ગુજરાતમાં નઈ થવાનું થશે! `જો વરસે ઉત્તરા તો ધાન ન ખાય કૂતરા`, હજુ હડકંપ મચાવશે હાથિયા

Fri, 13 Sep 2024-12:39 pm,

Gujarat Rain Forecast: ગુજરાતમાં છેલ્લાં ઘણાં દિવસોથી ભારેથી અતિ ભારે વરસાદે જનજીવન પર અસર છોડી છે. ખાસ કરીને વડોદરા, દેવભૂમિ દ્વારકા અને જામનગરને માઠી અસર વરસાદથી પહોંચી છે. એવામાં હવે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર બેસી જતા પરિસ્થિતિ બદલાશે. જાણો શું થવાનું છે નવા જુની...

હવામાન અંગેના જાણકારોનો એક મત એવો પણ છેકે, ઉત્તરાનો વરસાદ ખુબ ઝેરી હોય છે. તેનાથી પાકનો દાટ વળી જાય છે. ખેતીવાડીને નુકસાન પહોંચે છે. 

ઉત્તરા નક્ષત્રને લઈ નિષ્ણાતોની વાત માનીએ તો, આ વરસાદમાં પાકનો ખૂબ બગાડ થાય. કેમ કે, પાક તૈયાર થઈ ગયો હોય તેના પર વરસાદ થતાં પાક બગડે છે. તેથી કહેવત છે કે, ‘જો વરસે ઉત્તરા તો ધાન ન ખાય કુતરા’ તે કહેવત પ્રમાણે જો વરસાદ થશે તો પાક બગડશે.

ઉત્તરા નક્ષત્રના વરસાદને લઈને એવી કહેવાત પણ છેકે, 'જો વરસે ઉત્તરા તો ધાન ન ખાય કૂતરા'. અર્થાત ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાં અનાજ ખરાબ થઈ જાય છે. અનાજની હાલત એવી થાય છેકે, કુતરા પણ તેને ખાતા નથી. બીજું કે આવી સ્થિતિમાં ખોરાક ન લેવો અથવા સાવ ઓછો લેવો જ સ્વાસ્થ્ય માટે સારો કહેવાય છે. એટલે જ એવું કહેવાયું છેકે, ઉત્તરામાં કુતરા પણ નથી ખાતા ધાન.

ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર બેસી ગયું છે. ત્યારે હવે વાદળોમાં ફેરબદલ થઈ રહી છે. વાદળોની સ્થિતિ પણ બદલાઈ રહી છે. ઉત્તરા ફાલ્ગુનીની સાથે હવે હાથીયા પણ હડકંપ મચાવશે. એવું કહેવાય છેકે, હાથિયાની સ્થિતિમાં તમારા અંદાજા કરતા વધારે વરસાદ થઈ શકે છે.

નિષ્ણાતોની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત અને અમદાવાદ બનશે ઉત્તર નક્ષત્રમાં વરસાદનું એપી સેન્ટર. બંગાળની ખાડીમાં જે વાતાવરણ ઉભું થયું છે, તેની અસર 20 તારીખ આસપાસ આવશે. દક્ષિણ-પૂર્વ ગુજરાત થઇ, બનાસકાંઠા થઇ, તે સિસ્ટમ નબળી પડી જશે, તેવું અત્યારના સંજોગોમાં લાગે છે.

હાથિયા નવરાત્રિ બગાડશે. નવરાત્રિમાં ભારે વરસાદ થશે એવું સુચવે છે ઉત્તરા નક્ષત્રો પણ. ગરબા રસિકો માટે માઠા સમાચાર છે, કારણકે, નવરાત્રિ દરમિયાન ભારે વરસાદની સંભાવના ખેલૈયાઓના રંગમાં પાડી શકે છે ભંગ.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link