આ અઠવાડિયે વરસાદ ભુક્કા બોલાવશે! આગામી 48 કલાકમાં આ 13 જિલ્લામાં વરસાદની આગાહી
અંબાલાલ પટેલની આગાહી આવી છે. અંબાલાલ પટેલે 12 થી 15 એપ્રિલ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી છે. ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળ છાયું વાતાવરણ રહેશે. આ દિવસોમાં આંધી અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. તો 17 મી એપ્રિલ બાદ રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધવાની શક્યતા છે. આ બાદ રાજ્યના કેટલાક ભાગોમાં 43 ડિગ્રી તાપમાનનો પારો જવાની શક્યતા છે.
સૌરાષ્ટ્ર, કચ્છમાં સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું છે. જેના કારણે રાજ્યના વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, આણંદમાં, છોટાઉદેપુર, વડોદરા અને અમરેલીમાં વરસાદની સંભાવનાં છે. જ્યારે દાદરાનગર હવેલી, દીવ અને ભાવનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે આવતીકાલે વલસાડ, નવસારી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદની શક્યતા છે.
આ ઉપરાંત દીવ અને દાદરાઅને નગર-હવેલીમાં પણ વરસાદની સંભાવના છે. જ્યારે શનિવારે વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, ગીર સોમનાથ, ભાવનગર અને દાદરા અને નગર-હવેલીમાં સામાન્ય વરસાદની શક્યતા છે. ત્રણ દિવસ મહત્તમ તાપમાન પણ ફોલિંગ ટેન્ડન્સીમાં રહેતા દિવસે ગરમીનો ઓછો અહેસાસ થાય એવી શક્યતા છે, પરંતુ આગામી સપ્તાહથી મહત્તમ તાપમાન ચાર ડિગ્રી સુધી વધી શકે છે, એટલે કે આવતા અઠવાડિયાથી ફરી ગરમી ભુક્કા બોલાવશે.
હજુ પણ ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જો ભારે બરફ પડે તો તેની અસર ચોમાસા ઉપર થશે. સૂર્ય મેશ રાશિમાં 14 એપ્રિલે આવતા અને ગ્રીષ્મ ઋતુ શરૂ થાય છે, જેથી આ ઋતુમાં 27 એપ્રિલે સૂર્ય ભરણી નક્ષત્રમાં આવતા ગરમી પડશે. સૂર્ય 10-11 મેના રોજ કૃતિકા નક્ષત્રમાં આવતા કાળઝાળ ગરમી પડશે.
જોકે આ સાથે જ આંધી વંટોળ સાથે પ્રિમોન્સૂન એક્ટિવિટી પણ થશે. હવામાનમાં ભારે પલટા આવશે. આ વર્ષે ગરમી, પ્રિમોન્સૂન એક્ટિવિટી અને કરા પણ વારંવાર પડશે. 11 મેં આસપાસ બંગાળાના ઉપસાગરમા હળવા દબાણ પેદા થશે. 20 મે બાદ ગરમી જોર પકડશે. 24 મે થી 5 જૂન આસપાસ ગુજરાતમાં કેટલાક ભાગમાં વરસાદ થશે.
ગુજરાતીઓ માટે મે કરતા એપ્રિલ મહિનો આકરો બની રહેવાના એંધાણ છે. કારણ કે, પહેલા વરસાદ અને બાદમાં આગ ઓકતી ગરમીની આગાહી છે. તેમાં પણ એપ્રિલ મહિનામાં 25 માંથી 20 દિવસ તો 40 થી વધુ ડિગ્રી તાપમાનમાં શેકાવા તૈયાર રહેવું પડશે. વેકેશન પૂરુ થતા જ વાતાવરણ તેના અસલી મિજાજમાં આવે તેવી સંભાવના છે. એપ્રિલના ત્રીજા સપ્તાહમાં જ તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચી જાય તેવી શક્યતા છે.