ગુજરાતના આ શહેરમાં આપોઆપ રસ્તા ધસી રહ્યાં છે પાતાળમાં! રસ્તે રસ્તે રાહ જોઈ રહી છે મોત

Wed, 04 Sep 2024-12:19 pm,

ઝી બ્યૂરો, અમદાવાદઃ આ શહેરના વિકાસ માટે હજારો કરોડ રૂપિયાનું બજેટ ફાળવાય છે પણ વિકાસના નામે છે મીંડુ...આ તસવીરો છે તેનો પુરાવો...

અહીં વાત થઈ રહી છે મેગાસિટી અમદાવાદ શહેરની. મેગાસિટી અમદાવાદ શહેર ભૂવારાજમાં ફેરવાયું ... પલ્લવ ચાર રસ્તા અને રન્ના પાર્ક અને ઘાટલોડિયા વિસ્તારમાં મસમોટા ભૂવા પડતાં લોકો હેરાન-પરેશાન...

જો તમે અમદાવાદના રસ્તા પર નિકળવાનો હો તો થોડા ચેતીને જજો, કારણ કે અમદાવાદમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત-- શહેરના પલ્લવ ચાર રસ્તા પાસે પડ્યો મોટો ભૂવો--- ડ્રેનેજ લાઈન ઉપરની જમીન બેસી જતા ભૂવો પડ્યો-- 10 ફૂટથી વધુ પહોળો અને 8 ફૂટથી વધુ પહોળો ભૂવો પડ્યો-- રસ્તાને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો-- એક ભૂવાની બાજુમાં જ બીજો ભૂવો પણ પડ્યો

અમદાવાદમાં વરસાદ આવે એટલે તંત્રની તમામ કામગીરી જાણે પાણીમાં ધોવાઈ જાય છે. આવી જ ઘટના શહેરના રન્નાપાર્ક નજીક બની છે. જ્યાં લગભગ 15 ફૂટથી પહોળો અને 10 ફૂટથી વધારે ઉંડો ભૂવો પડ્યો છે. હાલ તો તંત્રએ બેરિકેડિંગ કરી રસ્તો બંધ કર્યો છે. એક જ કિલોમીટરના અંતરમાં પસાર થતી ડ્રેનેજ લાઈન પર એક કરતા વધુ ભૂવા પડતા તંત્ર દોડતું થયું છે અને સમારકામ શરૂ કર્યું છે.

અમદાવાદના રસ્તાઓ પર નિકળવું હવે જોખમી થઈ ગયું છે કારણ તે વરસાદ બાદ શહેરના રસ્તા પર અનેક જગ્યાએ ભૂવા પડી ગયા છે. નાના-મોટા ખાડા પરથી તો કદાચ તમારું વાહન પસાર થઈ શકે પરંતુ આ ભૂવા તો એક આખે આખી કાર સમાઈ જાય એવડા મોટા છે. શહેરના પલ્લવ ચાર રસ્તા પાસે નજીક નજીકમાં બે ભૂવા પડ્યા છે. જેના કારણે રસ્તો બંધ થયો છે. જેથી વાહનચાલકોને હાલાકી પડી રહી છે. તો ત્યાંથી એક કિલોમીટર કરતા ઓછા અંતરે આવેલા રન્ના પાર્કમાં પણ ભૂવો પડ્યો છે. આ તમામ ભૂવા તો ડામર રોડ પર પડ્યા છે. 

હવે RCC રોડ પણ ભૂવા માંથી બાકાત નથી. ઘાટલોડિયા વોર્ડમાં RCC રોડ પર ભૂવો પડ્યો છે. આ તમામ ભૂવાને બેરિકેડિંગ કરી તંત્રએ સમારકામ તો ચાલુ કર્યું છે પરંતુ હવે સવાલ એ છે કે, આખરે કયારે આ ભૂવા પડવાની સમસ્યાથી છુટકારો મળશે. કારણ કે જે રસ્તા બન્યા છે તે પ્રજાના પૈસા બન્યા છે. ભૂવા પડે છે તો જનતા જ પરેશાન થાય છે અને તેનું સમારકામ પણ ટેક્સના પૈસાથી જ થાય છે.

અમદાવાદમાં અત્યાર સુધી તો ડામરના રોડ નીચે ભૂવા પડતા હતા પરંતુ હવે RCC રોડ નીચે પણ ભૂવા પડવા લાગ્યા છે. ઘાટલોડિયા વોર્ડના પ્રભાત ચોકથી ઉમિયા હોલ તરફના કે કે નગર RCC રોડ પર મસમોટો ભૂવો પડ્યો છે. 15 ફૂટ કરતા વધુ પહોળા અને ડ્રેનેજના ઊંડા પાણીથી ભરેલા ભૂવાને AMCએ બેરિકેડિંગ કરી રીપેરિંગ કરવામાં આવ્યું છે. આ સિઝનમાં શહેરમાં અનેક નાના-મોટા ભૂવા પડ્યા છે. ભૂવા પડવાનો સિલસિલો ક્યારે અટકશે તે સવાલ છે.

ગુજરાતના આ શહેરમાં ગમે ત્યારે રસ્તા ધસી જાય છે પાતાળમાં! તસવીરો જોઈને ઉડી જશે હોંશ

તમે કોઈ રસ્તા પરથી પસાર થઈ રહ્યાં હોવ...સ્કૂટર, ગાડી કે પછી બસમાં સવાર હોવ અને આખે આખું વાહન રસ્તા સાથે પાતળમાં ઉતરી જાય તો શું દશા થાય? અહીં રસ્તે રસ્તે રાહદારીઓ અને વાહન ચાલકોની રાહ જોઈ રહી છે મોત...કંઈક આવી જ હાલત હાલ ગુજરાતના એક શહેરની છે...

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link