ગુજરાત પર આવશે મોટી આફત, ગ્લોબલ વોર્મિંગને કારણે ગુજરાતમાં વરસાદનું આખેઆખું ચિત્ર પલટાયું
ક્લાયમેટ ચેન્જના કારણે ગુજરાતમાં હવામાનની પેટર્ન બદલાઈ ગઈ છે. હવે ગુજરાતમાં અતિથી અતિ ભારે વરસાદ એટલે કે સતત 8 ઈંચથી વધુ વરસાદ પડવાની ઘટનાઓમાં ઘટાડો થયો છે. ગ્લોબલ વોર્મિંગના કારણે વરસાદ પડવાની પેટર્ન બદલાઈ છે. જ્યાં પડે ત્યાં ખૂબ જ વરસાદ પડે છે અને જ્યાં નથી પડતો ત્યાં જરાય નથી પડતો. તાપમાન અને પવનની પેટર્નમાં થયેલા ફેરફારની અસર પડી છે. વરસાદની નબળી પેટર્ન માટે આ તમામ પરિબળો જવાબદાર છે. ક્લાઈમેટ ચેન્જના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું પ્રમાણ વધ્યું છે. જો આવી સ્થિતિ રહી તો આ વિસ્તારોમાં આગામી સમયમાં પૂર આવવાની શક્યતા વધી જશે. એકસાથે પડતો ભારે વરસાદ ખેતી પાકને નુકસાન પહોંચાડી રહ્યો છે. (તસવીર : IMD, India Meteorological Department)
આવું કેમ થયું તેનું મોટું કારણ ગ્લોબલ વોર્મિંગ છે. ગ્લોબલ વોર્મિંગને કારણે ગુજરાતમાં વરસાદનું આખું ચિત્ર બદલાઈ ગયું છે. જ્યાં વરસાદ આવે છે, ત્યાં સતત અને એકધારો વરસાદ છે. પરંતું જ્યાં નથી ત્યાં માંડ છાંટા પડીને બંધ થઈ જાય છે. આ માટે રાજ્યસભામાં કેન્દ્ર સરકારે એવા તારણો રજૂ કર્યાં કે, છેલ્લાં કેટલાક સમયથી ભારતના વિવિધ ભાગોમાં તાપમાનમાં ફેરફારો જોવા મળી રહ્યાં છો. સાથે જ પવનની પેટર્નમાં પણ બદલાવ થયો છે. આ ઉપરાંત જશસપાટી ચિંતાજનક રીતે વધી રહી છે. આ બધા પરિબળો વરસાદની બદલાયેલી પેટર્ન માટે જવાબદાર છે. (તસવીર : IMD, India Meteorological Department)
ગુજરાતની જે વરસાદી પેટર્ન બદલાઈ છે, તે ખેડૂતો માટે વધુ ચિંતાજનક છે. આપણા દેશમાં ચોમાસા સમયે ખરીફ પાકની વાવણી થતી હોય છે. ત્યારે નિષ્ણાતોનું કહેવું છે કે, આવુ જ રહેશેતો ગુજરાતમાં પૂરની સ્થિતિમાં પણ વધારો થશે અને સાથે જ ખેડૂતોને પણ મોટું નુકસાન જશે. ખેડૂતો માટે માપસરનો વરસાદ ફાયદાકારક છે, પરંતુ અતિભારે વરસાદ નુકસાની વેરી શકે છે. વરસાદને કારણે ખેતીના પાક પર પણ અસર થાય છે. (તસવીર : IMD, India Meteorological Department)
રિપોર્ટમાં એવો ઉલ્લેખ કરાયો કે, વર્ષ 2021 માં ગુજરાતમાં 634 વખત અઢીથી માંડીને 4.5 ટકા વરસાદ પડ્યો હતો. આજ સમયગાળામાં એવું બન્યું કે, 174 વાર 4.5 થી લઈને 8 ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો. જે કેટલાક વિસ્તારોમાં સતત વરસાદ આવે તો ત્યાં પૂરનું સંકટ આવી શકે છે. (તસવીર : IMD, India Meteorological Department)
વરસાદની પેટર્ન બદલાયેલી રહી તો વાદળ ફાટવાની ઘટનાની સાથે ભૂસ્ખલનની ઘટનાઓ પણ વધી રહી છે. પર્વતીય વિસ્તારોમાં બદલાયેલા વાતાવરણની સૌથી વધુ અસર જોવા મળે છે. (તસવીર : IMD, India Meteorological Department)