 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link