પોળો કે ઝાંઝરી નહીં ગુજરાતના આ સ્થળે હોય છે ઝરણાંઓની જમાવટ! શું તમે જોયું છે આ સ્થળ?
આ સ્થળે ચોમાસા દરમિયાન ચારે તરફ ઝરણાં વહેતાં હોય છે. ઝરણાં અને પ્રાકૃતિક સૌંદર્યને નીહાળવા મોટી સંખ્યામાં પર્યટકો આવતા હોય છે. અહીંનું સૌંદર્ય નીહાળી પર્યટકો અતિ આનંદિત થઈ જતા હોય છે....
ઝાંઝરી કે પોળો નહીં અમદાવાદ નજીક અહીં આવેલી છે ઝરણાંઓની જમાવટ...
પ્રેમી પંખિડાઓ અહીં એકાંતનો લાભ લઈને આવે છે ઘુટરઘુ કરવા...
અહીં આવેલું છે ગુજરાતનું મિની સ્વિટ્ઝર્લેન્ડ, ચોમાસામાં એક્ટિવ થઈ જાય છે અનેક ઝરણા...
અરવલ્લીના ડુંગરોની વચ્ચે આવેલા સેંબલપાણી વિસ્તારમાં હજારોની સંખ્યામાં પર્યટકો ફરવા આવતા હોય છે. આ વિસ્તાર મિની સ્વિટ્ઝર્લેન્ડ તરીકે પણ ઓળખાય છે. અહીં ચોમાસા દરમિયાન અનેક ઝરણાઓ એક્ટિવ થઈ જાય છે.
અમદાવાદથી ખુબ નજીક આવેલું છે આ શાનદાર સ્થળ. ચોમાસામાં મિત્રો કે પાર્ટનર સાથે જરૂર લેજો અહીંની મુલાકાત...
બનાસકાંઠા જિલ્લામાં અનેક ફરવા લાયક સ્થળો આવેલા છે. અહીં છે અનેક નયનરમ્ય ફરવા લાયક સ્થળોની હારમાળા.
અંબાજીથી માત્ર 11 કિમીના અંતરે આવેલા બાલારામ માર્ગ પર મીની સ્વિટ્ઝર્લેન્ડ તરીકે ઓળખાતા સેંબલપાણી વિસ્તારમાં પણ હજારોની સંખ્યામાં લોકો ફરવા આવે છે.
મીની સ્વિટ્ઝર્લેન્ડ તરીકે ઓળખાતા સેમબલપાણી વિસ્તાર અંબાજીથી બાલારામ હાઈવે પર અંબાજીથી માત્ર 11 કિમીના અંતરે ડુંગરોના વચ્ચે આવેલો છે.
જે પણ લોકો આ સ્થળની મુલાકાત લે છે તેઓ બીજીવાર અહીં જરૂર આવે છે. રીલના રસિયાઓ અને પ્રેમી પંખિડાઓ માટે ઝન્નત સમાન છે આ સ્થળ. અહીં જમા માટે કોઈ ટિકિટ લેવામાં આવતી નથી. સાવ મફતમાં માણી શકો છો આ મજાના સ્થળની મોજ...