21 નવેમ્બરથી આ જાતકોની બલ્લે-બલ્લે, ગુરૂ પુષ્યની સાથે બનશે 3 દુર્લભ યોગ, બિઝનેસ-કરિયરમાં થશે પ્રગતિ
જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિમાં સમય-સમય પર ફેરફાર થતો રહે છે. તેવામાં શુભ અને અશુભ યોગનું નિર્માણ થાય છે. આવો એક શુભ યોગ છે જેને પુષ્ય નક્ષત્ર કહેવામાં આવે છે. આ નક્ષત્રના બનવા દરમિયાન શુભ કામોની સાથે-સાથે ખરીદી કરવી સારી માનવામાં આવે છે. તેનાથી અનેક ગણા ફળની પ્રાપ્તિ થાય છે. તેવામાં વર્ષનું અંતિમ પુષ્ય નક્ષત્ર જલ્દી બનવાનું છે. ગુરૂવારનો દિવસ હોવાને કારણે તેને ગુરૂ પુષ્ય નક્ષત્ર કહેવામાં આવશે. આ દિવસે વાહન, સંપત્તિ, ઘર, વસ્ત્ર, આભૂષણ વગેરે ખરીદીની સાથે નવો વેપાર શરૂ કરવાનું શુભ માનવામાં આવે છે. આ દિવસે દેવતાઓના ગુરૂ બૃહસ્પતિ ખુબ મજબૂત હોય છે, જેના કારણે કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. આવો જાણીએ 21 નવેમ્બરે બનનાર ગુરૂ પુષ્ય યોગ કઈ રાશિઓ માટે ભાગ્યશાળી સાબિત થઈ શકે છે.
દૃક પંચાગ અનુસાર પુષ્ય નક્ષત્ર 21 નવેમ્બરે સવારે 6 કલાક 49 મિનિટે આરંભ થઈ રહ્યો છે, જે બપોરે 3 કલાક 35 મિનિટ પર સમાપ્ત થઈ રહ્યો છે. ગુરૂવારનો દિવસ હોવાને કારણે તેને ગુરૂ પુષ્ય યોગ કહેવામાં આવશે. આ સિવાય તે દિવસે રવિ યોગ બપોરે 3.35 કલાકથી 22 નવેમ્બર સવારે 6.50 કલાક સુધી રહેશે. આ સિવાય અમૃત સિદ્ધિ અને સર્વાર્થ સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે, જે સવારે 6.49થી બપોરે 3.35 સુધી રહેશે.
આ રાશિના જાતકો માટે ગુરૂ પુષ્ય યોગ લાભકારી સાબિત થઈ શકે છે. લાંબા સમયથી અટવાયેલા કામ પૂરા થઈ શકે છે. આ સાથે કમાણીના નવા માર્ગ ખુલી શકે છે. પરિવારમાં લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓ હવે સમાપ્ત થઈ શકે છે. આ સાથે તમે વાહન, સંપત્તિ કે ઘર ખરીદવાનો પ્લાન બાવી શકો છો. આધ્યાત્મ તરફ તમારો ઝુકાવ રહેશે. તેવામાં તમે ધાર્મિક કાર્યક્રમોમાં સામેલ થઈ શકો છો. આ સાથે પૈસાની તંગીમાંથી છુટકારો મળી શકે છે.
ગુરૂ આ રાશિના જાતકો માટે ભાગ્યશાળી સાબિત થઈ શકે છે. તેવામાં આ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. બૌદ્ધિક ક્ષમતા, આત્મવિશ્વાસમાં વધારો જોવા મળશે, જેનાથી તમે અટવાયેલા કામ કે સરકારી કામ પૂરા કરવામાં સફળ થઈ શકો છો. માતા લક્ષ્મીની વિશેષ કૃપા થઈ શકે છે. તમારી આર્થિક સ્થિતિ સારી થઈ શકે છે. વિદેશ જવાની તક મળી શકે છે. નોકરી કરનાર જાતકો માટે આ સમય લાભકારી સાબિત થઈ શકે છે. આ રાશિના જાતકોને પ્રમોશન સાથે કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે.
આ રાશિના જાતકો માટે ગુરૂ પુષ્ય યોગ લાભકારી રહેશે. લાંબા સમયથી અટવાયેલા કામ ફરી શરૂ થઈ શકે છે. આ સાથે તમને ભાગ્યનો સાથ મળશે. આકસ્મિક ધનલાભનો યોગ બની રહ્યો છે. પરિવારની સાથે સમય પસાર થશે. આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા જાતકોને સફળતા મળી શકે છે. માતા-પિતા અને ગુરૂનો સહયોગ પ્રાપ્ત થશે.
આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.